ખાટા ઢોકળાં

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

ગુજરાતી ને ઢોકળાં બહું ભાવે જો બેટર તૈયાર હોય તો 10 -15 મીનીટ માં ઢોકળાં નાસ્તા માટે તૈયાર થઈ જાય છે...

ખાટા ઢોકળાં

ગુજરાતી ને ઢોકળાં બહું ભાવે જો બેટર તૈયાર હોય તો 10 -15 મીનીટ માં ઢોકળાં નાસ્તા માટે તૈયાર થઈ જાય છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 1 કપચણા દાળ
  2. 1/2 કપચોખા
  3. 1/4 કપઅડદ દાળ
  4. 1/4મગદાળ
  5. 1 ચમચીમરચુ પાવડર
  6. 1/4 ચમચીહીંગ
  7. મીઠું જરુર મુજબ
  8. પાણી જરુર મુજબ
  9. 1/4 ચમચીહળદર
  10. 1પેકેટ ઇનો
  11. 2 મોટી ચમચીતેલ
  12. 1 ચમચીમેથી દાણા
  13. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    બધી દાળ અને ચોખા અલગ અલગ 8 કલાક પલાળી રાખી પીસી લો..જરુર મુજબ પાણી નાખી બેટર તૈયાર કરી એમા મેથી દાણા ઉમેરી ઉપર ડુંગળી ના 2-4 ફોતરા મુકી 8 કલાક ઢાંકી દો જેથી આથો સારો આવે.

  2. 2

    ઢોકળીયામા પાણી ગરમ મુકી બેટર મા સુકા મસાલા અને ઇનો ઉમેરી મીકસ કરો.

  3. 3

    તેલ થી ગ્રીશ કરેલી પ્લેટ મા બેટર ઉમેરી ઉપર પસંદગી મુજબ લાલ મરચું પાવડર ભભરાવી 15-17 મીનીટ પાકવા મુકો..

  4. 4

    પસંદગી મુજબ પીરસો...કાચા પણ તેલ અને લસણ ની ચટણી સાથે ખાઇ શકાય અને 2 ચમચી તેલ ગરમ કરી રાઇ,હીગ,લીમડાનો વઘાર કરી પણ પીરસી શકાય....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

Similar Recipes