પંજાબી પનીર પરાઠા પ્રોટિનથી ભરપૂર

Dhara
Dhara @cook_22354825
Junagadh

#કલબ #રોટીસ #પરાઠા #પનીર #પ્રોટિન # સ્ટફપરાઠા #સ્ટફ

પંજાબી પનીર પરાઠા પ્રોટિનથી ભરપૂર

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#કલબ #રોટીસ #પરાઠા #પનીર #પ્રોટિન # સ્ટફપરાઠા #સ્ટફ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ પરાઠાં
  1. લોટ બાંધવા માટે :-
  2. 2કપ ઘઉંનો લોટ
  3. તેલનું મોણ
  4. સ્વાદાનુસાર મીઠું
  5. અડધો ગ્લાસ પાણી
  6. સ્ટફિંગ માટે :-
  7. ૨૦૦ ગ્રામ ખમણેલું પનીર
  8. 1ઝીણી સમારેલી મોટી ડુંગળી
  9. 2ઝીણા સમારેલાં લીલાં મરચાં
  10. ઝીણું સમારેલું અડધું સિમલા મિર્ચ
  11. 1મોટો ચમચો ઝીણી સમારેલી કોથમીર
  12. સ્વાદાનુસાર મીઠું
  13. અડધી ચમચી મારી પાઉડર
  14. ચપટી હિંગ
  15. અડધી ચમચી લાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં આપણે લોટ બાંધીશું. લોટ બાંધવા માટે બધી સામગ્રી મિક્સ કરી લેવી. ત્યાર બાદ રોટલી જેટલો ઢીલો લોટ બાંધી લેવો.

  2. 2

    હવે લોટ ને ૧૫ મિનિટ કૂણપ આવે એ માટે ઢાંકીને મૂકી દઈશું. હવે સ્ટફિંગ તૈયાર કરીશું.તો એ માટે બધી સામગ્રી જોઈ લઈએ. આ બધી સામગ્રી ને એક બાઉલમાં મિક્સ કરી દઈશું.

  3. 3

    હવે પરાઠા બનાવવાનાં શરુ કરીએ. કૂણપ માટે ૧૫ મિનિટ લોટ ને રાખ્યા બાદ ૧-૨ મિનિટ માટે મસળી લેવો. અટામણ માટે કોરો લોટ પણ સાથે રાખવો. હવે એના મોટા લુવા બનાવવાનાં. એ લુવાને અટામણથી કવર કરી ને હાથેથી જ વાટકી જેવો આકાર આપવો.

  4. 4

    હવે એ વાટકી ના આકારમાં ૨-૩ ચમચી જેટલું સ્ટફિંગ ભરવું અને કચોરીની જેમ ગોળો વાળી લેવો. ફરી અટામણથી કવર કરીને ધીમા હાથેથી પરાઠાને વણી લેવું. પરાઠાને જાડું જ રાખવું. બહું પાતળા કરવાથી પરાઠા ફાટી જાવાની શક્યતા વધારે હોઈ છે.

  5. 5

    હવે એક તવો ગરમ કરવા મુકવો અને ગરમ થઇ એટલે થોડું તેલ લગાડીને ગ્રીસ કરી લેવું. ત્યારબાદ વણેલા પરાઠાને તાવ ઉપર મૂકવું.

  6. 6

    પરાઠાને બંને બાજુ બરાબર શેકવું અને તેલ અથવા બટરથી ગ્રીસ કરવું. બંને બાજુ ગોલ્ડાન બ્રાઉન કલર આવે ત્યાંસુધી તાવેથાની મદદથી દાબીને શેકવું.

  7. 7

    હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપરથી બટર મૂકીને ગરમાં-ગરમ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara
Dhara @cook_22354825
પર
Junagadh
હું એક હોમમેઇકર છું. મને નવી નવી વાનગીઓ બનાવવાનો ખુબ જ શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes