પંજાબી થાળી (Punjabi Thali Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

Week2
#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#cookpad
#cookpadindia
#cookpadgujarati

પંજાબી વાનગી ખૂબ જ ફ્લેવરફુલ હોય છે. મરી મસાલા, મલાઈ અને તેજાના નો ઉપયોગ કરીને પંજાબી વાનગી બનાવવામાં આવે છે. મોટાભાગના લોકો પંજાબી વાનગી પસંદ કરે છે.

પંજાબી થાળી (Punjabi Thali Recipe In Gujarati)

Week2
#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#cookpad
#cookpadindia
#cookpadgujarati

પંજાબી વાનગી ખૂબ જ ફ્લેવરફુલ હોય છે. મરી મસાલા, મલાઈ અને તેજાના નો ઉપયોગ કરીને પંજાબી વાનગી બનાવવામાં આવે છે. મોટાભાગના લોકો પંજાબી વાનગી પસંદ કરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ ૧/૨ કલાક
2 સર્વિંગ
  1. બટર રોટી માટે:
  2. 1 કપમેંદો
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૧/૪ ટીસ્પૂનબેકિંગ સોડા
  5. ૧ ટી સ્પૂનખાંડ
  6. ટેબલ સ્પુન ઘી
  7. ૪ ટેબલ સ્પૂનદહીં
  8. પનીર તુફાની ની સામગ્રી:
  9. ૫૦ ગ્રામ પનીર
  10. ૨ ટેબલ સ્પૂનતેલ
  11. ૧ ટીસ્પૂનજીરું
  12. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  13. ૧/૪ કપકેપ્સીકમ ચોરસ ટુકડા કરેલ
  14. ૨ નંગટમેટાની પ્યુરી
  15. ૧/૨ ટેબલ સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  16. ૧/૪ કપદહીં
  17. મીઠું સ્વાદ મુજબ
  18. ૧/૨ ટી સ્પૂનહળદર
  19. ટેબલ સ્પુન ધાણાજીરૂ
  20. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  21. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  22. ૧ ટેબલ સ્પૂનકસૂરી મેથી
  23. આલુ મટર સબ્જી ની સામગ્રી:
  24. ૧/૨ કપલીલા વટાણા
  25. ૨ નંગમીડિયમ સાઇઝના બાફેલા બટાકા
  26. ૨ ટેબલ સ્પૂનતેલ
  27. ૧/૨ ટી સ્પૂનજીરું
  28. ૧ ટુકડોતજ
  29. ૧ નંગ લવિંગ,
  30. ૧ નંગતમાલપત્ર
  31. ૧ નંગ સૂકું લાલ મરચું
  32. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  33. ૧/૨ ટેબલ સ્પૂનઆદુ- મરચા- લસણ વાટેલા
  34. ૨ નંગટામેટા ની પ્યુરી
  35. ૧ ટેબલ સ્પુન કસૂરી મેથી
  36. મીઠું સ્વાદ મુજબ
  37. ૧/૨ ટી સ્પૂનહળદર
  38. ૧ ટેબલ સ્પૂનધાણાજીરું
  39. ૧ ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  40. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  41. દાલ તડકા ની સામગ્રી:
  42. ૧ કપબાફેલી મિક્સ દાળ (તુવેર દાળ, અડદ દાળ, મગછળી દાળ)
  43. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  44. ૧ નંગટામેટું ઝીણું સમારેલું
  45. ૧/૨ ટેબલ સ્પૂનઆદુ લસણ વાટેલા
  46. ૨ ટેબલ સ્પૂનતેલ
  47. ૧ ટી સ્પૂનજીરું
  48. મીઠું સ્વાદ મુજબ
  49. ૧/૨ ટી સ્પૂનહળદર
  50. ૧/૨ ટેબલ સ્પૂનધાણાજીરું
  51. ૧/૨ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  52. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  53. કોથમીર જરૂર મુજબ
  54. જીરા રાઈસની સામગ્રી:
  55. ૧ કપરાંધેલા બાસમતી ભાત
  56. ૧ ટેબલ સ્પૂનઘી
  57. ૧/૨ટેબલ સ્પુન તેલ
  58. ૨ ટી સ્પૂનજીરું
  59. મીઠું સ્વાદ મુજબ
  60. કોથમીર જરૂર મુજબ
  61. પંજાબી સમોસાની સામગ્રી:
  62. કણક માટે:
  63. ૧ કપમેંદો
  64. મીઠું સ્વાદ મુજબ
  65. ૧/૨ ટી સ્પૂનઅજમો
  66. ૨ ટેબલ સ્પૂનઘી
  67. સ્ટફિંગ માટે:
  68. ૧ ટેબલ સ્પૂનઆખા ધાણા
  69. ૧ ટેબલ સ્પૂનવરિયાળી
  70. ૧/૨ ટેબલ સ્પૂનજીરું
  71. ૧/૨ કપવટાણા
  72. ૪ નંગમીડિયમ સાઇઝના બાફીને મેશ કરેલા બટાકા
  73. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  74. ૧/૨ ટેબલ સ્પુન આદુ મરચા લસણ વાટેલા
  75. મીઠું સ્વાદ મુજબ
  76. ૧/૨ ટી સ્પૂનહળદર
  77. ૧ ટેબલ સ્પૂનધાણાજીરૂ
  78. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  79. ૧ ટી સ્પૂનગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૨ ૧/૨ કલાક
  1. 1

    બટર રોટી બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં બધી સામગ્રી લઈ જરૂર મુજબ પાણી ઉમેરી સોફ્ટ કણક બાંધી 1/2 કલાક રેસ્ટ આપો. લોઢીને ગરમ કરવા મુકો. કણક માંથી એક લુવો લઇ રોટી વણી લો. સમારેલી કોથમીર મૂકી ફરીથી વણી લો.

  2. 2

    રોટી ની પાછળ ની સાઈડ પાણી લગાડી ગરમ લોઢીમાં શેકવા મૂકો. લોઢીને ગેસની ફ્લેમ પર ઉંધી કરી ઉપરની સાઈડ ને શેકી લો. રોટી શેકાઈ જાય એટલે ઘી લગાડી દો.

  3. 3

    પનીર તુફાની બનાવવા સૌપ્રથમ એક કટોરીમાં દહીં લઈ સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી સાઈડમાં રાખી દો. એક કડાઈમાં 2 ચમચી તેલ લઈ કેપ્સીકમ ને સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો.

  4. 4

    કડાઈમાં તેલ લઈ તેલ ગરમ થાય એટલે જીરું એડ કરો જીરું તતડે એટલે ડુંગળી અને આદુ લસણની પેસ્ટ ઉમેરો થોડીવાર સાંતળો. ટોમેટોની પ્યુરી ઉમેરો. દહીંનું મિક્ષ્ચર ઉમેરી મિક્સ કરો. જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકીને ધીમી આંચ પર થોડી વાર કુક કરો. કેપ્સીકમ ઉમેરી મિક્સ કરો.

  5. 5

    પનીર ના ટુકડા અને કસૂરી મેથી ઉમેરી મિક્સ કરી ફરીથી ઢાંકણ ઢાંકી તેલ છૂટું પડે ત્યાં સુધી કુક કરો. પનીર તુફાની તૈયાર.(દહીંમાં આપણે પહેલેથી જ બધા મસાલા ઉમેરી દીધા હતા એટલે મસાલા વધારે એડ કરવાની જરૂર રહેતી નથી)

  6. 6

    આલુ મટર સબ્જી બનાવવા માટે એક કટોરામાં પાણી ગરમ કરી તેની અંદર વટાણા ઉમેરી 10 -15 મિનિટ માટે વટાણાને ઢાંકીને રાખી દો. કડાઈમાં તેલ લઈ તેલ થાય એટલે જીરું ઉમેરો જીરું તતડે એટલે તજ લવિંગ તમાલપત્ર ઉમેરો. ડુંગળી અને આદુ લસણ ઉમેરી સાંતળો.

  7. 7

    ટમેટાની પ્યુરી ઉમેરી સાંતળો. બધા મસાલા ઉમેરી મિક્સ કરો.જરૂર મુજબ પાણી ઉમેરો. વટાણા અને બટાકા ઉમેરી ઢાંકણ ઢાંકી થોડીવાર કુક કરો. કસુરી મેથી અને કોથમીર ઉમેરો. આલુ મટર સબ્જી તૈયાર:

  8. 8

    તડકા દાળ બનાવવા માટે કડાઈમાં તેલ લઈ તેલ થાય એટલે જીરું ઉમેરી જીરું તતડે એટલે ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળો.

  9. 9

    ટામેટાં ઉમેરી સાંતળો. બધા મસાલા ઉમેરી મિક્સ કરો જરૂર મુજબ પાણી ઉમેરી ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી કુક કરો. દાળને જેરીને ઉમેરી દો. મિક્સ કરી થોડીવાર કુક કરો. કોથમીર ઉમેરી મિક્સ કરી દો. તડકા દાળ તૈયાર છે.

  10. 10
  11. 11

    જીરા રાઈસ બનાવવા માટે પેનમાં ઘી અને તેલ લઈ ગરમ થાય એટલે જીરું ઉમેરો. જીરુ તતડી જાય એટલે રાંધેલા ભાત ઉમેરી દો સ્વાદ મુજબ મીઠું અને કોથમીર ઉમેરી મિક્સ કરો જીરા રાઈસ તૈયાર છે

  12. 12

    પંજાબી સમોસા બનાવવા માટે કણક માટેની બધી સામગ્રી મિક્સિંગ બાઉલમાં લઈ પ્રોપર મિક્સ કરો. જરૂર મુજબ પાણી ઉમેરી ને કણક તૈયાર કરો.

  13. 13

    પંજાબી સમોસાનુ સ્ટફિંગ સૌપ્રથમ આખા ધાણા વરીયાળી અને જીરું ને ધીમી આંચ પર શેકી લો. દરદરો ખાંડી લો.

  14. 14

    કઢાઈ માટે મૂકી તેલ થાય એટલે તેમાં જીરું ઉમેરો તો તતડે એટલે ડુંગળી વટેલા આદુ મરચાં ઉમેરી સાંતળો. વટાણા ને બાફીને મેસ કરેલા બટાકા ઉમેરી બધા મસાલા અને ખાંડેલો મસાલો ઉમેરી મિક્સ કરો.

  15. 15

    કોથમીર ઉમેરી મિક્સ કરો સમોસા નું સ્ટફિંગ તૈયાર છે.

  16. 16

    સમોસા તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. કણક માંથી એક લુવો લઈ રોટલી વણી લો. વચ્ચેથી એક કાપો પાડી તેના બે ભાગ કરો. એક પાર્ટને લઈને બોર્ડર ઉપર પાણી લગાડી કોન નો શેપ આપો. વચ્ચે સ્ટફિંગ ભરી બોર્ડર ઉપર પાણી લગાડી સમોસાને પેક કરી દો. સમોસાને તેલ માં ડીપ ફ્રાય કરી લો. તૈયાર છે આપણા પંજાબી સમોસા.

  17. 17
  18. 18

    મસાલા છાશ બનાવવા માટે દહીં લઈને તેમાં સ્વાદ મુજબ મીઠું અને શેકેલા જીરાનો પાઉડર ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી જેરીને છાશ બનાવી લો. સર્વિંગ ગ્લાસમાં લઈ ઉપર ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દો. મસાલા છાશ તૈયાર.

  19. 19

    એક થાળી લઈ તેમાં બટર રોટી મૂકો સાઈડમાં સમોસા મૂકો. બંને સબ્જી તડકા દાળ અને રાઈસ ને કટોરીમાં કાઢી થાળીમાં મૂકો. પંજાબી થાળી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes