મિક્સ  વેજ- મિક્સ  ફાડા ખીચડી

asharamparia
asharamparia @Asharamparia

#કૂકર
#India post 5
#goldenapron
7th week recipe
આજે હું એક એવી રેસીપી લઇને આવી છું જે આપણા ગુજરાતી ઓની ઓળખ સમાન છે તેમજ આપણા દેશ ના વિવિધ પ્રાંતો માં પણ પોતાના ટેસ્ટ પ્રમાણે બનતી એવી આ વાનગી છે.જે કુકરમાં ખુબજ ઝડપથી બની જાય છે. "મિક્સ વેજીટેબલ અને મિક્સ ફાડા ની ખીચડી ." સામાન્ય રીતે આપણે એવું માની એ કે ખિચડી બિમારી માં જ ખવાય પણ ના....મિત્રો ,આ રીતે બનાવેલી ખિચડી ખુબ જ ટેસ્ટી અને પૌષ્ટિક છે અને તેના ફાયદા પણ ઘણા છે જેમકે ખિચડી માં ઘી નાખી ને ખાવા થી વાત્ત કે પિત્ત થતું નથી. મરી અને બીજા ખડા મસાલા નો ઉપયોગ કરવા થી આ ખીચડી ગેસીયસ પણ નથી. જે પચવા માં સરળ તો છે જ ..સાથે જ ફાઇબર, કાર્બોહાઇડ્રેટ,પ્રોટીન થી ભરપૂર છે. તો મિત્રો હેલ્થી એવી "મિક્સ વેજ-ફાડા ખિચડી "ની રેસીપી નીચે મુજબ છે જે આપ સૌને જરુર પસંદ આવશે.

મિક્સ  વેજ- મિક્સ  ફાડા ખીચડી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 વાટકી ચોખા
  2. 2 ચમચીમકાઈના ફાડા
  3. 2 ચમચીબાજરીના ફાડા
  4. 2 ચમચીજુવારના ફાડા
  5. 2 ચમચીધઉં ના ફાડા
  6. 2 ચમચીમગ ની ફોતરા વાળી દાળ
  7. 1 ચમચીતુવેર દાળ
  8. 1 ચમચીસીંગદાણા
  9. 1વાટકી કોબીજ
  10. 1જીીણુ સમારેેલુ બટેટુ
  11. 1ગાજર
  12. 1રીંગણ
  13. 3 ચમચીલીલા વટાણા
  14. 1ડુંગળી (ઓપ્શનલ)
  15. 1લીલુ મરચું
  16. 3 ચમચીવઘાર માટે તેલ
  17. 1 ચમચીરાઇ-જીરું
  18. મીઠા લીમડાનાં પાન
  19. આદૂ-લસણ ની પેસ્ટ
  20. 3લવિંગ
  21. 2તજ
  22. 1/2 ચમચીમરી પાવડર
  23. 1લાલ સુકુુ મરચું
  24. ચપટીહિંગ
  25. સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર, હળદર, મીઠું, ગરમ મસાલો
  26. 2-3 ચમચીઘી અથવા જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધાં જ શાકભાજી ને ઘોઇ-સાફ કરી જીણા સમારી લેવા. બઘા ફાડા અને ચોખા મિક્સ કરી લઇ સાફ કરી લેવા ત્યાર બાદ એક વાસણ માં લઇ સ્વચ્છ પાણી થી 2 થી 3 વખત વોશ કરી થોડુ પાણી ઉમેરી 1/2 કલાક માટે સાઈડમાં મુકી દેવા.

  2. 2

    સૌ પ્રથમ કુકરમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થઈ જાય પછી રાઇ-જીરું નો વઘાર કરી હીંગ ઉમેરો ત્યાર બાદ મીઠા લીમડાનાં પાન,લાલ સુકું મરચું,તજ,લવિંગ,આદૂ-લસણ ની પેસ્ટ ઉમેરી વધાર ને સોડમ આપો ત્યાર બાદ તેમાં સમારેલા લીલાં શાકભાજી એડ કરી થોડીવાર (5 મિનિટ)સાંતળો. ત્યાર બાદ ધોઇ ને પલાળેલા મિક્સ ફાડા ઉમેરો
    અને 3થી 4 મિનિટ માટે સાંતળો.હવે તેમાં બધાં મસાલા જેવા કે લાલ મરચું પાવડર,હળદર,મીઠું,ગરમ મસાલો,મરી પાવડર ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    બધું મિક્સ કરી ને જરુર મુજબ પાણી ઉમેરો(છૂટી ખિચડી ભાવતી હોય તો પ્રમાણસર પાણી એડ કરવું પરંતુ આ ખિચડી લચકા જેવી વઘારે સારી લાગે જેથી હું માત્રા માં વધુ પાણી એડ કરું છું) અને પાણી ઉકળે પછી કુકર ને બંધ કરી 3થી4 વ્હીસલ લઈ ગેસ બંધ કરી દો અને ખિચડી ને સીજવા દો.જેથી બઘાં જ મસાલા ની ફ્લેવર ફાડા માં બેસી જાય અને ખિચડી ખુબ જ ટેસ્ટી લાગે.

  4. 4

    આ ખિચડી એમ જ ખાઇ શકાય છે તેમ છતાં જો રેગ્યુલર કઢી અને રોટલા કે પરોઠા સાથે ખાવા માં આવે તો મજા જ પડી જાય.મેં પણ "મિક્સ વેજ-ફાડા ખીચડી" રેગ્યુલર કઢી અને બિસ્કિટ ભાખરી અને ખીચીયા પાપડ સાથે સર્વ કરી છે જે તમને બધાં ને ચોકકસ પસંદ પડશે.

  5. 5

    મેં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ

Similar Recipes