અમૃતસરી કુલચા (Amritsari kulcha recipe in Gujarati)

Khusbu Kotak
Khusbu Kotak @cook_20967745

અમૃતસરી કુલચા (Amritsari kulcha recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
  1. વાડકો ઘઉ નો લોટ
  2. ૧ ચમચીમીઠું
  3. ૧ ચમચીબેકિંગ પાઉડર
  4. ૨ ચમચીખાંડ
  5. પાણી
  6. ગ્રામબટર ૫૦
  7. સ્ટફિંગ માટે
  8. બાફેલા બટેટા
  9. ડુંગળી ઝીણી સમારેલી
  10. ૧ ચમચીઓરેગાનો
  11. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  12. ૨ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  13. ૨ ચમચીમરચું પાવડર
  14. ૨ ચમચીજીરૂ પાવડર
  15. ૧ ચમચીચાટ મસાલો
  16. ૧ ચમચીઆખા ધાણા અધકચરા ક્રશ કરેલા
  17. ૧ ચમચીમરી અધકચરા ક્રશ કરેલા
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. કોથમીર
  20. ૨ ચમચીમેંદો

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સહુ પ્રથમ ઘઉ નો લોટ લઈ ને તેમાં મીઠું ખાંડ અને બેકિંગ પાવડર ઉમેરી ને બધું મિક્સ કરવું. અને પાણી થી ઢીલો લોટ બાંધી લેવો.

  2. 2

    હવે લોટ પર ૧૦ ગ્રામ બટર લાગવી ને કુણ વી ને તેને ૩૦ મિનિટ માટે ભીના કપડાં થી ઢાંકી ને સાઇડ પર રાખો.

  3. 3

    હવે પૂરણ ની તૈયારી કરીએ. પૂરણ માટે બાફેલા બટેટા ને છીની લેવા પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી,કોથમીર,જીરું પાઉડર,ઓરેગાનો,ચિલી ફલેક્સ, મીઠું,લાલ મરચું,ધાણા અને મરી અધકચરા ક્રશ કરેલા,આદુ મરચા,ચાટ મસાલો ઉમેરવો ને બધું મિક્સ કરવું

  4. 4

    હવે બટેટા ના મિશ્રણ માં થોડો મેંદા નો લોટ ઉમેરવો ને ફરી બધું મિક્સ કરવું ને તેમાં થી લુઆ બનાવી ને સાઇડ પર રાખવા.

  5. 5

    હવે બાંધેલા લોટમાં થોડો કોરો લોટ ઉમેરી ને લોટ ને મસળી ને વણી શકાય તેવો કરવો પછી તેને હાથે થી થોડો ફેલાવી ને તેમાં ૨૦ ગરમ બટર પાથરવું ને ઉપર થોડો કોરો લોટ છાંટવો ને પેક કરવું.

  6. 6

    હવે પેક કરેલ જે ભાગ થયો એને હાથે થી થોડો ફેલાવી ને તેમાં વધેલ ૧૫ ગ્રામ બટર ઉમેરવું ને ૫ ગ્રામ બટર સાઇડ પર રાખવું. ને ફરી લોટ છાંટી ને પેક કરવો લોટ ને ફોટો માં બતાવ્યાં મુજબ.

  7. 7

    હવે લોટ માં થી લુઆ પાડી દેવા. ને તેને પણ ૧૦ મિનિટ સુધી ભીના કપડાં વડે ઢાંકી ને સાઇડ માં રાખવું.હવે તેમાં થી એક લુઓ લઈ ને તેને હાથે થી ફેલાવું.

  8. 8

    પછી તેમાં સ્ટફિંગ નો લુઓ મૂકવો ને ફરી પેક કરી ને લુઓ બનાવી ને થોડું અટામણ લઇ ને ફરી થી તેને કૂલચા બનવા

  9. 9

    આ રીતે કુલચ બની જઈ પછી હાથે થી તેના પર આંગળી ના ટેરવા થી ફોટો માં બતાવ્યાં મુજબ ઇમ્પ્રેસન આપવી ને બીજી બાજુ તવો ગરમ કરવા મૂકવું. ને ટેરવા થી જે ભાત પાડી તેના પર પાણી લાગવું.

  10. 10

    ગરમ થયેલ તવા પર એ ભાત પાડેલ ભાગ ને નીચે મૂકવો ને ઉપર ફરી પાણી લગાવી ને તેના પર કોથમીર,ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ ભભરાવવા. ને ફરી થોડું પાણી લગાવી ને બધું ચોટડવું ને પછી મીદિયમ તાપ પર કુલ્ચા ને શેકવા.

  11. 11

    ઉપર થોડા બબલ આવે પછી લોઢી ને ઊંઘી પાડી ને પણ સેકી લેવું. બધે થી સેકાય જાય એટલે તે જાતે જ લોઢી થી છૂટી પડી જસે. પછી તેના પર વધેલ બટર લગાવી ને ગરમા ગરમ અમૃતસરી ફૂલચા ની મોજ માણવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khusbu Kotak
Khusbu Kotak @cook_20967745
પર

ટિપ્પણીઓ

Similar Recipes