ટોમેટો કેરટ સૂપ વિથ બ્રેડ ક્રુટોન્સ

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#રેસ્ટોરન્ટ
#goldenapron3
week1

આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે સૌથી પહેલા સૂપ અને સ્ટાર્ટર ઓર્ડર કરતા હોઈએ છીએ. સૂપ ઘણા બધા પ્રકારનાં બનતા હોય છે. ટોમેટો સૂપ, હોટ એન્ડ સાવર સૂપ, મનચાઉ સૂપ, સ્વીટ કોર્ન સૂપ, લેમન કોરીએન્ડર સૂપ, વેજ. સ્ટોક સૂપ, આલમંડ બ્રોકલી સૂપ વગેરે. બધા સૂપનો રાજા એટલે ટોમેટો સૂપ જે બધાનો ઓલ ટાઈમ ફેવરીટ સૂપ કહી શકાય. આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે પણ જમવાની શરૂઆતમાં ટોમેટો સૂપ હોય છે. આ સૂપ એ એક એવો સૂપ છે કે જે ઉકળતો હોય ત્યારે તેની સ્મેલ જ એટલી સરસ આવે કે દરેકને પીવાનું મન થઈ જાય છે. આ સૂપની સાથે ક્રીમ તથા બ્રેડ ક્રુટોન્સ સર્વ કરવામાં આવે છે. USA તથા પોલેન્ડમાં ટોમેટો સૂપ એ ખોરાકમાં એક અગત્યનો ઘટક છે. 1857 માં સૌ પ્રથમ વખત ટોમેટો સૂપનો ઉલ્લેખ એલિઝા લેસ્લીએ ન્યૂ કૂકરી બુકમાં કર્યો હતો. 1897 માં જોસેફ એ. કેમ્પેબલની રેસિપી કન્ડેન્સ્ડ ટોમેટો સૂપએ તેની લોકપ્રિયતામા વધારો કર્યો હતો. 100g ટોમેટો સૂપમાં 30kcal મળે છે. તેમાં 0.8g પ્રોટીન, 0.3g ફેટ તથા 7g કાર્બોહાઈડ્રેટ્સ મળે છે. તો આજે આપણે સ્વાદિષ્ટ ટોમેટો કેરટ સૂપ તથા બ્રેડ ક્રુટોન્સ બનાવતા શીખીએ. તો શરૂ કરીએ આજની રેસિપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ ટામેટાં
  2. ૧ નંગ ગાજર
  3. ૧ નંગ બટાકા
  4. ૧/૨ ચમચી કાળા મરી
  5. ૨ ટુકડા તજ
  6. ૧ નંગ તમાલપત્ર
  7. સ્વાદાનુસાર મીઠું
  8. જરૂર મુજબ પાણી
  9. ૩ ચમચી ખાંડ
  10. ૧/૨ ચમચી મરી પાવડર
  11. ૨ સ્લાઈસ બ્રેડ (ક્રુટોન્સ માટે)

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકાને છોલીને ટુકડા કરો, ગાજરને છોલીને સમારીને ટુકડા કરો. ટામેટાં, ગાજર તથા બટાકાને જરૂર મુજબ પાણી તથા ચપટી મીઠું ઉમેરી કૂકરમાં લો. તેમાં કાળા મરી, તજ, લવિંગ, તમાલપત્ર ઉમેરીને બાફો.

  2. 2

    બફાઈ જાય કૂકર ઠરે પછી તેમાંથી તમાલપત્ર કાઢી નાખો. બાફેલા વેજીટેબલ્સને હેન્ડ બ્લેન્ડર વડે ક્રશ કરો. કાણાવાળા વાટકામાં ગાળી લો.

  3. 3

    ગાળેલા સૂપને સોસપેનમાં લઈ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ગરમ કરો. તેમાં મીઠું, ખાંડ તથા મરી પાવડર ઉમેરી ઉકાળો. જો ડાયાબિટીસ પેશન્ટ માટે સૂપ બનાવો તો ખાંડની જગ્યાએ ગોળ ઉમેરી શકાય. ગળપણ ઉમેરવાથી ટામેટાની ખટાશ બેલેન્સ થઈ જશે અને સ્વાદિષ્ટ સૂપ તૈયાર થશે. સૂપ ઉકળીને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો. આપણે આ સૂપમાં બાફવામાં બટાકા ઉમેરેલ છે એટલે સૂપ ઘટ્ટ કરવા કોર્નફ્લોરની સ્લરી ઉમેરવાની જરૂર નથી. તો તૈયાર છે ટોમેટો કેરટ સૂપ.

  4. 4

    હવે આપણે સૂપ સાથે સર્વ કરવા બ્રેડમાંથી ક્રુટોન્સ બનાવીશું. જૂની અને જાણીતી રીત પ્રમાણે બ્રેડનાં ટુકડાને ડીપ ફ્રાય કરીને ક્રુટોન્સ બનાવવામાં આવે છે. પરંતુ મેં બ્રેડનાં ચોરસ ટુકડા કરીને તેને 1 મિનિટ 30 સેકન્ડ માટે માઈક્રોવેવ કર્યા એટલે તેલ વગર જ સરસ ક્રિસ્પી ક્રુટોન્સ તૈયાર થયા. તૈયાર બ્રેડ ક્રુટોન્સને સૂપમાં ઉમેરી ગરમાગરમ સર્વ કરો.

  5. 5

    તો તૈયાર છે ટોમેટો કેરટ સૂપ વિથ બ્રેડ ક્રુટોન્સ.

  6. 6

    સમગ્ર પ્રોસેસ ટૂંકમાં દર્શાવતો ફોટો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes