મગ મસાલા અને  મગ નું  ઓસામણ (Moong Masala / Moong Osaman Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

લગભગ બધા જ ગુજરાતી ઘરો માં સોમવારે અને બુધવારે મગ બનતા જ હોય છે. મેં આજે મસાલાવાળા મગ અને ઓસામણ બનાવ્યું છે ,જે મને ખાત્રી છે કે તમને પસંદ પડશે.મગ ચલાવે પગ , એટલે બન્ને વાનગી બહુજ હેલ્થી છે.
#RC4
#Week4

મગ મસાલા અને  મગ નું  ઓસામણ (Moong Masala / Moong Osaman Recipe In Gujarati)

લગભગ બધા જ ગુજરાતી ઘરો માં સોમવારે અને બુધવારે મગ બનતા જ હોય છે. મેં આજે મસાલાવાળા મગ અને ઓસામણ બનાવ્યું છે ,જે મને ખાત્રી છે કે તમને પસંદ પડશે.મગ ચલાવે પગ , એટલે બન્ને વાનગી બહુજ હેલ્થી છે.
#RC4
#Week4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 સર્વ
  1. મગ માટે :
  2. 1/2 કપ મગ (1/2 કલાક પલાળેલા)
  3. 1/2 ચમચીછીણેલુ આદુ
  4. 1/2 ચમચીલાલ મરચું
  5. 1/2 ચમચીધાણાજીરુ
  6. 1/4 ચમચીહળદર
  7. ચપટીસાકર
  8. 1/2 ચમચીલીંબુનો રસ
  9. મીઠું
  10. મગ ના વઘાર માટે :
  11. 1 ચમચી તેલ
  12. ચપટીહીંગ
  13. ઓસામણ માટે : 11 /2 કપ મગ નું પાણી
  14. 1/4 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ મીઠું
  15. 1લીલા મરચાં ની ચીર
  16. 1/4 ચમચીગોળ
  17. મીઠું
  18. ઓસામણ ના વઘાર માટે :
  19. 1/2 ચમચી ઘી
  20. 1/4જીરું
  21. 5-6લીમડાનાં પાન
  22. ચપટીહીંગ
  23. કોપરું અને કોથમીર સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    મગ માટે : પલાળેલા મગ નું પાણી ફેંક દો. ચોખ્ખું પાણી નાંખી પેશર કુકર માં 3 સીટી લો.કુકર ઠંડુ પડે પછી ખોલી ને અંદર થી મગ કાઢી એમાં 2 કપ પાણી નાંખી, હલાવી ને 5 મીનીટ સાઈડ પર રાખો.પછી આ પાણી ઉપર થી નિતારી ને બીજા વાસણ માં લો. આ મગ નું ઓસામણ છે.એને સાઈડ પર રાખો.

  2. 2

    એક પેન માં તેલ ગરમ કરી અંદર હીંગ નાંખી મગ વઘારવા.અંદર બધો મસાલો નાખી મિક્સ કરવું આદુ અને લીલાં મરચાં ની ચીર, સાકર અને1/2 કપ પાણી નાંખી ઉકાળવું. ગેસ બંધ કરી કોથમીર છાંટી ગરમ જ સર્વ કરવું.

  3. 3

    ઓસામણ માટે : એક તપેલીમાં ઓસામણ ઉકળવા મુકીને અંદર મસાલો કરવો ગોળ નાંખી ઉકાળવું..વઘારીયા ઘી લઈ જીરું સોતે કરવું. લીમડાનાં પાન અને હીંગ નાંખી ઓસામણ ઉપર વઘાર રેડવો. 2-3 મીનીટ ઉકાળવું. કોપરું અને કોથમીર થી સુશોભિત કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Similar Recipes