ચોખા ના લોટ નું ખીચું (પાપડી નો લોટ)

Rinku Nagar
Rinku Nagar @cook_15812608

ચોખા ના લોટ નું ખીચું (પાપડી નો લોટ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪  વ્યક્તિ
  1. ૩ કપ પાણી
  2. ૧ કપ ચોખા નો લોટ
  3. ૨ ચમચી વાટેલા લીલા મરચાં
  4. ૧ ચમચી જીરુ
  5. ૧/૨ ચમચી અજમો
  6. ૧/૪ ચમચી પાપડીયો ખારો
  7. મીઠું સ્વાદ મુજબ (૧/૨ ચમચી)
  8. ૩-૪ ચમચી તેલ
  9. ૨ ચમચી મેથી નો મસાલો (આચાર મસાલો)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં ૩ કપ પાણી લેવું.

  2. 2

    પાણી ગરમ થાય એટલે તેમાં ૧/૨ ચમચી મીઠું, ૧/૪ ચમચી પાપડીયો ખારો (સાજી ના ફૂલ પણ નાખી શકાય) નાખવો.૧ ચમચી જીરુ નાખવું.૧/૨ ચમચી અજમો નાખવો. ૨ ચમચી વાટેલા લીલા મરચાં નાખવા.

  3. 3

    ત્યારબાદ પાણી ને બરાબર ઉકળવા દેવું.

  4. 4

    હવે તેમા ચોખા નો લોટ ઉમેરવો.

  5. 5

    પછી તરત જ હલાવવું, ગાંઠો ના રહે તે રીતે બરાબર મિક્સ કરવું.

  6. 6

    ત્યારબાદ તેને ઢાંકી ને ૧૦ મીનીટ ચઢવા દેવું.

  7. 7

    ૧૦ મિનિટ બાદ ગેસ બંધ કરી દો.હવે તેને એક બાઉલ લઇ લેવું.

  8. 8

    તેની ઉપર ૨-૩ ચમચી તેલ અને મેથી નો મસાલો નાંખીને સર્વ કરવું.

  9. 9

    ગરમા ગરમ ખીચું (પાપડી નો લોટ) તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinku Nagar
Rinku Nagar @cook_15812608
પર

ટિપ્પણીઓ (2)

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે

Similar Recipes