મગ દાળ કચોરી (Moongdal Kachori recipe in Gujarati) (Jain)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#CB9
#week9
#chhappanbhog
#magdal_kachori
#khastakachori
#rajsthani
#CookpadIndia
#COOKPADGUJRATI
રાજસ્થાન નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે કચોરી.... ત્યાં કોઈ પણ નાના મોટા શહેર માં જાવ તો ત્યાં કચોરી ની દુકાન અથવા રેકડી અવશ્ય જોવા મળે છે. કચોરી પણ વિવિધ પ્રકારની તૈયાર કરવામાં આવે છે. એમાં ની એક છે મગ ની દાળ ની કચોરી... જેમાં સ્ટફિંગ એકદમ મસાલેદાર હોય છે અને ઉપર થી મીઠી ચટણી, દહીં, લીલી ચટણી અને. ઝીણી સેવ ઉમેરી ને સર્વ કરવા માં આવે છે.

મગ દાળ કચોરી (Moongdal Kachori recipe in Gujarati) (Jain)

#CB9
#week9
#chhappanbhog
#magdal_kachori
#khastakachori
#rajsthani
#CookpadIndia
#COOKPADGUJRATI
રાજસ્થાન નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે કચોરી.... ત્યાં કોઈ પણ નાના મોટા શહેર માં જાવ તો ત્યાં કચોરી ની દુકાન અથવા રેકડી અવશ્ય જોવા મળે છે. કચોરી પણ વિવિધ પ્રકારની તૈયાર કરવામાં આવે છે. એમાં ની એક છે મગ ની દાળ ની કચોરી... જેમાં સ્ટફિંગ એકદમ મસાલેદાર હોય છે અને ઉપર થી મીઠી ચટણી, દહીં, લીલી ચટણી અને. ઝીણી સેવ ઉમેરી ને સર્વ કરવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 વ્યક્તિ માટે
  1. કચોરી નાં સ્ટફિંગ માટે:
  2. 1/2 કપમગ ની મોગર દાળ
  3. 1ચમચો તેલ
  4. 1 મોટી ચમચીચણા નો લોટ
  5. 1લીલું મરચું ઝીણું સમારેલું
  6. 1 ચમચીઆખા ધાણા
  7. 1 ચમચીવરિયાળી
  8. 1/2 ચમચીજીરૂ
  9. 5 નંગલવિંગ
  10. 1તજ
  11. 5આખા મરી
  12. 1 ચમચીલાલ મરચું
  13. 1/4 ચમચીહિંગ
  14. 1/4 ચમચીહળદર પાવડર
  15. 1/4 ચમચીઆમચૂર પાવડર
  16. મીઠું સ્વાદાનુસાર
  17. બહાર નાં પડ બનાવવા માટે:
  18. 250gm મેંદો
  19. 1/4 કપગરમ ઘી
  20. 1/4 ચમચીમીઠું
  21. તળવા માટે તેલ
  22. સર્વિગ માટે: ખાટી મીઠી ચટણી, લીલી ચટણી, દહીં, સેવ, કોથમીર, ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    મગની દાળને અને ધોઈને બે કલાક માટે પલાળી દો પછી એક ચારણીમાં નીતારી કોરી પડી જાય ત્યાં સુધી રહેવા દો.

  2. 2

    મેંદાને ચાળીને તેમાં મીઠું અને ઘી ઉમેરી બરાબર મસળી લો. પછી જરૂર મુજબ પાણી ઉમેરીને નરમ કણક તૈયાર કરી લો આ કણકને ઢાંકીને એક તરફ મૂકી દીધો.

  3. 3

    તજ, લવિંગ અને મરી ને ખાયણીમાં અધકચરા વાટી લો. આખા ધાણા અને વરિયાળી ને પણ અલગથી અધકચરા વાટી લો. લીલા મરચા ઝીણા સમારી લો.

  4. 4

    હવે કડાઇમાં તેલનો વઘાર મૂકી તેમાં જીરું ઉમેરો જીરું તતડે એટલે તેમાં હિંગ અને લીલા મરચા હળદર ઉમેરો હવે તમે એક કપ પાણી ઉમેરીને મગની દાળ ઉમેરો અને મગની દાળને સાથે સાત મિનિટ માટે કુક થઈ જવા દો. મગની દાળનું પાણી મળવા ભળી જાય એટલે તેમાં ચણાનો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરી ધીમા તાપે સતત હલાવતા રહો.

  5. 5

    હવે તેમાં અધકચરા કરેલા આખા ધાણા વરીયાળી અને લાલ મરચાનો પાવડર ઉમેરી ફરી ૨ થી ૩ મિનિટ માટે શેકી લો. મિશ્રણ એકદમ ગુરુ પાડવા આવે એટલે તેમાં કચરા કરેલા તજ, લવીંગ અને મરીનો ભૂકો, મીઠું અને આમચૂર પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  6. 6

    હવે આ મિશ્રણ ઠંડું પડે એટલે તેમાંથી એક સરખા ગોળા કરી લો.

  7. 7

    મેંદાની કણક ને પાંચ મિનિટ બરાબર મસળી લો. પછી તેમાંથી મોટા લૂઆ તૈયાર કરો. હવે હાથેથી ટીપી ને લુવાને મોટો કરી તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકો. હવે જ્યારે તરફથી તને કવર કરી લો અને ઉપરથી વધારાનો લોટ કાઢી લો.

  8. 8

    ફોટા માં બતાવ્યા પ્રમાણે હાથેથી હળવા હાથે કચોરીને પ્રેસ કરતા જઇને શેપ આપતા જાવ.

  9. 9

    મધ્યમ ગરમ તેલમાં આ કચોરી ને સાચવીને તેલ માં મૂકી દો. 3 થી 4 મિનીટ માં આખી ફૂલી જશે પછી હળવા હાથે ઝારાની મદદથી તેને ફેરવી આ કચોરી ને ધીમા થી મધ્યમ તાપે જ કરવાની છે. જેથી તેનું પડ એકદમ સરસ ક્રિસ્પી થશે, બહાર મળતી સલવાઈ જેવી જ સરસ કચોરી તૈયાર થશે. આ રીતે કચોરી તરતાં એક વખત ની કચોરી થતાં દસ થી બાર મિનિટ થાય છે.

  10. 10

    કચોરી ગોલ્ડનકલરની થાય ત્યાં સુધી તળવી.આજ રીતે બધી કચોરી તળીને તૈયાર કરી લો.

  11. 11

    તૈયાર કચોરીમાં વચ્ચે કાણું પાડીને તેમાં મીઠી ચટણી, તીખી ચટણી અને ઉપરથી દહીં, ચાટ મસાલો, સેવ તથા કોથમીર ભભરાવીને સર્વ કરો.
    તૈયાર છે સર્વ કરવા માટે રાજસ્થાની પ્રખ્યાત એવી મગની દાળની કચોરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes