ગુવાર ઢોકળીનું શાક

Jayshree Jethi
Jayshree Jethi @jayshree_jethi
શેર કરો

ઘટકો

30 મિનિટ
૩ વ્યક્તિઓ માટે
  1. ૨૫૦ ગ્રામ ગુવાર
  2. ૮-૧૦ લસણની કળી
  3. ૩ મોટી ચમચીતેલ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૧ ચમચીલાલમરચું પાઉડર
  6. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  7. ૧/૨ ચમચી હળદર
  8. ૧/૨ ચમચી જીરૂ
  9. ૧/૪ ચમચી હિંગ
  10. ઢોકળી બનાવવા માટે
  11. ૧ કપચણાનો લોટ
  12. ૧ કપદહીં
  13. ૨ કપપાણી
  14. સ્વાદ મુજબ મીઠું
  15. ૧/૪ ચમચી અજમો
  16. ૧/૨ ચમચી હળદર
  17. ૧ ચમચીલાલ મરચું
  18. ૧ મોટી ચમચીખાંડ
  19. હિંગ
  20. ૧ ચમચીલીંબુનો રસ
  21. ૨ ચમચીતેલ
  22. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લસણની ખાંડી તેમાં મરચું હળદર ધાણાજીરૂ મીઠું ઉમેરી દેવું પ્રેશર કુકરમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગનો વઘાર કરવો ત્યારબાદ તેમાં વાટેલા લસણ વાળો મસાલો ઉમેરી દેવો તેલ છૂટું પડે એટલે તેમાં સમારેલો ગુવાર ઉમેરી દેવો જરૂર મુજબ પાણી ઉમેરી અને પ્રેશર કુકર ની બે સીટી લઈ લેવી

  2. 2

    ઢોકળી બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ ચાળીને લેવો તેમાં એક કપ દહીં અને બે કપ પાણી ઉમેરી તેમાં અજમો હળદર મરચું હિંગ લીંબુનો રસ ખાંડ તેલ મીઠું બધું જ ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવું ત્યારબાદ એક પેનમાં એ બેટરને લઈ ને ઘટ્ટ થાય ત્યાં સુધી કુક કરવું એક પ્લેટમાં તેલ લગાવી ગ્રીસ કરી લેવું તેમાં ઢોકળીનું તૈયાર થયેલું મિશ્રણ ઉમેરી દેવું ઠંડી થયા પછી તેના પીસ કરી લેવા

  3. 3

    પ્રેશર કુકર ખોલી તેમાં ઠંડી થયેલી ઢોકળી ના પીસ ઉમેરી દેવા જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું ચારથી પાંચ ચમચી જેટલું દહીં ઉમેરવું ત્યારબાદ થોડી વાર ઉકાળી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Jethi
Jayshree Jethi @jayshree_jethi
પર

ટિપ્પણીઓ

Similar Recipes