વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410

#EB
# WEEK5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપવાલ
  2. ૧/૨ કપચણાનો લોટ
  3. ૧/૪ કપગોળ
  4. આંબલી-ટામેટાની ચટણી : ૨ ટે. સ્પૂન
  5. આદુ- મરચા : ૨ ટે. સ્પૂન
  6. તેલ : ૨ ટે. સ્પૂન
  7. ટી સ્પૂનહીંગ : ૧/૮
  8. હળદર : ૧ ટી. સ્પૂન
  9. ધાણાજીરૂ પાઉડર : ૧. ૧/૨ ટે. સ્પૂન
  10. લાલ મરચું પાઉડર : ૧ ટે. સ્પૂન
  11. ૨ નંગઆખા લાલ મરચા :
  12. મીઠું સ્વાદ મુજબ
  13. ૨ નંગતમાલપત્ર :
  14. કોથમીર : ૧૨-૧૫ પાંદડા
  15. મીઠો લીમડો : ૮-૧૦ પાંદડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં પાણીમાં વાલ નાખી, ૫ મીનીટ ગરમ કરી, તેને ઢાંકી આખી રાત (૮-૧૦ કલાક)રહેવા દેવું. સવારે બધુ પાણી કાઢી, વાલને કુકરના ડબ્બામાં પાણી અને ૧/૨ ટી સ્પૂન મીઠુ નાખી કૂકરની ૨ સીટી વાગે ત્યાં સુધી બાફી લેવા.

  2. 2

    ગેસ ચાલુ કરી, એક તાવડીમાં તેલ લેવું. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, અજમો, હળદર, મરચું નાખવું.

  3. 3

    ત્યારબાદ તેમાં ધાણાજીરૂ નાખી હલાવી લેવું. પછી તેમાં વાલ ઉમેરવા. હવે તેમાં લાલ આખા મરચા તથા મીઠો લીમડો ઉમેરવા.

  4. 4

    હવે તેમાં પાણી નાખી હલાવી લેવું. હવે એક વાસણમાં ચણાનો લોટ લઈ, તેમાં પાણી નાખી હાથથી મસળીને પ્રવાહી જેવું કરવું. (લોટના ગઠ્ઠા ના રહે તે જોવું.)

  5. 5

    ત્યારબાદ ચણાલોટના પ્રવાહીને ગરણીમાં ગાળી વાલમાં નાખવું. પછી તેમાં થોડું થોડું મરચું, હળદર, મીઠું, ધાણાજીરૂ તથા ગોળ નાખવો.

  6. 6

    હવે તેમાં આદું-મરચાની પેસ્ટ, આંબલી- ટામેટાની ચટણી તથા તમાલપત્ર ઉમેરવા. ત્યારબાદ પ મીનીટ થવા દેવું. પછી ગેસ બંધ કરી દેવું.

  7. 7

    હવે કોથમીર ભભરાવી દેવી. એકદમ સ્વાદિષ્ટ વાલ તૈયાર છે.😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

Top Search in

Similar Recipes