છોલે ભટુરે(chhole bhature Recipe in gujarati)

છોલે ભટુરે(chhole bhature Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાને ૪ થી ૫ કલાક પાણી માં પલાળી ત્યારબાદ કુકરમાં બે ગ્લાસ પાણી ઉમેરી ચપટી સોડા તમાલપત્ર બાદીયા નું ફૂલ અને મીઠું નાખી ચણા ને બાફી લો. ચણા બફાઈ જાય એટલે તેમાં તમાલપત્ર અને બાદીયા ને નીકાળી લો.
- 2
હવે બાઉલમાં મેંદો લઈ તેમાં ખાંડ સોડા મીઠું દહીં અને તેલ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી નરમ લોટ બાંધી લો અને એક કલાક માટે ભીનું કપડું ઢાંકી રેસ્ટ આપો.
- 3
હવે કાંદા ટામેટાની પ્યુરી કરી લો તેમજ આદુ-લસણ-મરચાંની પેસ્ટ કરી લો.
- 4
હવે એક પેનમાં ૩ ચમચી તેલ અને બે ચમચી ઘી ગરમ કરી કાંદા અને ટામેટા ની પ્યુરી ને વઘાર કરી લો ત્યારબાદ તેને ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકી પાકવા દો હવે તેમાં હળદર છોલે મસાલો સ્વાદમુજબ મીઠુ ઉમેરો ત્યારબાદ તેમાં બાફેલા ચણા પાણી સાથે ગ્રેવી માં નાખો.
- 5
હવે વઘાર માટે તપેલીમાં બે ચમચી તેલ અને ૧ ચમચી ઘી ગરમ કરી તેમાં આદુ લસણ અને મરચાની પેસ્ટ લાલ મરચું નાખી સાંતળી વઘારને છોલે ગ્રેવીમાં નાખી પાંચ મિનિટ માટે મીડિયા બાજુ પર થવા દો.
- 6
હવે ભટુરા બનાવવા માટે લોટમાંથી એકસરખા લુઆ કરી લુવાને તેલમાં બોળી વણી ત્યારબાદ તેને ગરમ તેલમાં તળી લો
- 7
હવે છોલે ભટુરા ને કાંદા અને મરચા સાથે સર્વિંગ પ્લેટમાં ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ (8)