વેજ પાલક ખીચડી (Veg Palak Khichdi Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૧ કપમિક્સ દાળ (મગદાળ તુવેરદાળ મસુરદાળ)
  2. ૧/૨ કપખીચડિયા ચોખા
  3. ૧/૨ કપઘઉં ના ફાડા
  4. જુડી પાલક
  5. સમારેલું ઝીણું બટેકુ
  6. ૧/૨સમારેલું ગાજર
  7. સમારેલું ટમેટું
  8. ૧/૨ કપલીલાં વટાણા
  9. ૧/૨ કપલીલાં ચણા
  10. ૨ ચમચીસમારેલા કેપ્સિકમ
  11. ૧ કપસમારેલી લીલી ડુંગળી
  12. ૧/૨સમારેલું લીલું લસણ
  13. જીણું સમારેલું લીલું મરચું
  14. ૧ ચમચીખમણેલું આદુ
  15. ૧ ચમચીઘી
  16. ૫_૬ મરી
  17. ૧-૨ તજ ના કટકા
  18. ૧ ચમચીહળદર
  19. ૧ ચમચીમરચું પાઉડર
  20. ૧ ચમચીધાણા જીરૂ પાઉડર
  21. ૧ ચમચીગરમ મસાલો
  22. મીઠું સ્વાદાનુસાર
  23. ચમચા તેલ (વઘાર માટે)
  24. 🎇 માથે વઘાર માટે ની સામગ્રી
  25. ચમચો ઘી
  26. ૧ ચમચીલીલું લસણ
  27. લીલાં મરચાં ની લાંબી ચિર
  28. ૧ ચમચીઝીણા સમારેલા આદુ મરચા
  29. લીમડા ની ડાળ
  30. ૧ ટી સ્પૂનજીરું
  31. ધાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    પેલા બધો માપ કરી મિક્સ કરી ખીચડી એકાદ કલાક પલાળી રાખો.

  2. 2

    પછી બધું સાકભાજી સમારી રેડી કરી લેવું ને ખીચડી મા ચાર ગણું પાણી એડ કરી હળદર મીઠું નાંખી તેમાં વટાણા બટેકા ગાજર ને લીલાં વાટકા એડ કરવા ને તેને ટેસ્ટી બનાવવા માટે મરી ને તજ એડ કરવા ને એક ચમચી ઘી નાખી ઢાંકણ બંધ કરી ૨_૩ વિસલ થવા દો.

  3. 3

    ને પાલક ને ધોઈ તેની પેસ્ટ રેડી કરી લેવી.

  4. 4

    હવે આપની ખીચડી બફાઈ ગઈ છે તો હવે એક કડામાં મા તેલ ગરમ થાય એટલે જીરૂ ને હિંગ નો વઘાર કરી લસણ ડુંગળી ટેમેટા કેપ્સિમ સાતળવા.

  5. 5

    હવે સતડાઈ જાય એટલે પાલક ની પેસ્ટ એડ કરી તેને ચડવા દેવી ને તેમાં બધા મસાલા એડ કરી સસડવા દેવા પછી તેમાં ખીચડી એડ કરી મિક્સ કરવી.

  6. 6

    હવે તેને એક બાઉલ માં કાઢી લેવી ને તેમાં માથે વઘાર રેડવો.

  7. 7

    આ રિતે રેડી થઈ ગઈ છે આપની વેજ પાલક ખીચડી જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે ને અત્યારે સીઝન હોવાથી બધું સાકભાજી સરસ મળતું હોવાથી ખુબ ટેસ્ટી બની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes