દાલ મખની(dal makhni in Gujarati)

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#માઇઇબુક #પોસ્ટ_20 #સુપરશેફ1 #week1 #શાક_કરી

દાલ મખની ઘણા લોકો થી સરખી નથી બનતી અથવા સબ્જી નો કલર સારો નથી આવતો... જો આ માપ સાથે અને રીત સાથે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે... જરૂર ટ્રાય કરજો...

દાલ મખની(dal makhni in Gujarati)

#માઇઇબુક #પોસ્ટ_20 #સુપરશેફ1 #week1 #શાક_કરી

દાલ મખની ઘણા લોકો થી સરખી નથી બનતી અથવા સબ્જી નો કલર સારો નથી આવતો... જો આ માપ સાથે અને રીત સાથે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે... જરૂર ટ્રાય કરજો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મીનીટ
3 વ્યક્તિ
  1. કુકર માટે:-
  2. 1 કપઆખી અડદ ની દાળ
  3. 2 કપપાણી
  4. 1 નાની વાટકીખમણેલું લસણ
  5. 1 મોટી ચમચીબટર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. દાલ માટે:-
  8. 1 મોટી ચમચીબટર
  9. 1 મોટી ચમચીઘી
  10. 1 મોટી ચમચીખમણેલું લસણ
  11. 1 ચમચીલીલું મરચું
  12. 1 ચમચીકશ્મીર લાલ મરચું પાઉડર
  13. 1 કપબાફેલા ટામેટાં ની પ્યુરી
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. પાણી જરૂર મુજબ
  16. વઘાર માટે:-
  17. 1 ચમચીઘી
  18. 1 ચમચીબટર
  19. 2 નંગસૂકા લાલ મરચા
  20. 1/2 ચમચીકસુરી મેથી
  21. 1/4 ચમચીગરમ મસાલો
  22. 1/4 ચમચીલાલ મરચું પાઉડર
  23. સજાવટ માટે
  24. મલાઈ કે ક્રીમ

રાંધવાની સૂચનાઓ

40 મીનીટ
  1. 1

    અડદને સાતથી આઠ કલાક પાણીમાં પલાળી દો. પછી બે-ત્રણ પાણીથી સરખી રીતે ધોઈ લો. કુકરમાં ૨ કપ પાણી, લસણ, મીઠું અને બટર ઉમેરી પાંચથી સાત વ્હીસલ કરી લો. કુકર થોડું ઠંડું પડે એટલે દાળને થોડી મેશ કરી લો.

  2. 2

    કડાઈમાં બટર ઘી ગરમ કરી તેમાં લસણ, લીલુ મરચુ, કાશ્મીરી લાલ મરચું, ટમેટાની પ્યુરી ઉમેરી સરસ સાંતળી લો. ઘી છૂટું પડવા લાગે એટલે મીઠુ ઉમેરી દો. મેશ કરેલી દાળ ઉમેરો. પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકી દસ મિનિટ પાકવા દો પછી ગેસ બંધ કરી દો.

  3. 3

    વઘારીયા માં વઘાર માટે ઘી, બટર ગરમ કરી તેમાં સૂકું લાલ મરચું, કસૂરી મેથી, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર ઉમેરી મિક્સ કરો.

  4. 4

    ગરમાગરમ દાળ ને ક્રીમ કે મલાઈ અથવા કોથમીરથી સજાવીને રોટી નાન કે પરોઠા સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

Similar Recipes