વેજ ચીઝ મટકા બિરયાની (Veg Cheese Matka Biryani Recipe In Gujarati)

Jagruti prajapati
Jagruti prajapati @Jagruti_2805

#JC

વેજ ચીઝ મટકા બિરયાની (Veg Cheese Matka Biryani Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#JC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
બે વ્યક્તિ
  1. 1 નંગડુંગળી
  2. ૧ નંગબટાકા
  3. ૧ નંગગાજર
  4. ૧ નંગકેપ્સીકમ
  5. 1 વાડકીકોબીજ
  6. 1 વાડકીવટાણા
  7. 1 નંગટામેટું
  8. લસણ મરચા આદુ ની પેસ્ટ
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1/4 ચમચી હળદર
  11. 1/2 ચમચી ધાણાજીરૂ
  12. મીઠું સ્વાદ મુજબ
  13. 5 ચમચી તેલ
  14. ચીઝ
  15. 2 કપ ચોખા
  16. ૨ ચમચી મલાઈ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ આપણે એક નોન સ્ટિક લઈશું એમાં પાંચ ચમચી તેલ લઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરૂ એડ કરી દઈશું.

  2. 2

    પછી લસણ મરચાં આદુ ની પેસ્ટ એડ કરીશું ત્યારબાદ ડુંગળી કેપ્સીકમ બટાકા ગાજર કોબીજ બધું સારી રીતે થવા દઈશું બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે એમાં મસાલા એડ કરીશું મસાલા એડ કર્યા પછી એમાંય ટામેટુ એડ કરીશું.

  3. 3

    બીજ એક નાની તપેલી લઈશું તપેલીમાં બે ગ્લાસ જેટલું પાણી લઈશું પાણી ગરમ થઈ જાય એટલે એમાં 2 કપ ચોખા સારી રીતે ધોઈ લઈશું.

  4. 4

    ચોખાને સારી રીતે ચડવા દઈશું આપણે તેને ઢક્કન થી બંધ કરી દઈશું એમાં આપણે વટાણા એડ કરીશું જેથીએ પણ સાથે મિક્સ થઈ જાય 15 મિનિટ પછી ભાત થઇ જશે.

  5. 5

    ભાત ઠંડો થાય એટલે એને આપણે છૂટો કરી દઈશું અને બે ચમચી તેલ મિક્સ કરીશું જેથી આપણો પુલાવ એકદમ સરસ બનશે ઠંડો થશે પછી આપણે જે શાક બનાવ્યું હતું એ પણ એડ કરી લઈશું તમે બે થી ત્રણ વ્યક્તિ સાથે સર્વ કરી શકો છો.

  6. 6

    હવે આપણે ગ્રેવી બનાવીશું સૌ પ્રથમ એક પેન લઈને એમાં ૨ ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થાય પછી એક ટામેટુ અને એક કેપ્સિકમ એડ કરીશું અને સારી રીતે શેકવા દઈશુ ત્યાર બાદ એમાં ૨ ચમચી ઉપરથી ઘી એડ કરીશું ત્યારબાદ એમાં ૨ ચમચી મલાઈ પણ એડ કરીશું અને મરચું,હળદર,ગરમ મસાલો, ધાણા પાઉડર, કિચન કિંગ મસાલો અને હા તમે બહાર જેવું બનાવવા ઇચ્છતા હોય તો સુહાના ચીઝ બટર મસાલા પેકેટ એડ કરી શકો છો તમારો ટેસ્ટ એકદમ બહાર જેવો થશે હવે તમે એક સર્વિંગ બાઉલમાં કાઢી શકો છો.

  7. 7

    આપણે સૌથી પહેલા નીચે પુલાવ એડ કરીશું પછી ઉપરથી બે ચમચી ગ્રેવી એડ કરીશું પછી ઉપર ચીઝ ખમણી લઈશું હવે તમે ઉપર કોથમીર પણ ગાર્નીશ કરી શકો છો તમે એને રાયતા સાથે પણ સર્વ કરી શકો છો તો આપણી વેજ ચીઝ મટકા બિરયાની તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti prajapati
Jagruti prajapati @Jagruti_2805
પર

ટિપ્પણીઓ

Similar Recipes