ઉત્તપમ પીઝા (No Oven Pizza)

Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
Vadodara

#noovenbaking

#No yeast
#માઇઇબુક
#પોસ્ટ_૨૫

મારી દીકરીને પીઝા ખાવા હતા તો મારે મેંદો નહોતો ખવડાવો એટલે મેં રવા ના બેઝનો ઉપયોગ કર્યો અને તેમાં પણ સાઉથના ઉત્તપમનો સ્વાદ પણ આપ્યો. તો એને તો બહુ જ મજા પડી અને મને પણ એવું થયું કે હેલ્ધી પીઝા ખાધાં એટલે ટેંશન તો નહીં.
નેહા બહેન ની રેસીપી જોઈ ને મેં રવામાંથી ઉત્તપા પિઝા બનાવ્યા અને ઉત્તપમનો તકડાં થી વધારે સ્વાદિષ્ટ વાનગી બનાવી.

ઉત્તપમ પીઝા (No Oven Pizza)

1 કમેન્ટ કરેલ છે

#noovenbaking

#No yeast
#માઇઇબુક
#પોસ્ટ_૨૫

મારી દીકરીને પીઝા ખાવા હતા તો મારે મેંદો નહોતો ખવડાવો એટલે મેં રવા ના બેઝનો ઉપયોગ કર્યો અને તેમાં પણ સાઉથના ઉત્તપમનો સ્વાદ પણ આપ્યો. તો એને તો બહુ જ મજા પડી અને મને પણ એવું થયું કે હેલ્ધી પીઝા ખાધાં એટલે ટેંશન તો નહીં.
નેહા બહેન ની રેસીપી જોઈ ને મેં રવામાંથી ઉત્તપા પિઝા બનાવ્યા અને ઉત્તપમનો તકડાં થી વધારે સ્વાદિષ્ટ વાનગી બનાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૯૦ મિનિટ
૪ નંગ પીઝા
  1. ૧ કપરવો
  2. ૧ કપદહીં
  3. ૧/૨ કપપાણી
  4. ૧/૨ ટી સ્પૂનરાઈ
  5. ૧/૨ ટી સ્પૂનવરિયાળી
  6. ૧ ટી સ્પૂનછીણેલું આદુ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. તેલ વઘાર માટે
  9. ૬-૭ નંગ લીમડાના પાન ઝીણાં સમારેલાં
  10. પિઝા ટોપિંગ
  11. ૨ નંગસમારેલા ટામેટા
  12. ૨ નંગસમારેલી ડુંગળી
  13. ૧/૨ કપબાફેલી મકાઈ
  14. ૧ ટે સ્પૂનજેલપીનો
  15. ૧ ટે સ્પૂનઓલિવ્ઝ
  16. પીઝા સિઝનિંગ
  17. પીઝા સોસ
  18. મોઝરેલા ચીઝ
  19. મીઠું સ્વાદાનુસાર
  20. તેલ સાંતળવા માટે

રાંધવાની સૂચનાઓ

૯૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં રવો અને દહીં મિક્સ કરી લો. બીજી બાજુ એક પેનમાં તેલ મૂકી રાઈ, વરિયાળી, લીમડાના પાન, આદુ,લીલું મરચું નાખીને ૨ મિનિટ સાંતળો અને તેને રવા ના મિશ્રણ માં નાખીને બરાબર મિક્ષ કરી લો. પછી તેમાં મીઠું નાખી હલાવી ૧ કલાક માટે સેટ થવા મૂકી દો.

  2. 2

    એ પછી પીઝા ટોપિંગ માટે બધા વેજિટેબલ કાપીને તૈયાર કરી લો. એક પેન ગરમ કરવા મૂકી તેમાં તેલ મુકો. તેમાં વેજિટેબલ નાખીને મીઠું નાખી સાંતળો અને તેમાં પીઝા સિઝનિંગ નાખી બરાબર હલાવી મિક્સ કરીને એક બાઉલમાં કાઢી લો.

  3. 3

    હવે તે રવા ઉત્તપમના ખીરામાં સહેજ પાણી નાખી હલાવો. ફરી એક પેન લઈ તેને ગરમ કરી તેને તેલ થી ગ્રીસ કરો. પછી એક ચમચા થી ખીરું લઈ પેનમાં ઉત્તપમ ના સાઈઝનું બેઝ મુકો. નીચે આછું ગુલાબી રંગ થાય ત્યાં સુધી શેકવું પછી બીજી સાઈડ ફેરવી દેવું.

  4. 4

    પહેલી સાઈડ પર જ પીઝા સોસ લગાવી, પીઝા ટોપિંગ મૂકી અને ચીઝ સ્પ્રેડ કરી દો અને ઢાંકણું ઢાંકીને ૫-૬મિનિટ ચીઝ પીગળે અને બીજી સાઈડ થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવા દો.

  5. 5

    એક પ્લેટમાં લઈ કોલ્ડ ડ્રિન્ક સાથે સર્વ કરો ઉત્તપમ પીઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
પર
Vadodara
I just love cooking
વધુ વાંચો

Similar Recipes