ફલાફલ કટલેસ

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949

#સ્ટાર્ટર
#એનિવર્સરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨વ્યક્તિ
  1. ૨ વાટકી બાફેલા કાબુલી ચણા
  2. ૨ નંગ ડુંગળી
  3. ૧ વાટકી સમારેલી કોથમીર
  4. ૩ થી ૪ લસણ ની કળીઓ
  5. ૨ કે ૩ લીલા મરચા
  6. ૧ ચમચી મરી પાઉડર
  7. ૧ ચમચી ધાણા પાઉડર
  8. ૧ વાટકો બ્રેડ ક્રમશ
  9. ૧/૨ચમચી બેકિંગ સોડા
  10. તેલ
  11. લીંબુ
  12. મીઠું
  13. ગાર્નિશ માટે ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તો જે દિવસે ફ્લાફલ બનાવવા હોય તેના આગલા દિવસે કબૂલી ચણા ને આખી રાત બોરી નાખવા...ત્યારબાદ તેને બીજા દિવસે બનવાની પર્કીયા કરવાની હોય છે...તેના માટે બે મિડિયમ સાઇઝ ની ડુંગળી સમારી લેવી..૩ થી ૪ બ્રેડ ને મિકસર માં મિક્સ કરી બ્રેડ ક્રમશ તૈયાર કરી લેવું..

  2. 2

    હવે એક મોટા બાઉલમાં ૧ વાટકી કાબુલી ચણા, ડુંગળી લસણ, મરચા,મરી પાઉડર,કોથમીર.તેમજ અડધું લીંબુ નીચવી નાખવું...અને મીઠું સ્વાદ મુજબ નાખવું...ત્યારબાદ બધું મિક્સ કરી દેવું..

  3. 3

    હવે આ બધા મિશ્રણ ને મિક્સર માં નાખી ૨ ચમચી પાણી નાખીગ્રાઇન્ડ કરી નાખવું...મિશ્રણ બહુ લીસુ ના રાખવું...ત્યારબાદ તેમાં જરૂર મુજબ બ્રેડ ક્રમશ તેમજ ચપટી બેકિંગ સોડા નાખી મિશ્રણ તૈયાર કરવું....જો મિશ્રણ વધી પડતું ચોંટે તેવું થઈ તો બ્રેડ ક્રમશ નાખી શકાય...

  4. 4

    હવે મિશ્રણ બરાબર મિક્સ કર્યા બાદ હાથ પર થોડું તેલ લગાવી ગોળ કટલેસ કરવી.. હવે એક પેન માં તેલ મૂકી ફલા ફલ કટલેસ બ્રાઉન કલર થાય ત્યાં સુધી ફ્રાઈ કરવી...

  5. 5

    આ મુજબ રાખવું...ધીમા આંચ પર ફ્રાય કરવી.કારણ કે ચણા આપડે બાફી ને નથી લીધા તે માટે....તો તૈયાર છે હેલ્થ ને ધ્યાન માં રાખી ને બનાવેલ ફલાફળ સ્ટાર્ટર....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949
પર

ટિપ્પણીઓ

Similar Recipes