વેજ. સીઝલર

Food Carnival
Food Carnival @cook_17756525

#SG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ સીઝલર પ્લેટ
  1. ભાત બનાવવા માટે:
  2. ૧ ૧/૨(દોઢ) કપ રાંધેલા બાસમતી ભાત
  3. ૨ ટી.સ્પૂન તેલ
  4. ૧ ટી.સ્પૂન બટર
  5. ૧/૨ કપ સમારેલા મિક્સ શાકભાજી (કાંદા, કેપ્સિકમ, ગાજર,કોબી)
  6. ૧/૪ કપ બાફેલી મકાઈ
  7. ૧ ટે.સ્પૂન આદુ મરચા લસણની પેસ્ટ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧ ટી.સ્પૂન લાલ મરચું
  10. ૧ ટે.સ્પૂન હોટ એન્ડ સ્વીટ સોસ
  11. ટીકી બનાવવા માટે:
  12. ૩ નંગ (૨૫૦ ગ્રામ) બાફીને છોલેલા બટેટા
  13. ૧/૨ કપ ઝીણા સમારેલા શાકભાજી (કોબી, ગાજર, કેપ્સિકમ)
  14. ૧ કપ બાફેલા વટાણા
  15. ૧ ટે.સ્પૂન છીણેલું બીટ (બાફેલુ નહિ, કાચુ વાપરવુ)
  16. ૧ ટી.સ્પૂન આદુ મરચાની પેસ્ટ
  17. મીઠું સ્વાદાનુસાર
  18. ૧ ટે.સ્પૂન આમચૂર પાવડર
  19. ૧ ટી.સ્પૂન ખાંડ
  20. ૧/૨ કપ સમારેલી કોથમરી
  21. ૧ કપ ફ્રેશ બ્રેડ ક્રમ્બ્સ
  22. ૪ ટે.સ્પૂન કોર્નફ્લોર
  23. ૬ ટે.સ્પૂન પાાણી
  24. તળવા માટે તેલ
  25. સોસ બનાવવા માટે:
  26. ૫ ટે.સ્પૂન ટોમેટો સોસ
  27. ૨ ટે.સ્પૂન સેઝવાન સોસ
  28. ૧ ટે.સ્પૂન પીઝા સોસ
  29. સોતે વેજિટેબલ્સ (શેકેલા શાકભાજી) બનાવવા માટે:
  30. ૧/૨ કપ લાંબા સમારેલા કેપ્સિકમ
  31. ૧/૨ કપ લાંબા સમારેલા ગાજર
  32. ૧/૨ કપ લાંબા સમારેલા કાંદા
  33. ૧/૨ કપ બાફેલા બેબીકોર્ન
  34. ૧/૨ કપ લાંબી સમારેલી કોબી
  35. ૨ ટી.સ્પૂન ઓલિવ ઓઇલ
  36. મીઠું સ્વાદાનુસાર
  37. ૧ ટે.સ્પૂન આદુ મરચા લસણની પેસ્ટ
  38. ૧ ટી.સ્પૂન મરી પાવડર
  39. અન્ય સામગ્રી:
  40. ૨ બટેટાની ફ્રેન્ચ ફ્રાઇઝ અથવા ૧૦૦ ગ્રામ ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઇઝ તળી લેવી
  41. કોબીના આખા પાન ૩ નંગ
  42. ૨ ટે.સ્પૂન બટર+૧ ટે.સ્પૂન પાાણી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક નોનસ્ટીક વાસણ માં તેલ અને બટર ગરમ કરી આદુ મરચા લસણની પેસ્ટ નાખી ૧/૨ મિનિટ શેકવું

  2. 2

    તેમાં કાંદા મિક્સ શાકભાજી નાખી ૨-૩ મિનિટ સાંતળવું

  3. 3

    તેમાં બાફેલી મકાઈ નાખી મિક્સ કરવું

  4. 4

    તેમાં રાંધેલા ભાત, મીઠું, લાલ મરચું પાવડર તથા હોટ એન્ડ સ્વીટ સોસ નાખી મિક્સ કરવું અને ગેસ બંધ કરી કોથમરી નાખવી

  5. 5

    એક બાઉલ માં બાફીને છોલેલા બટેટા અને બાફેલા વટાણા લઇ તેને મેશ કરવા

  6. 6

    તેમાં છીણેલું બીટ, ઝીણા સમારેલા શાકભાજી, આદુ મરચાની પેસ્ટ, મીઠું, આમચૂર પાવડર, ખાંડ અને કોથમરી નાખી મિક્સ કરવું

  7. 7

    એક બાઉલ માં કોર્નફ્લોર,પાણી અને મીઠું નાખી સ્લરી બનાવવી

  8. 8

    ટીકી બનાવવા માટેનું તૈયાર કરેલ મિશ્રણ માંથી ટીકી બનાવવી

  9. 9

    ટીકીને કોર્નફ્લોરની સ્લરીમાં ફોર્કની મદદથી બોળવી

  10. 10

    સ્લરીમાંથી કાઢી બ્રેડક્રમ્બ્સ થી કોટિંગ કરવું અને તેને ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવી

  11. 11

    એક નોનસ્ટીક પેનમાં ઓલિવ ઓઇલ ગરમ કરી તેમાં આદુ મરચા લસણની પેસ્ટ નાખી લાંબા સમારેલા કાંદા,કેપ્સિકમ,કોબી, ગાજર, નાખી ૨-૩ મિનિટ શેકવું. તેમાં બાફેલા બેબીકોર્ન નાખવા. મીઠું અને મરી પાવડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરવો.

  12. 12

    બટેટાને છોલી ચીપ્સ કટરથી કટ કરી તેેલમાં તળી ફિંગર ચીપ્સ બનાવવી અથવા ૧૦૦ ગ્રામ ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઇઝ (રેડીમેઇડ મળે છે) તળી લેવી.

  13. 13

    સોસ બનાવવાની બધી સામગ્રી એક બાઉલ માં ભેગી કરી મિક્સ કરી સોસ તૈયાર કરવો

  14. 14

    સીઝલર પ્લેટ ને ખુબ ગરમ કરવી અને તેના પર કોબી ના પાન ગોઠવવા

  15. 15

    તેમાં એક સાઇડ તૈયાર કરેલ ભાત મુકવા

  16. 16

    બીજી સાઇડ સોતે વેજિટેબલ્સ (શેકેલા શાકભાજી) ગોઠવવા

  17. 17

    વચ્ચે ફ્રેન્ચ ફ્રાઇઝ ગોઠવવી અને ઉપર ટીકી મુકવી

  18. 18

    બધા પર તૈયાર કરેલ સોસ રેડવો અને ગેસ બંધ કરી સીઝલર પ્લેટ ને લાકડાના સ્ટેન્ડમાં ગોઠવવી

  19. 19

    ગરમ પલેટ પર કોબી ના પાન નીચે બટર અને પાણી નાખવાથી સીઝલીંગ થશે એ સીઝલર તરતજ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Food Carnival
Food Carnival @cook_17756525
પર

Similar Recipes