પૌંઆ ચેવડો (Poha Chivda Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

પૌંઆનો ચેવડો એ લગભગ દરેક ચવાણા એન્ડ સ્વીટ માર્ટ માં તૈયાર વેચાતો જોવા મળે છે. જ્યારે દિવાળીના તહેવાર દરમિયાન નાસ્તા માટે ઘરે ઘરે બનાવવામાં આવે છે. આ ચેવડા માં ભાગ ભજવતી તમામ સામગ્રીને યોગ્ય પ્રમાણમાં પરંપરાગત રીતે તળીને બનવવામાં આવે છે. આ પૌઆ ચેવડો સ્વાદમાં ખાટો-મીઠો હોવાની સાથે ક્રિસ્પી પણ બને છે જે ચા અથવા કોફી સાથે પીરસવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આજે મેં આ પરંપરાગત પૌંઆ ચેવડાની રેસિપી અહીં શેર કરી છે.

#festivalrecipes
#festivesnack
#pohachiwda
#pauvachevdo
#diwalivibes
#festivetreats
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. ૨ કપજાડા પૌંઆ
  2. ૨ ચમચીશેકેલા વરિયાળી પાવડર
  3. ૧ ચમચીસંચળ પાવડર
  4. ૧ ચમચીહળદર પાવડર
  5. ૧ ચમચીમીઠું
  6. ૨ ચમચીલાલ મરચું પાવડર
  7. ૨ ચમચીદળેલી ખાંડ
  8. સમારેલાં લીલાં મરચાં
  9. ૧/૨ કપસીંગદાણા
  10. ૧/૨ કપકાજુ
  11. ૧/૨ કપદાળિયા
  12. ૧/૪ કપસમારેલું સૂકું ટોપરું
  13. ૧/૪ કપમીઠાં લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક બાઉલમાં શેકેલી વરિયાળીનો પાવડર, સંચળ, હળદર પાવડર, મીઠું, લાલ મરચું પાવડર, દળેલી ખાંડ મિક્સ કરી મસાલો તૈયાર કરી લો.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી જાળી વાળા ઝારાનો ઉપયોગ કરીને મધ્યમ ગરમ તેલમાં પૌંઆને તળી લો, તેને બાઉલમાં ટીશ્યુ પેપર પાથરી તેમાં કાઢી તેના પર ૨ ચમચી મિકસ કરેલ મસાલો છાંટો અને સારી રીતે મિક્સ કરી લો.

  3. 3

    હવે, વારાફરતી સીંગદાણા, કાજુ, દાળિયા, લીમડાનાપાન અને મરચાં પણ તળી લો.

  4. 4

    અને તરત જ તેની પર મિકસ મસાલા છાંટી બધું સારી રીતે મિક્સ કરો.

  5. 5

    ત્યારબાદ ટીશ્યુ પેપર કાઢી અને ફરી એકવાર બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી ચેવડાને ઠંડુ થવા દો.

  6. 6

    પૌંઆ ચેવડાને એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Similar Recipes