લઝાનિયા (Lasagne recipe in Gujarati)

લઝાનિયા, (નેપલ્સ, ઇટાલીથી ઉદભવેલી) એક ઇટાલિયન વાનગી છે જેમાં (ઘઉંમાંથી બનેલા) પાસ્તા શીટ્સની ઉપર શાકભાજીનું પુરણના લેયર કરવામાં આવે છે અને તેમાં ઉપર મોઝેરેલા ચીઝ નાખવામાં આવે છે. અહીં મારી રેસીપી મેં પાસ્તાની શીટ્સને બદલે બટાટાની ચીપ્સ, વ્હાઇટ સોસ, શાકભાજીના પુરણ અને ચીઝ સાથે બનાવી જેથી આ લોકડાઉનના દિવસોમાં ઓછી સામગ્રીમાંથી એક ડિલિશિયન રેસ્ટોરન્ટની વાનગી જેવી લાગશે. #lockdown #white sauce #italian #potato

રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાની પતરી કરી, મીઠું ચડાવેલા પાણીમાં 5 મિનિટ માટે પલાળી તેમાં રહેલા સ્ટાર્ચને દુર કરો. પછી તેને ઉકળતા પાણીમાં ૭૫% જેટલા બાફી લો. પતરી ઠંડી પડે એટલે તેલથી ગ્રીઝ કરેલ બેકિંગ ટ્રે પર ગોઠવી દયો. તમે એલ્યુમિનિયમ ટ્રે અથવા જાડી સ્ટેનલેસ સ્ટીલની ડીશનો પણ ઉપયોગ કરી શકો છો.
- 2
હવે વ્હાઇટ સોસ તૈયાર કરીએ. એક કડાઈ લો, તેલ સાથે મેંદાના લોટને સાંતળો. જ્યારે લોટનો રંગ બદલાય ત્યારે ધીમે ધીમે ગરમ દૂધ ઉમેરો અને ગઠ્ઠો ટાળવા માટે સતત હલાવતા રહો. ઘટ્ટ થવા આવે પછી મિશ્રણમાં ખાંડ, ચપટી મીઠું અને મરીનો પાઉડર ઉમેરો. તેને ક્રીમી અને ચીઝી બનાવવા માટે કન્ડેન્સ્ડ મિલ્ક અને ચીઝ ઉમેરો. સ્મુધ મિશ્રણ બનાવવા માટે હલાવતા રહો. સોસ જેવું મિશ્રણ તૈયાર થતા ગેસ પરથી ઉતારીને બટાકાની ચીપ્સવાળી ટ્રે પર સરખી રીતે પાથરવું. સ્વાદ માટે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિન્કલ કરવા.
- 3
હવે વેજ સ્ટફિંગ તૈયાર કરીએ. એક પેનમાં ડુંગળી ઉમેરીને તેલ વડે સાંતળો. ત્યારબાદ તેમાં કોબી, ટામેટા, કેપ્સિકમ ઉમેરી સાંતળો. સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાઉડર નાખો. ટોમેટો સોસ અને સેઝવાન સોસ ઉમેરો, વધુ તિખાશ માટે રેડ ચીલી સોસ ઉમેરો. 2 મિનિટ માટે સાંતળો પછી ગેસ પરથી ઉતારીને વ્હાઇટ સોસ ટ્રે પર ધીરે ધીરે મિશ્રણ ફેલાવો. ત્યારબાદ ચીઝ ખમણી ઓવન અથવા પ્રેશર કૂકરમાં 2 મિનિટ સુધી બેક કરો. લઝાનિયા તૈયાર છે. કોલ્ડ ડ્રિંક સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ