વેજીટેબલ હાંડવો [ઝટપટ]

Juliben Dave
Juliben Dave @julidave

#ઇબુક૧
પોસ્ટઃ૩૪

વેજીટેબલ હાંડવો [ઝટપટ]

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઇબુક૧
પોસ્ટઃ૩૪

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧વાટકી ઢોકળાનો લોટ
  2. ૧ ટેબલસ્પૂન દહીં
  3. ૧ વાટકી મિક્સ વેજિટેબલ[ગાજર વટાણા અને બટાટા,લીલા મરચા ]
  4. ૧ ટીસ્પૂન તલ
  5. ૧ ટીસ્પૂન રાય જીરું મિક્સ
  6. ૫ થી ૬ લીમડાના પાન
  7. મીઠું સ્વાદમુજબ
  8. ચપટીહળદર
  9. ચપટીખાવાનો સોડા
  10. તેલ વઘાર માટે
  11. પીરસવા માટે લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઢોકળાના લોટ ને ચાળી એક તપેલીમાં લો
    તેમાં દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરો
    બધું હલાવી સરખું મિક્સ કરી લો
    આ મિશ્રણને આતો લાવવા માટે ૬ થી ૭ કલાક રાખી દો

  2. 2

    આથો આવી જાય એટલેમિશ્રણને હલાવી લેવું
    તેમાં જીણું સમારેલું બટેટું,ગાજર, વટાણા,લીલું મરચું,
    સ્વાદમુજબ મીઠું,હળદરઉમેરો અને સરખું મિક્સ કરી લો
    ચપટી ખાવાનો સોડા ઉમેરો અને ખુબ હલાવી લો

  3. 3

    એક જાડા તળિયાવાળી કડાઈમાં વઘારમાટે તેલ મુકો
    તેલ ગરમ થાય એટલે રાયજીરુ ઉમેરો
    રાય જીરું તતડી જાય એટલે તલ નાખો અને લીમડાના પાન નાખો
    તલ નાખી તરત હાંડવાનું મિશ્રણ જે તૈય્યાર રાખ્યું છે તે પાથરો

  4. 4

    એકવારમાં બે થી ૩ ટેબલ સ્પૂન ખીરું એક હાંડવા માટે પાથરવું
    ઉપર થાળી ઢાંકી દેવીઅને એકદમ ધીમા તાપે હાંડવા ને ચડવા દેવો
    એકબાજુ નીચેની સાઈડ સોનેરી રંગનો કડક થાય એટલે પલટાવી લેવો
    બીજી બાજુ પણ કડક થવા દેવો,જરૂર લાગે તો સહેજ તેલ ઉમેરવું

  5. 5

    બન્ને બાજુ કડક થાય જાય એટલે ગેસ બન્દ કરી બે મિનિટ સીઝવા દેવો
    સીઝી જાય એટલે કટ કરી ચટણી સાથે પીરસવો

  6. 6

    આ હાંડવો કડાઈમાં જ બની જાય છે તેથી હાંડવિયામાં જે જૂની રીતે કરતા હતા
    તેના કરતા ઝડપી બની જાય છે અને બન્ને બાજુ પલટાવેલી હોવાથી સરસ ચડી જાય છે
    જૂની રીતે ચડતા બહુ વાર લાગે છે,તેનું પડ પણ ખુબ જ દળ વાળું થાય છે
    ઠંડો પણ સારો લાગે છે ચા સાથે ચટણી સાથે કે સોસ સાથે ભાવે તેની સાથે
    હાંડવો ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes