રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા ડુંગળી તેમજ ગાજર ને મિડિયમ સાઇઝ માં કાપી તેને એક પેન માં એક ચમચી તેલ નાખી પાંચ મિનિટ ઢાંકી સાંતળવું...
- 2
હવે બધું સંતળાઈ જઈ ત્યારબાદ મિશ્રણ ને ઠંડુ થવા દેવું..ત્યારબાદ તેને મિક્સર માં ગ્રાઇન્ડ કરવું..
- 3
ત્યારબાદ તેમાં એક કપ પાણી નાખી મિશ્રણ ને પેન માં નાખી તેને પાંચ મિનિટ ઉકળવા દેવું..ત્યારબાદ તેમાં મરી, તજ તેમજ જીરા પાવડર, સ્વાદ મુજબ મીઠું તેમજ ખાંડ નાખી પાંચ મિનિટ ઉકળવા દેવું..
- 4
હવે ઉકડી ગયા બાદ તેને એક બાઉલમાં કાઢી તેની ઉપર એક ચમચી મલાઈ નાખી તેમજ ધાણા વડે તૈયાર કરી સર્વ કરવું...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેરોટ ટોમેટો સૂપ
#goldenapron3#week 1#રેસ્ટોરન્ટટામેટાં માં વિટામિન A, K ,C અને B6 હોય છે . ટામેટાં આપના પાચન પણ મદદરૂપ છે.ગાજર માં વિટામિન A બહોળા પ્રમાણ માં હોય છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.નાના બાળકો ને પણ રોજ આપી શકાય એવો આ હેલ્થી અને ટેસ્ટી સૂપ એકવાર જરૂર થી બનાવજો. Upadhyay Kausha -
ટોમેટો કેરટ સૂપ વિથ બ્રેડ ક્રુટોન્સ
#રેસ્ટોરન્ટ#goldenapron3week1આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે સૌથી પહેલા સૂપ અને સ્ટાર્ટર ઓર્ડર કરતા હોઈએ છીએ. સૂપ ઘણા બધા પ્રકારનાં બનતા હોય છે. ટોમેટો સૂપ, હોટ એન્ડ સાવર સૂપ, મનચાઉ સૂપ, સ્વીટ કોર્ન સૂપ, લેમન કોરીએન્ડર સૂપ, વેજ. સ્ટોક સૂપ, આલમંડ બ્રોકલી સૂપ વગેરે. બધા સૂપનો રાજા એટલે ટોમેટો સૂપ જે બધાનો ઓલ ટાઈમ ફેવરીટ સૂપ કહી શકાય. આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે પણ જમવાની શરૂઆતમાં ટોમેટો સૂપ હોય છે. આ સૂપ એ એક એવો સૂપ છે કે જે ઉકળતો હોય ત્યારે તેની સ્મેલ જ એટલી સરસ આવે કે દરેકને પીવાનું મન થઈ જાય છે. આ સૂપની સાથે ક્રીમ તથા બ્રેડ ક્રુટોન્સ સર્વ કરવામાં આવે છે. USA તથા પોલેન્ડમાં ટોમેટો સૂપ એ ખોરાકમાં એક અગત્યનો ઘટક છે. 1857 માં સૌ પ્રથમ વખત ટોમેટો સૂપનો ઉલ્લેખ એલિઝા લેસ્લીએ ન્યૂ કૂકરી બુકમાં કર્યો હતો. 1897 માં જોસેફ એ. કેમ્પેબલની રેસિપી કન્ડેન્સ્ડ ટોમેટો સૂપએ તેની લોકપ્રિયતામા વધારો કર્યો હતો. 100g ટોમેટો સૂપમાં 30kcal મળે છે. તેમાં 0.8g પ્રોટીન, 0.3g ફેટ તથા 7g કાર્બોહાઈડ્રેટ્સ મળે છે. તો આજે આપણે સ્વાદિષ્ટ ટોમેટો કેરટ સૂપ તથા બ્રેડ ક્રુટોન્સ બનાવતા શીખીએ. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20ચોઈસ ઓફ ટોમેટો સૂપશિયાળામાં અને ચોમાસામાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે છે. ફ્રેશ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો સૂપ ખૂબ જ ટેસ્ટી બને છે. સૂપ જાતજાતના બનાવવામાં આવે છે. અહીં મેં ટોમેટો સૂપ બનાવ્યો છે. તેમાં ડુંગળી અને ગાજર એડ કર્યું છે અને ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે. આ સૂપ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
-
-
-
-
-
ટોમેટો વેજ સૂપ
#ડિનર#સ્ટારડિનર માં સૌ પ્રથમ સૂપ લેવામાં આવે છે. અનેક પ્રકાર ના સૂપ માં આ સૂપ સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યવર્ધક અને ખાટું મીઠું લાગે છે.આમાં અનેક શાક ભાજી,ગોળ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Jagruti Jhobalia -
મેક્સિકન સૂપ
#એનિવર્સરી#વિક ૧ફ્રેંડસ આજે કુક પેડ ની એનિવર્સરી સેલિબ્રેટ કરી રહયા છે .કોઈ પણ સેલિબ્રેશન હોય તો ખાવાની શરૂઆત સૂપ થી જ કરતા હોય છે. તો મેં આજે યમી તેંગી મેક્સિકન સૂપ બનાવ્યો છે. Kripa Shah -
ચીઝ કોર્ન ટોમેટો સૂપ
#ટમેટારેસ્ટોરન્ટમાં મળે તેવો જ ટેન્ગી ટેસ્ટનો સ્વાદિષ્ટ સૂપ બનશે. Nigam Thakkar Recipes -
ટોમેટો સૂપ
#એનિવસૅરી Week-1#લવ#ઇબુક૧ #41' હેલ્ધી સૂપ.'શિયાળો હોય ,લોહી જેવા લાલ ટમેટાંની ભરપૂર સિઝન ચાલતી હોય અને ટોમેટો સૂપ ન બનાવીએ એ તે કેમ ચાલે?તો ચાલો હું આજે શક્તિવધૅક,હીમોગ્લોબિન અને વીટામીનથી ભરપૂર એવો પૌષ્ટિક સૂપ બનાવીશ. Smitaben R dave -
-
-
-
આલમન્ડ બ્રોકલી સ્પિનચ સૂપ
#એનિવર્સરી#વીક ૧#સૂપ્સ અને વેલકમ ડ્રિંક્સ#Post 1#ઇબુક૧#૪૧આંખને ગમે તેવુ _ જીભને ભાવે તેવુ _ અને આપણું શરીર સરળતાથી પચાવી શકે તેવું એનિવર્સરી સ્પેશલ આલમન્ડ બ્રોકલી સ્પિનચ સૂપ તૈયાર છે. Bansi Kotecha -
ક્રીમ ઓફ ટોમેટો
#રેસ્ટોરન્ટઆપણે બહાર રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે એપેટાઈઝર તરીકે સૂપ અને સ્ટાર્ટર ઓર્ડર કરતા હોઈએ છે. ખાસ કરીને ટોમેટો સૂપ આબાલ-વૃદ્ધ સૌ નો મનપસંદ હોય છે તો હું આજે એકદમ સરળ રીતે ક્રીમ ઓફ ટોમેટો રેસીપી રજુ કરું છું. Alpa Desai -
-
આદુ ટોમેટો સૂપ
#goldenapron3Week 6#ginger#tomatoઆદુનો રસ શરીર માટે ઘણો જ ફાયદાકારક છે, તે કફ ને દુર કરે છે, શરદી-સળેખમ ને મૂળમાંથી ઉખેડી નાખે છે, હદયના વિકારોને હણે છે . આદુનો રસ સોજા, પેશાબની તકલીફો, કમળો, હરસ, દમ, ખાંસી, જલંદર વગેરે રોગોમાં લાભકર્તા છે .આદુ ના રસ થી ભૂખ માં વધારો અને પાચન શક્તિ માં સુધારો થાય છે. અને..ટામેટાં પણ ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, રક્તને શુદ્ધ કરનાર છે.ટામેટાના સેવનથી લોહીના રક્તકણોનું પ્રમાણ વધે છે. આથી શરીરની ફીક્કાશ દુર થાય છે.ટામેટા ખાવાથી સ્કીન ચમકે છે. તેમજ મેદ ઘટે છે.તે એસીડીટી, ગેસ, મેદસ્વીતા, લોહીની સમસ્યા,કબજીયાત, હરસ અને પાંડુરોગ જેવા રોગ દુર કરે છે.ટામેટાંમાં લોહતત્વની માત્રા પણ ઘણા જ પ્રમાણ માં રહેલી છે .તો તમે બધા પણ જરૂર થી બનાવજો આદુ ટામેટા નો હેલ્ધી સૂપ.... Upadhyay Kausha -
-
વેજ ટોમેટો સૂપ.(Veg Tomato Soup Recipe in Gujarati)
#SJC#Cookpadgujarati આ વેજ ટોમેટો સૂપ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળા દરમ્યાન ઠંડીમાં ગરમાગરમ સૂપ મળી જાય તો મજા આવી જાય. આ પોષ્ટીક સૂપ ઘરે બનાવવો ખૂબ જ સરળ છે. Bhavna Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11568206
ટિપ્પણીઓ