સ્ટીમ વેજીટેબલ મોમોસ (steam vegetables momos recipe in gujarati)

Dolly Porecha
Dolly Porecha @cook_23519178

મોમોસ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. મોમોસ એ સિક્કીમ ની પ્રખ્યાત વાનગી છે. આ વાનગી સિક્કીમ ની લારી પર મળે છે તેમજ રેસ્ટોરન્ટ માં અલગ પ્રકારના મોમોસ અને તેમાંથી બનતી જુદી-જુદી વાનગીઓ મળી રહે છે. અહીં સિક્કીમ ની authentic style માં આ વાનગી બનાવેલ છે ‌.
#ઈસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લોટ માટે
  2. ૧ વાટકીમેંદો
  3. તેલ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. સ્ટફીગ માટે
  6. ૧/૨ વાટકીછીણેલું કોબીજ
  7. ૧/૨ વાટકીછીણેલું ગાજર
  8. ૧/૨ઝીણું સમારેલું કેપ્સીકમ
  9. ઝીણી સમારેલી ડુંગળી
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧/૪ ચમચીમરીનો પાઉડર
  12. ૧ ચમચીતેલ
  13. ચટણી માટે
  14. ૨ ચમચી ટોમેટો કેચઅપ
  15. ૨ ચમચીરેડ ચીલી સોસ
  16. ૧/૨ ચમચીગારલીક ફ્લેક્સ
  17. ૧/૩ચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પૂરી જેવો લોટ બાંધવો અને તેને ૧૦ મિનિટ રેસ્ટ આપવું.

  2. 2

    સ્ટફીગ માટે કોબીજ ખમણી ને તેમાં મીઠું ઉમેરો અને પાણી નિતારી લો. કોબીજ માં ગાજર, કેપ્સીકમ, ડુંગળી,મરી પાઉડર, મીઠું અને તેલ ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    પૂરી જેમ વણી સ્ટફીગ કરી લો અને તેને મનગમતા આકારમાં વાળી લો અને તેના પર તેલ લગાવી દો જેથી તે સૂકા ન થાય. સ્ટીમર માં સ્ટીમ કરવા મૂકો.

  4. 4

    ચટણી માટે ના બધાં જ ઘટકો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો અને ગરમાગરમ મોમોસ ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dolly Porecha
Dolly Porecha @cook_23519178
પર

ટિપ્પણીઓ

Similar Recipes