વાટીદાળ ના ખમણ (Vati Dal Khaman Recipe in Gujarati)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410

#CT

અમારા અમદાવાદની ઘણી બધી વાનગીઓ પ્રખ્યાત છે. જેમકે, નવતાડના સમોસા, રાયપુરના ભજીયા, આનંદના દાળવડા, લક્ષ્મીની પાણીપુરી અને દાસના ખમણ.
દાસના ખમણ બહુ જ પ્રખ્યાત છે. મેં અહીં દાસના વાટીદાળના ખમણની રેસીપી મુકી છે.

વાટીદાળ ના ખમણ (Vati Dal Khaman Recipe in Gujarati)

#CT

અમારા અમદાવાદની ઘણી બધી વાનગીઓ પ્રખ્યાત છે. જેમકે, નવતાડના સમોસા, રાયપુરના ભજીયા, આનંદના દાળવડા, લક્ષ્મીની પાણીપુરી અને દાસના ખમણ.
દાસના ખમણ બહુ જ પ્રખ્યાત છે. મેં અહીં દાસના વાટીદાળના ખમણની રેસીપી મુકી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપચણાની દાળ
  2. ૧/૨ કપદહીં
  3. ૧ ટી સ્પૂનહીંગ
  4. ૧/૨ ટી સ્પૂનહળદર
  5. પાઉચ ઈનો
  6. ટે. સ્પૂન આદુ-મરચાની પેસ્ટ
  7. ૧.૧/૨ (દોઢ) ટી સ્પૂન ખાવાનો સોડા
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૧ કપપાણી
  10. વઘાર માટે :-
  11. ૧/૨ કપતેલ
  12. ટે. સ્પૂન રાઈ
  13. ૧/૨ ટી સ્પૂનહીંગ
  14. ૧૨-૧૫ પાંદડા મીઠો લીમડો
  15. ટે. સ્પૂન તલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણાની દાળને ૩-૪ વાર પાણીથી ધોઈ, પછી પાણીમાં ૫ કલાક પલાળવી. પછી બધુ પાણી કાઢી ચોખ્ખા પાણીથી ધોઈ લેવી. ત્યારબાદ ચારણી રાખી બધુ પાણી કાઢી નાખવું.

  2. 2

    હવે મીક્ષરમાં ૨ ભાગમાં ચણાની દાળમાં 1/2-1/2 દહીં, હીંગ અને હળદર નાખી ક્રશ કરી લેવું. (થોડું અધકચરૂં રાખવાનું) હવે તેમાં ઈનો નાખી સરસ રીતે મીક્ષ કરવું. પછી તેને ઢાંકી ૭-૮ કલાક આથો લાવવા મુકી દેવું.

  3. 3

    આથો આવી ગયા પછી ખમણ બનાવવાના સમયે તેમાં મીઠું તથા આદુ-મરચાની પેસ્ટ નાખી બરાબર મીક્ષ કરી દેવું. જરૂર મુજબ પાણીનો ઉપયોગ કરીને આખરી ખીરૂં તૈયાર કરવું. (ખીરૂં વધારે પાતળું કે વધારે ઘટ્ટ ના હોવું જોઈએ)

  4. 4

    ગેસ પર મોટી આંચ પર ઢોકળાના કુકરમાં પાણી ગરમ કરવા મુકવું. ખમણની થાળીને તેલથી ગ્રીસ કરી લેવી. હવે એક વાડકામાં ૨ કપ ખીરૂં લઈ તેમાં ૧/૨ ટી સ્પૂન ખાવાનો સોડા નાખી, સરસ રીતે હલાવવું. અને પછી તેને ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દેવું. પછી કૂકરમાં ૭-૮ મીનીટ માટે થવા દેવું. ત્યારબાદ ચપ્પાથી ચેક કરી થાળી બહાર કાઢી ઠંડું થવા દેવું. (આ રીતે બીજા ખીરાના પણ ખમણ બનાવી લેવા.

  5. 5

    થાળીમાં ખમણ સહેજ ઠંડા થાય એટલે ચપ્પાથી કાપા પાડી લેવા. અને એક મોટા વાડકામાં કાઢી લેવા.

  6. 6

    હવે વઘાર માટે ગેસ પર તાવડીમાં ૧/૨ કપ તેલ ગરમ કરવા મુકવું. તેમાં રાઈ, લીમડો, હીંગ તથા તલ નાખી બરાબર ગરમ થાય એટલે તેને ટુકડા કરેલ ખમણ પર પાથરી સરસ રીતે હલાવી લેવું. હવે તેના પર ખમણેલું કોપરાં ભભરાવવું. તો ચાલો આપણા અમદાવાદના દાસના વાટીદાળના ખમણ જેવા જ ખમણ તૈયાર છે. હવે તમારી પસંદગીની ચટણી સાથે મજા માણો😋😋☺️☺️😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

Similar Recipes