ચણાદાળના દાબેલા વડા

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410

આ વડા દક્ષિણ ભારતમાં વધુ જોવા અને ખાવા મળે છે. તેને તાજા નારિયેળની ચટણી સાથે પાંદડા પર આપવામાં આવે છે.
ગુજરાતમાં તેને તળેલા લીલા મરચા, આંબલીની ગળી ચટણી, કોથમીર-મરચાની લીલી ચટણી કે ખમણ સાથે ખવાતી પીળી કઢી સાથે આપવામાં આવે છે.

ચણાદાળના દાબેલા વડા

2 કમેન્ટ્સ કરેલ છે

આ વડા દક્ષિણ ભારતમાં વધુ જોવા અને ખાવા મળે છે. તેને તાજા નારિયેળની ચટણી સાથે પાંદડા પર આપવામાં આવે છે.
ગુજરાતમાં તેને તળેલા લીલા મરચા, આંબલીની ગળી ચટણી, કોથમીર-મરચાની લીલી ચટણી કે ખમણ સાથે ખવાતી પીળી કઢી સાથે આપવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપચણાની દાળ
  2. ૧૦-૧૨ લસણની કળી
  3. લીલા મરચા
  4. ઈંચ આદુ
  5. લાલ મરયા
  6. ટે. સ્પૂન જીરૂ
  7. ટે. સ્પૂન વરિયાળી
  8. ૨ ચપટીહિંગ
  9. ટે. સ્પૂન મરી (અધકચરા વાટેલા)
  10. ટે. સ્પૂન ચોખાનો લોટ
  11. ૧૦-૧૨ લીમડાના પાંદડા
  12. મોટી ડુંગળી (ઝીણી સમારેલી)
  13. ૧/૨ કપકોથમીર (ઝીણી સમારેલી)
  14. મીઠું સ્વાદ મુજબ
  15. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  16. ૧/૨ ટી સ્પૂનધાણા પાવડર
  17. ટે. સ્પૂન પાણી (જરૂર પડે તો જ લેવું)
  18. ટે. સ્પૂન ગરમ તેલ
  19. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળને ૪-૫ વાર ધોઈ લેવી. પછી ચોખ્ખા પાણીમાં પલાળવી અને ઢાંકીને ૩-૪ કલાક રહેવા દેવી. ત્યારબાદ તેમાંથી બધુ પાણી કાઢી લઈ, તેમાંથી ૧/૨ કપ દાળ અલગ કાઢી લેવી. બાકીની દાળને મિક્ષરમાં લેવી.

  2. 2

    હવે તેમાં લસણ, લાલ અને લીલા મરચા, આદુ, મરી, જીરૂ, વરિયાળી, હિંગ, મીઠો લીમડો તથા ચોખાનો લોટ ઉમેરી થોડું કકરું રહે તેમ ક્રશ કરી લેવું. (જરૂર લાગે તો ૧-૨ ટે.સ્પૂન પાણી લઈ શકાય.) હવે તેને એક મોટી તાવડીમાં કાઢી લેવું.

  3. 3

    હવે તેમાં અલગ રાખેલી આખી ચણાની દાળ, ગરમ મસાલો, ધાણા પાવડર ઉમેરી મીક્ષ કરી ૧૫ મીનીટ ઢાંકીને રાખવું.

  4. 4

    હવે તેમાં ડુંગળી તથા ગરમ તેલ ઉમેરી સરસ રીતે મિક્ષ કરી લેવું.

  5. 5

    હવે હાથમાં બે ટીપા તેલ લઈ હાથ મસળી લેવા. પછી તેમાંથી લીંબુ સાઈઝના નાના-નાના બોલ બનાવી, સહેજ દાબી ચપટી ટીકી બનાવવી. (કિનારીથી સહેજ ફાટે તો ચિંતા ના કરવી)

  6. 6

    બધી ટીકી એક ડીશમાં મુકવી. (તમે એક એક બનાવીને પણ ડારેક્ટ તળવા મુકી શકો છો.)
    તળવાની ૨ રીત :-
    (૧) હવે મીડીયમ આંચ પર ગેસ ચાલુ કરી, તેલ ગરમ થાય એટલે તેમાં ટીકી ઉમેરવી. પહેલી ૨ મીનીટ અડવું નહિ. ત્યારબાદ તેને ફેરવી બીજી બાજુ પણ થવા દેવા. વડા થોડા ડાર્ક બ્રાઉન થાય એટલે કાઢી લેવા.
    (૨) તેલ ગરમ થાય એટલે તેમાં ટીકી ઉમેરી, એક મીનીટ થવા દેવું અને સહેજ રંગ બદલાય એટલે કાઢી લેવી. પછી બધી ઠંડી થવા દેવી. ત્યારબાદ ફરી તળવી. થોડા ડાર્ક બ્રાઉન થાય એટલે કાઢી લેવા.

  7. 7

    તો આપણા એકદમ ટેસ્ટી ચણાની દાળના ક્રીસ્પી દાબેલા વડા તૈયાર છે.😋😋😋😋
    તમે જરૂર બનાવજો🥰🥰🥰
    આ વડાને કોપરાની ચટણી સાથે આપવામાં આવે છે. પણ તમે આ વડાને કોથમીર-મરચાની ગ્રીન ચટણી, ટોમેટો સોસ, તળેલા લીલા મરચા, કે સમારેલી ડુંગળી સાથે પણ ખાઈ શકો છો☺️☺️☺️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes