મેથી પાલક ની ભાજી નું શાક (Methi Palak Bhaji Shak Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

મેથી પાલક ની ભાજી નું શાક (Methi Palak Bhaji Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. મેથી પાલકની ભાજી બનાવવા માટે ➡️
  2. ૩ કપસમારેલી પાલકની ભાજી
  3. ૨ કપસમારેલી મેથીની ભાજી
  4. ૧ નંગસમારેલી ડુંગળી
  5. ૧ નંગસમારેલ ટામેટું
  6. ૩-૪ કળી સમારેલું લસણ
  7. ૩ નંગસમારેલા લીલાં મરચાં
  8. ૧ ટી.સ્પૂનરાઈ
  9. ૧ ટી.સ્પૂનજીરું
  10. ચપટીહિંગ
  11. ૨ ચમચીતેલ
  12. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  13. ૧ ચમચીધાણાજીરૂ
  14. ૧/૨ ચમચીહળદર
  15. મીઠું સ્વાદ મુજબ
  16. ૧/૨ કપગરમ પાણી
  17. સર્વ કરવા માટે ➡️
  18. જુવારના રોટલા
  19. તળેલા મરચાં
  20. ગોળ
  21. છાસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાલક અને મેથીની ભાજીને બરાબર ધોઈ પાણી નિતારી લો અને બાકીની સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    એક કડાઈમાં તેલ લઈ તેમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી તેમાં લસણ અને લીલાં મરચાં ઉમેરી સાંતળો.

  3. 3

    હવે તેમાં ડુંગળી ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં ટામેટાં ઉમેરી સાંતળો. હવે તેમાં પાણી ઉમેરી બધા મસાલા અને મીઠું ઉમેરી તેને ૨ મિનિટ માટે ઉકાળો.

  4. 4

    હવે તેમાં પાલક અને મેથીની ભાજી ઉમેરી, તેને હલાવ્યા વગર જ તેને ઢાંકીને ૧૦ મિનિટ માટે ચડવા દો.

  5. 5

    ૧૦ મિનિટ બાદ ભાજી સોસાઈ જશે ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી ફરી ૫ મિનિટ માટે ઉકાળો અને ગેસ બંધ કરી દો.

  6. 6

    આ ભાજીને સર્વ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes