લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)

Apeksha Shah(Jain Recipes)
Apeksha Shah(Jain Recipes) @APKs2021
Ahmedabad

#GA4
#Week13
#તુવેર
#ચીલી- લીલા મરચા
શિયાળામાં તો ગૃહિણીઓ આખો દિવસ Busy Busy ...વિવિધ લીલા શાકભાજી ,દાણા આ બધાાની ખરીદી કરો પછી તેને ફોલો, ચુંટો... અને પછી અવનવી વાનગીઓ બનાવી મજા કરો..લીલવા એટલે તુવેરો... મિત્રો અત્યારે શિયાળાની સિઝન માં મારા ઘરમાં તો લીલવાની કચોરી બની ગઈ તમે બનાવી કે નહી?

લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)

#GA4
#Week13
#તુવેર
#ચીલી- લીલા મરચા
શિયાળામાં તો ગૃહિણીઓ આખો દિવસ Busy Busy ...વિવિધ લીલા શાકભાજી ,દાણા આ બધાાની ખરીદી કરો પછી તેને ફોલો, ચુંટો... અને પછી અવનવી વાનગીઓ બનાવી મજા કરો..લીલવા એટલે તુવેરો... મિત્રો અત્યારે શિયાળાની સિઝન માં મારા ઘરમાં તો લીલવાની કચોરી બની ગઈ તમે બનાવી કે નહી?

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૨૦ મીનીટ
4 લોકો
  1. તુવેરો(લીલવાનું) પુરણ (સટફીંગ)બનાવવા માટે
  2. ૪૦૦ ગ્રામ ફોલેલી તુવેર
  3. ૧ ચમચીતેલ
  4. ૧/૨ ચમચીજીરુ
  5. લીલા મરચા(તમારા સ્વાદ મુજબ લઇ શકો છો)
  6. ૧ કપકોથમીર સમારેલી
  7. મીઠું
  8. લીંબુ નો રસ
  9. કચોરી નું પડ બનાવા માટે
  10. ૩ કપઘઉંનો લોટ અથવા મેંદો
  11. મીઠું
  12. ૫ ચમચીતેલ મોણ માટે
  13. પાણી લોટ બાંધવા
  14. તેલ તળવા માટે
  15. સર્વીંગ માટે ખજુર આંબલીની ચટણી અથવા ટામેટા શોષ અથવા ફુદીના ની ચટણી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૨૦ મીનીટ
  1. 1

    સૌ પહેલા મોટા દાણા વાળી તુવેરો ને ધોઇ કોરી કરી ચીલી કટર અથવા મીક્ષર મા અધકચરી પીસી લેવી. પછી એક લોયામાં તેલ ગરમ મુકી જીરુ હીંગ નાંખી લીલું મરચુ જીણું સમારી તેમાં અધકચરી વાટેલી તુવેરો નાખો. હવે તેમાં મીઠું અને લીંબુ નો રસ મરચા કોથમીર બધુ ઉમેરો બધુ સરસ મીક્ષ કરી દો. લીલવાનું પુરણ (સ્ટફીંગ) તૈયાર.

  2. 2

    હવે લોટ મા મીઠું તેલ લઇ પાણી નાંખી પરોઠા જેવો લોટ બાંધી ૧૫ મીનીટ રાખી દઇ લુવા પાડી કચોરી નું પુરણ ભરી કચોરી તૈયાર કરી તળી લો.

  3. 3

    ગરમાગરમ લીલવાની કચોરી તૈયાર છે તેને જોઈને જ મો મા પાણી આવી જાય તો ફટાફટ પીરસી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Apeksha Shah(Jain Recipes)
પર
Ahmedabad
I love making Jain and innovative items.....🍰🍩🍕🥪🍔🥗🥘🍮🥧🍧🥤🍺🍵☕️
વધુ વાંચો

Similar Recipes