ઉત્તપમ પીઝા (Uttapam Pizza Recipe In Gujarati)

Bansi patel
Bansi patel @Bansi123
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. ૧ કપઢોસાનું ખીરૂ
  2. ૬ ટેબલસ્પૂનપીઝા સૉસ
  3. ૧ (૧/૨ ટીસ્પૂન)તેલ, ચોપડવા માટે
  4. ૧/૨ કપપાતળા સ્લાઇસ કરેલા કાંદા
  5. ૧/૨ કપપાતળા સ્લાઇસ કરેલા સિમલા મરચાં
  6. ૬ ટેબલસ્પૂનખમણેલું મોઝરેલા ચીઝ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઉત્તપમ પીઝા બનાવવા માટે, એક નોન-સ્ટીક તવાને ગરમ કરો અને ૧/૨ ટીસ્પૂન તેલનો ઉપયોગ કરીને ગ્રીસ કરો.એક ચમચા જેટલું ખીરૂ રેડવું અને ઉત્તપમ બનાવવા માટે ગોળાકાર ગતિમાં ફેલાવો અને બંને બાજુથી આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી બંને બાજુ થી રાંધી લો.

  2. 2

    સ્વચ્છ, સૂકી જગ્યા પર ઉત્તપમ મૂકો, તેના ઉપર ૨ ટેબલસ્પૂન પીઝા સૉસ નાંખો અને તેને સરખી રીતે ફેલાવો.
    તેની ઉપર થોડા કાંદા અને સિમલા મરચાં ફેલાવો.

  3. 3

    અંતમાં તેના પર સરખે ભાગે ૨ ટેબલસ્પૂન ચીઝ ફેલાવો.

  4. 4

    એક નોન-સ્ટીક તવાને ગરમ કરો, તેના પર ઉત્તપમ પીઝા રાખો, ઢાંકણથી ઢાંકીને ધીમા તાપ પર ૩ મિનિટ સુધી અથવા ચીઝ ઓગળે ત્યાં સુધી પકાવો.
    ઉત્તપમ પીઝા તૈયાર કરો.
    ઉત્તપમ પિઝાને ૪ સમાન ટુકડાઓમાં કાપો અને તરત જ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi patel
Bansi patel @Bansi123
પર

ટિપ્પણીઓ

Similar Recipes