મિક્સ ચેવડો (Mix Chevdo Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#MBR2
#week2
દિવાળી નાં નાસ્તા માં ચેવડો લગભગ બધા જ બનાવે છે.મે અહીંયા અલગ અલગ વસ્તુ ઉમેરી ને ચેવડો બનાવ્યો છે.

મિક્સ ચેવડો (Mix Chevdo Recipe In Gujarati)

#MBR2
#week2
દિવાળી નાં નાસ્તા માં ચેવડો લગભગ બધા જ બનાવે છે.મે અહીંયા અલગ અલગ વસ્તુ ઉમેરી ને ચેવડો બનાવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 200 ગ્રામમકાઈ નાં પૌઆ
  2. 100 ગ્રામચોખા નાં જાડા પૌઆ
  3. 100 ગ્રામદાળિયા ની દાળ
  4. 100 ગ્રામમગફળી નાં દાણા
  5. 150 ગ્રામમિક્સ ભુશું
  6. 100 ગ્રામસેવ
  7. તેલ જરૂર મુજબ
  8. 2 ટી સ્પૂનતલ
  9. 2 ટી સ્પૂનવરિયાળી
  10. 1 ટી સ્પૂનરાઈ મેથી જીરું
  11. 8,9લીલા લીમડા નાં પાન
  12. 2 ટી સ્પૂનઅડદ ની દાળ
  13. 1 ટી સ્પૂનહિંગ
  14. 3 ટી સ્પૂનઆમચૂર પાઉડર
  15. 3 ટી સ્પૂનદળેલી ખાંડ
  16. મીઠું સ્વાદ મુજબ
  17. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બધા પૌંઆ ને ચાળી ને તળી લો.શીંગ ને શેકી ને ફોતરા ઉતારી તળી લો.દાળિયા ની દાળ પણ તળી અલગ રાખો.ભુશુ તૈયાર લઈ લો.

  2. 2

    હવે એક મોટા વાસણ માં બધા પૌંઆ ને તથા શીંગ,દાળિયા ની દાળ ને મિક્સ કરો.અને બધા મસાલા ઉમેરી બરાબર હલાવો.

  3. 3

    એક વાસણ માં થોડું તેલ મૂકી તેમાં અડદ ની દાળ,જીરું,તલ,લીલો લીમડો,વરિયાળી અને હિંગ અને થોડું લાલ મરચું મૂકી વધાર કરી ચેવડા માં ઉમેરી દો.અને બધું મિક્સ કરી લો.

  4. 4

    ઠંડો પડે એટલે એર ટાઇટ ડબ્બા માં ભરી મૂકી દો.તો તૈયાર છે આપણો પૌવા નો સ્વાદિષ્ટ ચેવડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes