વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg mayo grill sandwich recipe in Guj.)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#RB7
#week7
#cookpadgujarati
#cookpadindia
#cookpad
આજે મેં મિક્સ વેજીટેબલ વાળી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે અને તેમાં પણ મેયોનીઝ ઉમેરીને. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. આ સેન્ડવીચને આપણે બાળકોના લંચબોક્સમાં, પાર્ટીમાં સ્નેક્સ તરીકે કે પછી સાંજ ના લાઈટ ડીનરમાં પણ બનાવી શકીએ છીએ. મેયોનીઝનો ક્રીમી ટેસ્ટ આ સેન્ડવીચને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/4 કપસમારેલી ડુંગળી
  2. 1/4 કપસમારેલા ગ્રીન કેપ્સિકમ
  3. 1/4 કપસમારેલી કોબી
  4. 1/4 કપખમણેલું ગાજર
  5. 1/4 કપસમારેલા લીલા ધાણા
  6. 1/4 કપબાફેલી અમેરિકન મકાઈ ના દાણા
  7. 4 Tbspમેયોનીઝ
  8. 1 Tspચાટ મસાલો
  9. 1 Tspરેડ ચીલી ફ્લેક્સ
  10. 1/2 Tspમરી પાવડર
  11. 1/2 Tspઓરેગાનો
  12. સ્વાદ અનુસારમીઠું
  13. બ્રેડ સ્લાઈસ
  14. બટર
  15. ગ્રીન ચટણી
  16. ગાર્નિશીંગ માટે ખમણેલું ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા જ વેજિટેબલ્સને એક બાઉલમાં ભેગા કરી તેમાં મેયોનીઝ, ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ, મરી પાવડર, ઓરેગાનો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  2. 2

    બ્રેડ સ્લાઈસ લઈ તેમાં એક બાજુ બટર અને ગ્રીન ચટણી લગાવવાના છે.

  3. 3

    હવે તેના પર તૈયાર કરેલું ફીલિંગ ઇકવલી સ્પ્રેડ કરવાનું છે. તેના પર તૈયાર કરેલી બ્રેડની બીજી સ્લાઈસ મૂકી હાથથી થોડી પ્રેસ કરવાની છે.

  4. 4

    આ સેન્ડવિચને ઉપર અને નીચે બંને તરફ બટર લગાવી ગ્રીલ કરવાની છે. જેથી વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ સર્વ કરવા માટે તૈયાર થઇ જશે.

  5. 5
  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes