ખાટા મગ અને મસાલા પાલક થેપલા

Mita Shah
Mita Shah @cook_18082404

#કઠોળ...
મગ ખૂબ જ પૌષ્ટિક છે એ તો સૌ જાણે જ છે.. મગ પચવામાં પણ હલકા છે.. મગ ચલાવે પગ.. એવું માનવામાં આવે છે..મારી કોઈ જ ઈચ્છા નહોતી અહીં પોસ્ટ કરવાની.. પણ આજે સવારે મગ અને પાલકનુ શાક બનાવ્યું ને તે વધી ગયું ,ને રેસિપી બની ગઈ.. હવે બની જ ગયી છે તો પોસ્ટ તો કરવી જ રહી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી ખાટા મગ લસણ વાળા
  2. ૧ /૨ વાટકી પાલકનુ પંજાબી સ્ટાઇલનું શાક
  3. ૨ વાટકી ઘઉંનો લોટ
  4. ૧ ચમચી મરચું, ધાણાજીરું
  5. 1/૪ ચમચી હળદર
  6. મીઠું સ્વાદઅનુસાર
  7. તેલ થેપલાં શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટમાં મગ,પાલકનુ શાક અને મસાલા નાંખી લોટ બાધી લો. મોણની જરૂર નથી.. શાકમાં સારા એવા પ્રમાણમાં બટર અને તેલ છે..ને મગ માં પણ થોડું ઘણું તેલ છે.

  2. 2

    હવે,ગેસ પર લોઢી ગરમ કરો, એ દરમિયાન લોટમાંથી થેપલું વણી લો. હવે લોઢીમાં મૂકી બંનેબાજુ શેકી લો.. તેલ મૂકી ક્રીસ્પી શેકીલો.સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mita Shah
Mita Shah @cook_18082404
પર

ટિપ્પણીઓ

Similar Recipes