જૈન પનીર બટર મસાલા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Purvi Modi
Purvi Modi @PurviModi_1105
Ahmedabad

#જૈન
આ શાકમાં ગ્રેવી માટે ડુંગળી લસણ ને બદલે દૂધી નો ઉપયોગ કર્યો છે. જેને લીધે ગ્રેવી સરસ ઘટ્ટ બને છે અને દૂધી હેલ્ધી તો છે જ. તે ઉપરાંત સ્વાદ પણ ડુંગળી લસણ ની ગ્રેવી જેવો જ આવે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ પનીર ના ટુકડા
  2. ૨ ટેબલસ્પૂન બટર અથવા માખણ
  3. ૧ ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાઉડર
  4. ૧ ટેબલસ્પૂન જૈન કીચન કીન્ગ મસાલો અથવા ગરમ મસાલો
  5. ૧ ટી સ્પૂન ધાણાજીરુ પાઉડર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૧ ટી સ્પૂન ખાંડ
  8. ૧ ટી સ્પૂન કસૂરી મેથી
  9. ૧ ટેબલસ્પૂન મલાઈ
  10. ૧ નાનું સમારેલું કેપ્સીકમ
  11. ગ્રેવી માટે:-
  12. ૨-૩ ટી સ્પૂન તેલ
  13. ૧ ટી સ્પૂન જીરું
  14. ૧ નંગ મોટી ઈલાયચી (એલચો)
  15. ૨ નંગ આખી નાની ઈલાયચી
  16. ૨ કાશ્મીરી સૂકા લાલ મરચાં
  17. ૮-૧૦ નંગ કાજુ
  18. ૨-૩ નંગ લવિંગ
  19. અડધો ઈંચ તજ
  20. ૩ નંગ સમારેલાં ટામેટાં
  21. ૧૦૦-૧૫૦ ગ્રામ ઝીણી સમારેલી દૂધી
  22. મીઠું સ્વાદ મુજબ
  23. ૧/૨ ટી સ્પૂન હળદર

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    ગ્રેવી માટે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરુ ઉમેરો. તજ, લવિંગ, મોટી ઈલાયચી, નાની ઈલાયચી, કાશમીરી સૂકા લાલ મરચાં અને કાજુ ઉમેરીને સહેજ સાંતળો. હવે તેમાં સમારેલી દૂધી અને ટામેટા ઉમેરો. ગ્રેવી ના ભાગ જેટલું મીઠું ઉમેરો. હળદર ઉમેરીને મિક્સ કરો. ઢાંકીને દૂધી અને ટામેટા સરસ ચઢી જાય ત્યાં સુધી થવા દો.(જરૂર પડે તો થોડું પાણી ઉમેરો). ત્યારબાદ મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે મિક્સરમાં પીસી પ્યુરી તૈયાર કરો.

  2. 2

    કેપ્સીકમ ને સમારી સહેજ બટર માં સાંતળી લો.

  3. 3

    એક કઢાઈમાં બટર અથવા માખણ ગરમ કરી તેમાં તૈયાર કરેલી પ્યુરી ઉમેરીને બટર છૂટું પડે ત્યાં સુધી સાંતળો. કાશ્મીરી લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, કીચન કીન્ગ મસાલો અને જરૂર મુજબ નુ મીઠું ઉમેરીને મિક્સ કરો (ગ્રેવી માં મીઠું ઉમેરેલુ છે).

  4. 4

    હવે તેમાં લગભગ એક કપ જેટલું પાણી ઉમેરો. ખાંડ, કસૂરી મેથી અને મલાઈ ઉમેરો. પનીર ના ટુકડા ઉમેરો. ઢાંકીને ધીમા તાપે લગભગ ૫-૭ મિનિટ સુધી થવા દો. છેલ્લે તેમાં સાતળેલુ કેપ્સીકમ ઉમેરીને મિક્સ કરો. તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ જૈન પનીર બટર મસાલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Purvi Modi
Purvi Modi @PurviModi_1105
પર
Ahmedabad
I am house queen and love cooking
વધુ વાંચો

Similar Recipes