ચાટ મસાલા પૂરી (chat masala poori recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧.૫ બાઉલ ઘઉં નો લોટ
  2. ૧ ચમચીમરચું
  3. ૧/૨ ચમચીહળદર
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧ ચમચીતલ
  6. ચપટીગરમ મસાલો
  7. ચાટ મસાલો ઉપર થી છાંટવા
  8. પાણી (જરૂર મુજબ લોટ બાંધવા)
  9. ૧/૨ ચમચીમરી પાઉડર
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉં નો લોટ લો.

  2. 2

    હવે તેમાં ઉપર મુજબ ના બધા મસાલા ઉમેરી પૂરી નો લોટ બાંધો અને તેના લૂઆ બનાવો.

  3. 3

    ત્યાર બાદ તેને વણો. અહી વણેલી પૂરી મા ચપ્પુ વડે કાપા પાડવા જેથી તે ફુલશે નહિ અને જાજા દિવસો સુધી આપણે સ્ટોર કરી શકીશું. જો કાપા પાડવા મા ન આવે તો તે ફૂલશે એટલે તેમાં મોઈશ્ચર (પાણી) રહી જશે અને માત્ર ૧-૨ દિવસ જ ઉપયોગ મા આવશે.

  4. 4

    હવે તેને ફ્રાય કરી લો.

  5. 5

    ત્યાર બાદ તરત જ ચાટ મસાલો છાંટો જેથી તે બરોબર ચોંટી જાય અને મિક્સ પણ થઈ જશે. ચાટ મસાલો તમે તમારા ટેસ્ટ અને પસંદ મુજબ ઓછો કે વધુ નાખી શકો છો.

  6. 6

    તૈયાર છે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ચાટ મસાલા પૂરી. જે ચા સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

Similar Recipes