ફરાળી દાડમ કાકડીનું રાયતું

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#માસ્ટરક્લાસ

મિત્રો, આપણે વિવિધ પ્રકારનાં રાયતાં જમવાની સાથે સાઈડ ડીશ તરીકે ખાતા હોઈએ છીએ. તો આજે હું એક ફરાળી રાયતાંની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઉપવાસ માટે આ રાયતું બેસ્ટ છે. તો શરૂ કરીએ આજની રેસીપી.

ફરાળી દાડમ કાકડીનું રાયતું

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માસ્ટરક્લાસ

મિત્રો, આપણે વિવિધ પ્રકારનાં રાયતાં જમવાની સાથે સાઈડ ડીશ તરીકે ખાતા હોઈએ છીએ. તો આજે હું એક ફરાળી રાયતાંની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઉપવાસ માટે આ રાયતું બેસ્ટ છે. તો શરૂ કરીએ આજની રેસીપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ નંગ કાકડી
  2. ૧૦૦ ગ્રામ દહીં
  3. ૧/૪ કપ દાડમનાં દાણા
  4. ૧ નંગ લીલું મરચું
  5. ૧/૨ ચમચી મરી પાવડર
  6. ૧/૨ ચમચી વાટેલું જીરું
  7. સ્વાદાનુસાર સિંધવ
  8. ૨ ચમચી સીંગદાણાનો ભૂકો
  9. જરૂર મુજબ સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાકડીને છીણીને એક બાઉલમાં લો તેમાં દહીં, દાડમનાં દાણા, ઝીણું સમારેલું લીલું મરચું, મરી પાવડર, વાટેલું જીરું, સિંધવ, સીંગદાણાનો ભૂકો તથા સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરો.

  2. 2

    ફ્રીજમાં થોડીવાર માટે ઠંડુ કરી સર્વ કરો. ફરાળી રાયતું બનાવ્યું છે એટલે રાઈની દાળ ઉમેરી નથી.

  3. 3

    તૈયાર છે ફરાળી દાડમ-કાકડીનું રાયતું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes