મેયો પનીર ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Mayo Paneer Cheese Grilled Sandwich Recipe In Gujarati)

Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
Gujarat

#ATW1
#TheChefStory
#CookpadIndia
ગ્રીલ્ડ સેન્ડવીચ એ યંગસ્ટર માટેનું એક ખૂબ જ ફેવરેટ ્સટ્રીટ ફૂડ છે. યંગસ્ટર્સને ચીઝ પનીર મેયો ખૂબ જ પસંદ આવતું હોય છે. અને એ બધું જો ગ્રીલ્ડ સેન્ડવીચ ના ફોર્મ માં મળે તો તો મજા જ પડી જાય. સ્પાઇસી અને ચટપટી લાગતી આ ગ્રીલ્ડ સેન્ડવીચ મારા ઘરમાં દરેકની ફેવરેટ છે. બહાર જઈએ ત્યારે ચોક્કસ ખાવાની જ. ઘરે બનાવેલી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તરત જ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1પેકેટ બ્રેડ
  2. 1/4 કપમેયોનીઝ
  3. 3 ટેબલ સ્પૂનરેડ ચીલી સોસ
  4. 3 ટેબલ સ્પૂનટોમેટો સોસ
  5. 3 ટેબલ સ્પૂનતીખો ટોમેટો સોસ
  6. 1 ચમચીમિક્સ હરબ્સ
  7. 1 ચમચીચીલી ફ્લેક્સ
  8. 1 ચમચીપેરી પેરી મસાલા
  9. 1 ચમચીસેન્ડવીચ સીઝનીંગ
  10. 1 કપપનીર ના ટુકડા
  11. 1/2 કપ ખમણેલું ચીઝ
  12. 2 નંગડુંગળી ઝીણી સમારેલી
  13. 2 નંગમરચા બારીક સમારેલા
  14. 1 ચમચીમરી પાઉડર
  15. 1/4 ચમચી કાશ્મીરી લાલ મરચું
  16. મીઠું સ્વાદ પ્રમાણે
  17. 1 ચમચીઝીણું સમારેલું લસણ
  18. 2 મોટી ચમચીલીલા ધાણા ઝીણા સમારેલા
  19. બટર જરૂર પ્રમાણે
  20. લીલી ચટણી સર્વ કરવા માટે
  21. ટોમેટો સોસ સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક બાઉલ લો. એમાં બધા સોસ, હર્બ્સ ચીલી ફ્લેક્સ, પેરી પેરી મસાલા, સેન્ડવીચ સીઝનીંગ, મેયોનીઝ ઉમેરો. પનીર ના ટુકડા અને ખમણેલું ચીઝ પણ ઉમેરો.

  2. 2

    હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી ધાણા લીલા મરચા અને મરી પાઉડર ઉમેરો.

  3. 3

    લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    પનીર ચીઝ અને મયોનિસ વાળું સ્પાઈસી સ્ટફિંગ તૈયાર છે.

  5. 5

    બે બ્રેડ ની સ્લાઈસ લો. જરૂર પૂરતું બટર લગાડો. જરૂરી માત્રામાં સ્ટફિંગ ભરી બીજી બટર વાળી સ્લાઈસ મૂકી ઉપરથી ફરી બટર લગાડી ટોસ્ટરમાં ગ્રીલ કરી લો.

  6. 6

    આ રીતે બધી ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી ટોમેટો સોસ અને લીલી ચટણી જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
પર
Gujarat
she is a Home Baker and A craft lover person. She loves to make yummy food for family.
વધુ વાંચો

Similar Recipes