વેજ ખડા મસાલા ઈન બ્રાઉન ગ્રેવી

Priyangi Pujara
Priyangi Pujara @TheDivine
Malawi, Africa

#રેસ્ટોરન્ટ
#goldenapron3

મિત્રો આજ ની તારીખ માં પણ એક બહોળો વર્ગ રેસ્ટોરન્ટ માં પંજાબી ખાવા જતો હોય છે. પંજાબી ફૂડ રોક્સ ! પણ જો તમે પંજાબી સબ્જીની ઘણી ખરી એક સરખા ટેસ્ટ ની ગ્રેવી થી કંટાળી ગયા હોવ તો આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો.
ડુંગળી આ સબ્જી નું કિંગ ઇન્ગ્રેડીયન્ટ છે. મેં અમાં કાચી ડુંગળી, બાફેલી ડુંગળી, તળેલી ડુંગળી, ગુલાબી ડુંગળી અને સફેદ ડુંગળી (સલાડ માં) -આમ જુદી જુદી રીતે ડુંગળી વાપરી છે.
તો પ્રસ્તુત છે ડુંગળી ની અલગ અલગ જાતની ફ્લેવર્સ, સાથે ખડા મસાલા, સોયાસોસ અને વેજિટેબલ ની માઈલ્ડ ફ્લેવર્સ વાળું વેજ ખડા મસાલા ઈન બ્રાઉન ગ્રેવી.

વેજ ખડા મસાલા ઈન બ્રાઉન ગ્રેવી

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#રેસ્ટોરન્ટ
#goldenapron3

મિત્રો આજ ની તારીખ માં પણ એક બહોળો વર્ગ રેસ્ટોરન્ટ માં પંજાબી ખાવા જતો હોય છે. પંજાબી ફૂડ રોક્સ ! પણ જો તમે પંજાબી સબ્જીની ઘણી ખરી એક સરખા ટેસ્ટ ની ગ્રેવી થી કંટાળી ગયા હોવ તો આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો.
ડુંગળી આ સબ્જી નું કિંગ ઇન્ગ્રેડીયન્ટ છે. મેં અમાં કાચી ડુંગળી, બાફેલી ડુંગળી, તળેલી ડુંગળી, ગુલાબી ડુંગળી અને સફેદ ડુંગળી (સલાડ માં) -આમ જુદી જુદી રીતે ડુંગળી વાપરી છે.
તો પ્રસ્તુત છે ડુંગળી ની અલગ અલગ જાતની ફ્લેવર્સ, સાથે ખડા મસાલા, સોયાસોસ અને વેજિટેબલ ની માઈલ્ડ ફ્લેવર્સ વાળું વેજ ખડા મસાલા ઈન બ્રાઉન ગ્રેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫ સર્વિંગ
  1. 200 ગ્રામડુંગળી તળવા માટે
  2. 150 ગ્રામડુંગળી કાચી પેસ્ટ માટે
  3. ૨૫ ગ્રામ કાજુ (એક કલાક પાણીમાં પલાળવા)
  4. 2 ટેબલ સ્પૂનઆદુ મરચા લસણની પેસ્ટ
  5. ૧ ટામેટુ
  6. મીઠું
  7. અડધી ચમચી હળદર
  8. સ્વાદ મુજબ લાલ મરચું પાવડર
  9. ટુકડાફ્લાવરના ૬-૭ મોટા
  10. અડધી ચમચી ગરમ મસાલો
  11. 1 ચમચીસોયા સોસ
  12. ૬-૭ બેબી પોટેટોસ અથવા ૨ મોટા બટાકા
  13. અડધો કપ વટાણા
  14. 4નંગ બેબી ઓનયન્સ
  15. ૨ થી ૪ ટેબલ સ્પૂન પનીર
  16. ૬ ટેબલસ્પૂન તેલ વઘાર માટે
  17. તળવા માટે તેલ
  18. તજ લવિંગ મરી એલચી (૨-૨-૨-૨)

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બટાકા છોલીને એમાં ફોક વડે કાણા પાડો. મોટા બટાકા વાપરવા ના હોય તો છોલીને એના મોટા ટુકડા કરવા. તેને મીઠાના પાણીમાં અડધો કલાક મૂકી રાખવા અને પછી તળવા. પેસ્ટની ડુંગળી મોટી સમારીને એની પેસ્ટ કરવી. તળવાની ડુંગળીની ઉભી પટ્ટી કાપી બ્રાઉન થાય ત્યાં સુધી તળવી અને પછી એની પેસ્ટ કરવી. કાજુની પેસ્ટ કરવી. ટમેટાની પ્યૂરી કરવી.

  2. 2

    બેબી ઓનિયન ફોલી ને તૈયાર કરવી. તેની સાથે ફ્લાવરના ટુકડા તથા વટાણા ડબલ બોઈલર માં વરાળથી બાફવા. ધ્યાન રહે કે ફ્લાવર માપસરના ચડે નહીં તો તે શાકમાં ઉમેરતા જ ઓગળી જશે. બેબી ઓનિયનની જગ્યાએ મોટી ડુંગળી ના ટુકડા કરીને વાપરવી નહીં કારણકે એમ કરતાં શાકમાં એના પડ છૂટા પડી જતા હોય છે.

  3. 3

    એક પેન માં તેલ લઇ તેમાં તજ લવિંગ મરી અને ઈલાયચી ઉમેરવા. તેમાંથી સુગંધ છૂટે એટલે આદુ-મરચા-લસણની પેસ્ટ સાંતળવી. પછી તેમાં કાચી ડુંગળી ની પેસ્ટ ઉમેરીને સાંતળવી. તે બરાબર સંતળાય એટલે તળેલી ડુંગળી ની પેસ્ટ ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવી.

  4. 4

    હવે તેમાં કાજુની પેસ્ટ, સોયા સોસ, મીઠું,હળદર, અને લાલ મરચું ઉમેરવા. સહેજ સાંતળ્યા બાદ તેમાં ટોમેટો પ્યોરી ઉમેરી બધું મિક્સ કરવું. તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી તેમાં ગરમ મસાલો, બાફેલા શાક તથા તળેલા બટાકા ઉમેરવા. હલકા હાથે બધું મિક્સ કરવું.

  5. 5

    ગ્રેવી માટે જરૂરી પાણી તથા ૨ ટેબલ સ્પૂન પનીર ઉમેરવા. તેલ છૂટું પડે ત્યાં સુધી ઢાંકીને ઉકાળવું. સર્વિંગ પ્લેટમાં કાઢી તેને પનીર વડે ગાર્નિશ કરવું. વેજ ખડા મસાલા ઈન બ્રાઉન ગ્રેવી તૈયાર છે. ઓનિયન રિંગ્સ તથા લીલા મરચાં અને નાન અથવા પરાઠા સાથે ગરમાગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyangi Pujara
Priyangi Pujara @TheDivine
પર
Malawi, Africa
I am a foodie. I love to eat a variety of dishes
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes