રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ બનાવવા માટે તુવેરની દાળ મગની ફોતરાવાળી દાળ ચણાની દાળને બેથી ત્રણ પાણીએ ધોઈ ને ત્રણથી ચાર સીટી લઇને બાફી લો
- 2
હવે એક પેનમાં ઘી મૂકી તેમાં રાઈ જીરૂ મરચાં સમારેલા ટમેટા ડુંગળી સમારેલી લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ નાખીને બધું બરાબર સાંતળી લો
- 3
ત્યારબાદ તેમાં બાફેલી દાળ નાખો અને જરૂર મુજબ પાણી નાખો અને તેને પાંચથી દસ મિનિટ માટે ઉકળવા દો ત્યારબાદ તેમાં સ્વાદાનુસાર મીઠું લાલ મરચું પાવડર હળદર લીંબુનો રસ અને કોથમીર નાખીને ગરમ કરો. દાળ થોડીક જાડી રાખવાની છે
- 4
હવે બાટી બનાવવા માટે ઘઉંનો ઝીણો લોટ લઇ તેમાં ઘીનું મુઠી પડતું મોણ નાખવાનો છે. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો ખાવાનો સોડા નાખી મીડીયમ લોટ બાંધવા નો છે કઠણ પણ નહીં અને નરમ પણ નહિ
- 5
હવે લોટ લઇ તેમાં થી નાનો લુઓ લઇ તેને ગોળ વાળીને તેમાં વચ્ચે પ્રેસ કરી ફરીથી ગોળ વાળો ત્યારબાદ ફરીથી વચ્ચે પ્રેસ કરો અને ગોળ વાળીને ક્રોસ આપવાનો છે ત્યારબાદ તેને સરસ રીતે ગોળ વાળી લો. આ રીતે બાટી બનાવવાની છે
- 6
હવે અપ્પમ મેકર લઈ તેમાં ઘી મૂકીને બાટીને ધીમા ગેસ પર શેકવાની છે. પાંચથી દસ મિનિટમાં માં બાટી તૈયાર થઈ જશે
- 7
તૈયાર છે દાલબાટી જેને તમે લીંબુ ડુંગળી અને મરચા સાથે લઈ શકો છો.
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ