ચટાકેદાર દૂધીનાં મૂઠિયાં

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#ટીટાઈમ

આજે ટીટાઈમ કોન્ટેસ્ટમાં હું પોસ્ટ કરું છું, એક પરંપરાગત ગુજરાતી રેસીપી જેનું નામ છે દૂધીનાં મૂઠિયાં. જે બધા જ ગુજરાતીનાં ઘરમાં બનતા જ હોય છે. પરંતુ આ પરંપરાગત વાનગી છે. જે પરંપરાગત રીતે જો શીખવા મળી હોય તો જ પરફેક્ટ બનાવી શકાય છે. નહીંતર ગળે બાજે એવાં કઠણ અને ચવ્વડ રબ્બર જેવાં મૂઠિયાં બને છે. આ રેસીપી મારા દાદી મારા પરદાદી પાસેથી શીખેલા અને મારા મમ્મી મારા દાદી પાસેથી શીખેલા. હું મમ્મી પાસેથી શીખ્યો છું. મારા દાદી એમ કહે છે કે જે વહુએ સાસુનાં ક્લાસ ભર્યા હોય એ પરંપરાગત રેસીપી સારી બનાવી શકે છે જેમકે મૂઠિયાં, હાંડવો, ઢેબરાં, ઢોકળા વગેરે. એ સિવાય ઓનલાઈન ઘણી બધી રેસીપી હોય છે પણ પ્રેક્ટિકલ નોલેજ ન હોય તો થોડી ઘણી ભૂલ થાય તો રેસીપી પરફેક્ટ બનતી નથી. તો આજે હું પોસ્ટ કરું છું મારા ઘરની રીત પ્રમાણે દૂધીનાં મૂઠિયાં બનાવવાની રીત જે ખાવામાં પોચા રૂ જેવા છે અને સ્વાદમાં તો લાજવાબ બનશે. સાથે આજે હું મૂઠિયાં પરફેક્ટ બને એ માટે અમુક ટીપ્સ પણ આપું છું, તો આ પ્રમાણે ધ્યાન રાખીને બનાવીએ તો ચોક્કસ મૂઠિયાં સરસ જ બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૮-૧૦ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ - ઘઉંનો ઝીણો લોટ
  2. ૨૫૦ ગ્રામ - ઘઉંનો જાડો લોટ
  3. ૧ કિલો - દૂધી
  4. ૨ ચમચી - અજમો
  5. ૧ ૧/૨ ચમચી - હળદર
  6. ૧/૨ ચમચી - લાલ મરચું
  7. ૫ ચમચી - આદુ-મરચાંની પેસ્ટ
  8. સ્વાદાનુસાર - મીઠું
  9. ૪ ચમચી - ખાંડ
  10. ૧/૨ ચમચી - હીંગ
  11. ૧/૨ ચમચી - કુકિંગ સોડા
  12. ૨ ચમચા - તેલ
  13. ૪ ચમચી - દહીં
  14. જરૂર મુજબ - પાણી
  15. વઘાર કરવા માટે
  16. ૧ કપ - તેલ
  17. ૨ ચમચી - રાઈ
  18. ૩ ચમચી - તલ
  19. ૧/૪ ચમચી - હીંગ
  20. ૨ નંગ - સૂકા લાલ મરચા
  21. સજાવટ માટે - દાડમનાં દાણા

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉંના ઝીણા તથા જાડા લોટને ચાળીને મિક્સ કરો.

  2. 2

    તેમાં અજમો, હળદર, મરચું, આદુ-મરચાની પેસ્ટ, મીઠું, ખાંડ, હીંગ, કુકિંગ સોડા તથા મોણ માટે તેલ ઉમેરીને લોટને બરાબર મોઈ લો.

  3. 3

    દૂધીને છોલીને છીણી તેમાં દહીં ઉમેરો. તેને મોયેલા લોટમાં ઉમેરી મિક્સ કરો. હળવા હાથે લોટ નરમ લોટ બાંધો, દૂધીનું પાણી વળશે એટલે લોટ બાંધવા પાણીની જરૂર નહીં પડે તો પણ જરૂર જણાય તો અડધો કપ જેટલું પાણી ઉમેરી હાથથી મૂઠિયાં થેપી શકાય એવો લોટ તૈયાર કરો.

  4. 4

    બંને હાથની હથેળીમાં તેલ લગાવી બનાવેલા લોટમાંથી મૂઠીયાં વળાય એટલો લોટ હાથમાં લઈ હળવા હાથે હથેળીની મદદથી થેપીને મૂઠિયાં તૈયાર કરો. આ રીતે બધા મૂઠિયાં તૈયાર કરી, ઢોકળિયામાં અડધું પાણી ભરી ઉપરની ટ્રે ને તેલથી ગ્રીસ કરી લો, ઢાંકણ બંધ કરી ઢોકળિયાને ૧૦ મિનિટ માટે સ્ટીમ કરો. પછી વાળેલા મૂઠિયાંને ટ્રેમાં ગોઠવો. વધારે બન્યા હોય તો ઉપરા-છાપરી મૂકવા. ઢાંકણ બંધ કરીને ૧૦ મિનિટ ઊંચી આંચે મૂઠિયાં સ્ટીમ કરો.

  5. 5

    ત્યારબાદ મધ્યમ આંચે ૩૫ મિનિટ સ્ટીમ થવા દો. વચ્ચે વચ્ચે થોડીવારે ઢાંકણ ખોલી ચેક કરો. જો ઢોકળીયામાં પાણી બળી જાય એવું લાગે તો એક મૂઠિયાંને કાઢીને ટ્રે નાં કાણામાંથી પાણી ઉનેરી શકાય છે. જો ઉપરા-છાપરી મૂઠિયાં ગોઠવ્યા હોય તો ૧૫ મિનિટ પછી નીચેનાં મૂઠિયાં ઉપર અને ઉપરનાં નીચે એમ ગોઠવો જેથી બરાબર સ્ટીમ થાય અને કચાશ ન રહે. ટોટલ ૪૫ મિનિટ પછી ગેસ બંધ કરો, સ્ટીમ થયેલા મૂઠિયાંને એક થાળીમાં કાઢી ઠંડા કરો. ઠંડા થાય પછી ચપ્પા વડે ટુકડા કરો.

  6. 6

    વઘાર કરવા માટે એક કઢાઈમાં તેલ લઈ ગરમ કરો તેમાં રાઈ, હીંગ, સૂકા લાલ મરચા ઉનમેરી વઘાર તતડે પછી તેમાં તલ ઉમેરીને તરત જ તેમાં સમારેલા મૂઠિયાં ઉમેરી મિક્સ કરો. મધ્યમ આંચે ૭-૮ મિનિટ પકાવો સાથે સાથે મિક્સ કરતા રહો. બહારનું પડ સહેજ લાલ થાય પછી ગેસ બંધ કરો.

  7. 7

    તૈયાર મૂઠિયાંને સર્વિંગ પ્લેટમાં કાઢી દાડમનાં દાણાથી સજાવો, આદુવાળી ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Priyangi Pujara
Priyangi Pujara @TheDivine
નિગમ ભાઈ જો તમને વાંધો ના હોય તો હું આ રેસિપી મારા ખુદ ના રેકોર્ડ માટે મારા એકાઉન્ટ પર અપલોડ કરૂ ? હું સ્ટોરી સેક્શન માં recipe courtesy તરીકે તમારું નામ mention કરીશ.

Similar Recipes