અમૃતસરી કુલચા (Amritsari kulcha recipe in gujarati)

Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 400 ગ્રામ- મેંદો, અરધી ચમચી - બેકિંંગ સોડા
  2. 3 ચમચી- દહીં, 1 ચમચી - ખાંડ
  3. 1 ચમચીજીરૂં, મીઠું - સ્વાદાનુસાર
  4. સ્ટફિંગ માંટે
  5. 300 ગ્રામ- બટાટા
  6. 2 નંગ- લીલા મરચાં
  7. 1- આદુંનો ટુકડો
  8. અર્ધી ચમચી - આમચૂર પાવડર
  9. અર્ધી ચમચી - ધાણા પાવડર
  10. 2 નંગ- સૂકાં લાલ મરચાં
  11. 1ચનચી - ગરમ મસાલો
  12. 1 ચમચી- કોથમીર
  13. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદો ચાણી લો. તેમાં દહીં, ખાવાનો સોડા, બેકિંગ પાવડર, ખાંડ, તેલ અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરો.

  2. 2

    હવે તેમાં થોડું હુંફાળું પાણી ઉમેરીને રોટી જેવી નરમ કણક તૈયાર કરો. પાંચેક મિનિટ માટે તેને બરાબર મસળીને કપડામાં ઢાંકીને કલાક માટે મૂકી દો.

  3. 3

    બેકિંગ પાવડરના લીધે એક કલાકમાં કુલચાનો લોટ ફૂલીને ડબલ થઈ જશે

  4. 4

    હવે સ્ટફિંગ માટે સૌપ્રથમ બટાટાને બાફીને મેશ કરી લો. હવે તેમાં મીઠું, લીલા મરચાં, આદું, ધાણા પાવડર, આમચૂર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને કોથમીર નાખીને બરાબર મિક્ષ કરો.

  5. 5

    બધી જ સામગ્રી એકરસ થઈ જાય તે રીતે હાથ વડે તેને બરાબર મસળી લો. કુલ્ચા માટેનું પૂરણ તૈયાર છે.

  6. 6

    હવે કુલ્ચા માટે તૈયાર કરેલા લોટમાંથી મીડીયમ લુઆ બનાવી લો. તેને અટામણમાં રગદોળીને પૂરી જેવો આકાર આપો.

  7. 7

    હવે તૈયાર કરેલું પૂરણ એકથી દોઢ ચમચી જેટલું ભરો. હવે પૂરણને બરાબર બંધ કરીને લુઆને ગોળ આકાર આપી દો.

  8. 8

    અટામણમાં રગદોળીને પરાઠા જેવું વળી લો.
    ત્યાંસુધી પેન ગરમ કરો.

  9. 9

    ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલું કુલચો બંને બાજુથી લાઈટ બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકી લો.

  10. 10

    તૈયાર છે સ્વાદિષ્ટ અમૃતસરી કુલચા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
પર

Similar Recipes