કલરફૂલ દહીવડા

RITA
RITA @RITA2

#મીલ્કી

કલરફૂલ દહીવડા

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#મીલ્કી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી અડદ ની દાળ
  2. 1/2વાટકી મગની દાળ
  3. 1બાઉલ દહી
  4. 2 1/2 ચમચીખાંડ પાવડર
  5. 1 ચમચીલાલ મરચું પાવડર
  6. 1 ચમચીશેકેલા જીરાનો પાવડર
  7. 1 નાની ચમચીનિમક
  8. 2નંગ લીલા મરચાં ની કટકી
  9. 1 ટુકડોઆદુ ખમણેલું
  10. 2 ચમચીઠંડુ પાણી
  11. પીરસવા માટે
  12. મીઠું દહી
  13. ખજૂર લીબુ ની ચટણી
  14. લીલી ચટણી
  15. બીટ મીક્ષ કરેલું દહી
  16. શકેલા જીરુ નો પાવડર
  17. લાલ મરચું પાવડર
  18. સંચળ પાવડર
  19. કાળા મરીનો પાઉડર
  20. ડેકોરેશન માટે
  21. ધાણા ભાજી
  22. લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા અડદ ની દાળ અને મગની મોગર દાળ ને ત્રણ ચાર વખત પાણીથી ધોઈને ચાર કલાક પલાળી દેવી પછી પાણી માંથી ચારણી માં લઈને અડધી કલાક નીતરવા દેવી.

  2. 2

    દાળ ને મીક્ષ્ચર જાર મા લઈ ને ક્રશ કરી લેવી.વધારે દાળ હોય બે ભાગમાં ક્રશ કરવી કોરી ક્રશ કરવી જરુર પડે તો ઠંડુ પાણી બે ત્રણ ચમચી લઈ શકાય.ક્રશ થઈ જાય એટલે દાળ ને એક પહોળા વાસણ મા કાઢી લેવી

  3. 3

    ક્રશ કરેલી દાળ ને દસ થી પંદર મીનીટ સુધી એકદમ હાથ થી ફીણવા ની છે એક જ ડાયરેકશન મા ફીણવા ની છે ફીણવા નું કારણ એ છેકે એકદમ લીસી અને સ્મુધ થઈ જાય છે.ફીણાઈ ગઈ એ ચેક કરવાં માટે એક વાટકી મા સાદુ પાણી લઈ તેમાં ફીણેલી દાળ ને એક વડા જેટલુ એમાં નાખી ને જોવુ માવો પાણી મા ઉપર તરે તો સમજવું કે સરખું ફીણાઈ ગયું છે

  4. 4

    ક્રશ કરેલી દાળ માં આદુ અને મરચાં ની કટકી નાખી મીઠું નાખી ને મીક્ષ કરી લેવું.હવે ગેસ પર એક પેનમાં તેલ મુકવુ તેલ મીડિયમ તાપે ગરમ થાય એટલે તેમાં મીડીયમ સાઈઝ ના વડા તળી લેવા.

  5. 5

    બધા વડા તળાઈ જાય એટલે પાણી ભરેલા વાસણ માં ડુબાડી દેવા. પંદર વીસ મિનીટ સુધી પાણી મા વડા ને પલળવા દેવા પછી વડા પાણી મા ડુબેલા રહે એટલે વડાનીઉપર એક વાસણ મુકી તેના ઉપર વજન મુકી દેવો

  6. 6

    કઈ રીતે વજન મુકવો તે મે ફોટામા બતાવ્યું છે પંદર વીસ મિનીટ પછી વડા ને પાણી માંથી બહાર કાઢી લેવા અને વડા મા જે પાણી હોય તે બે હથેળી વચ્ચે વડા ને દબાવી ને પાણી કાઢી લેવું

  7. 7

    વડા તૈયાર થઈ ગયા છે. વડા ને સવૅ કરવા માટે મે ખજુર અને લીંબુ નો રસ નાખી ને ચટણી બનાવી છે ખજુર ને પાણીથી ધોઈને પછી ગેસ ઉપર એક પેનમાં ખજુર અને પાણી નાખી ને ઉકાળી લેવું ગેસ બંધ કરી દેવો ખજુર ઠરવા દો ઠરી જાય પછી ખજુર ને મસળી તેનો પલ્પ ગાળી લેવો પલ્પ મા થોડું નિમક લાલ મરચું પાવડર, ધાણા જીરુ પાવડર લીંબુ નો રસ, આદુમરચા ક્રશ કરેલા આ બધું નાંખીને ને ચટણી બનાવી છે.

  8. 8

    લીલી ચટણી રેગ્યુલર જે આપણે બનાવી એ તે મે સવૅ કરી છે દહી ને મેં કલર આપવા માટે બીટ ના પલ્પનો ઉપયોગ કયૉ છે.

  9. 9

    હવે વડા તૈયાર છે.ગરમી ની શરૂઆત થઇ ગઈ છે તો કલરફૂલ દહીવડા ની મોજ માણો.હું વડા સવૅ કરુ છું.

  10. 10

    રીટા દવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
RITA
RITA @RITA2
પર

ટિપ્પણીઓ

Similar Recipes