રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ અડદનો કરકરો લોટ
  2. ૨૫૦ ગ્રામ બુરૂ ખાંડ
  3. ૨૫૦ ગ્રામ ઘી
  4. ૫૦ ગ્રામ ગુંદર
  5. ૧ વાટકીક્રશ કરેલી બદામ
  6. ૩ ચમચીદ્રાક્ષ
  7. ૧ ચમચીખસખસ
  8. ૨ ચમચીકોપરાનું છીણ
  9. ૧ ટુકડોજાવંત્રી
  10. ૧/૪ ચમચીજાયફળ પાઉડર
  11. ૧/૨ ચમચીઈલાયચી પાઉડર
  12. ૨+૧/૨ ચમચી સૂંઠ પાઉડર
  13. ૨+૧/૨ ચમચી ગંઠોડા પાઉડર
  14. ધાબો દેવા માટે
  15. ૧ ચમચીઘી
  16. ૩ ચમચીદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં ગુંદરને તળી લો ગુંદર ઠંડો પડે એટલે તેને બરાબર ક્રશ કરીને સાઈડમાં રાખો

  2. 2

    એક પહોળા વાસણમાં અડદનો કરકરો લોટ લઇ, તેમાં ગરમ કરેલું ઘી અને દૂધ ઉમેરો, બરાબર મિક્સ કરો. તેને ચાળણીથી ચાળી લો. આ રીતે ધાબો દહીં ને અડદિયુ બનાવવાથી બહુ જ સરસ બને છે.

  3. 3

    હવે જે વાસણમાં ઘી ગરમ કર્યું તો તેમાં અડદનો કરકરો લોટ ઉમેરી લોટને બરાબર સેકી લો. લોટ એકદમ હલકો ફરવા માંડે ત્યારે લોટ શેકઈ ગયો કહેવાય. ત્યારબાદ તેમાં તળીને ક્રશ કરેલો ગુંદર, બધા તેજાના, તેમજ ક્રશ કરેલી બદામ (ઉપર બતાવેલા ઘટકોમાંથી ખાંડ સિવાય બધી) ઉમેરી બરાબર મિક્સ કરી લો ઘી ગરમ હોવાથી આ બધી જ વસ્તુઓ શેકઈ જશે. આ મિશ્રણને ઠંડુ થવા દો. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી થાળીમાં પાથરી મનગમતા આકારમાં કાપી લો. અને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes