પાલક કચોરી પૂરી (Palak Kachori Poori Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#BW

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. કચોરી બનાવવા માટે
  2. 1-1/2 કપ લીલા તુવેર દાણા
  3. ૧/૩ કપલીલું લસણ
  4. ૧/૩ કપસમારેલી કોથમીર
  5. ૧ નંગબટાકુ
  6. ૨ ટીસ્પૂનવઘાર માટે તેલ
  7. ૧/૨ ટીસ્પૂનરાઈ
  8. ૩ નંગલીલાં મરચાં
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  11. ૧ ટીસ્પૂનલીંબુનો રસ
  12. ૨ ટીસ્પૂનખાંડ
  13. ચપટીહળદર
  14. લોટ બાંધવા માટે
  15. સવા કપ ઘઉંનો ઝીણો લોટ
  16. ૧ ટીસ્પૂનઝીણો રવો
  17. ૧૦૦ ગ્રામ પાલક ની ભાજી
  18. ૨ નંગલીલાં મરચાં
  19. ચપટીહળદર
  20. મીઠું સ્વાદાનુસાર
  21. ૧/૨ ટીસ્પૂનઅજમો
  22. ૧ ટીસ્પૂનતલ
  23. ૧ ટીસ્પૂનતેલ મોણ માટે
  24. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં તુવેર ના દાણા મરચાં કટરમાં વાટી લો, ત્યારબાદ વઘાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ, ચપટી હળદર ને સાંતળી લો

  2. 2

    ત્યારબાદ તેમાં વાટેલા તુવેર દાણા નાખો, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને બટાકો ધોઇ છોલીને છીણી લો અને ચઢવા દો

  3. 3

    ત્યારબાદ તેમાં વાટેલા મરચાં, લીલું લસણ, કોથમીર ઉમેરો,

  4. 4

    માવો બરાબર ચઢી જાય એટલે તેમાં લીંબુનો રસ, ગરમ મસાલો, ખાંડ નાખો, બધું બરાબર મિક્ષ કરી લો અને ઠંડો પડવા દો

  5. 5

    પૂરી નો લોટ બાંધવા માટે, પાલક, મરચાં ને ધોઈ એક ઉકળતા પાણીમાં ૨ મિનિટ સુધી રહેવા દો, તેને પાણી માંથી બહાર કાઢી ઠંડું પાણી રેડી લો, મિક્સર જારમાં વાટી લો

  6. 6

    ઘઉં ના લોટ માં,રવોઅજમો, તલ, સ્વાદ પ્રમાણે મીઠું, મોણ, પાલક ની પેસ્ટ નાખી પરોઠા જેવો લોટ બાંધવો

  7. 7

    હવે તળવા માટે તેલ ગરમ કરો, લોટ માંથી લુવો લઇ પૂરી વણી લીલવા નુ પુરણ ભરી ચારે ધારો પૅક કરી ફરીથી વણી લો

  8. 8

    મિડીયમ આંચ પર પાલક કચોરી પૂરી તળી લો

  9. 9

    ગરમાગરમ પાલક કચોરી પૂરી સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes