મેંગો એન્ડ ડ્રાયફ્રૂટ શ્રીખંડ(mango dry fruit shikhand recipe in Gujarati)

Kiran Solanki @kiran_solanki
મેંગો એન્ડ ડ્રાયફ્રૂટ શ્રીખંડ(mango dry fruit shikhand recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીંને કપડામાં વીટીને પાંચ થી સાત કલાક રાખી દો.ત્યારબાદ બધું જ પાણી નીતરી જાય એટલે શીખંડ માટેનો મસ્કો તૈયાર થઈ જાય.
- 2
હવે દહીના મસ્કા માં દળેલી ખાંડ નાંખી બીટર ની મદદથી બીટ કરો. બધું જ એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે તેની અંદર કેરીનો પલ્પ પણ નાખી દો.
- 3
એની અંદર મેંગો એસન્સ પણ નાખો અને ફરીથી બીટ કરો. ત્યારબાદ એની અંદર કાજુ કિસમિસ વગેરે નાખો.તો ફ્રેન્ડ્સ રેડી છે આપણું મેંગો ડ્રાય ફ્રૂટ શ્રીખંડ...
- 4
મેંગો ની સિઝનમાં ફ્રેસ મેંગો જુસ નાખીને શીખંડ બનાવાય અને આ શીખંડ ખાવાની બહુ મજા આવે છે. શિખંડ પુરી શીખંડ રોટલી વગેરેમાં ખાઈ શકાય છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12669183














ટિપ્પણીઓ (5)