થૈયરૂ ઈડલી (Thaiyru Idli recipe in gujarati)

Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
Vadodara

#ઇસ્ટ
#માઇઇબુક
#પોસ્ટ_૩૭
#ઓડિશા_cuisine

જેમ આપણે દહીં વડા ખાઈએ તેમ આ વાનગી માં દહીં ઈડલી બને. પણ આમાં દહીં ગળપણ વગરનું બને. ચટાકેદાર અને હેલ્ધી રેસિપી જે બનાવામાં સરળ અને ઓછા સમયમાં બની જાય એવી છે.

થૈયરૂ ઈડલી (Thaiyru Idli recipe in gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઇસ્ટ
#માઇઇબુક
#પોસ્ટ_૩૭
#ઓડિશા_cuisine

જેમ આપણે દહીં વડા ખાઈએ તેમ આ વાનગી માં દહીં ઈડલી બને. પણ આમાં દહીં ગળપણ વગરનું બને. ચટાકેદાર અને હેલ્ધી રેસિપી જે બનાવામાં સરળ અને ઓછા સમયમાં બની જાય એવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૪૦ મિનિટ
૧૬ નંગ ઈડલી
  1. ૫૦૦ ગ્રામ ઇડલીનું ખીરું
  2. ૨ કપમોળું દહીં
  3. ૧/૪ કપકોપરાનું છીણ
  4. ૨ નંગલીલું મરચું
  5. ૧ નંગઆદું
  6. ૧/૪ ટી સ્પૂનશેકેલું જીરું
  7. સ્વાદનુસાર મીઠું
  8. વઘાર માટે
  9. ૧ ટે સ્પૂનતેલ
  10. ૧/૪ ટી સ્પૂનરાઈ
  11. ૧ ટી સ્પૂનઅડદની દાળ
  12. ૬-૭ નંગ લીમડો
  13. ટોપિંગ માટે
  14. ૧ કપછીણેલું ગાજર
  15. ૧ કપછીણેલું બીટ
  16. ૧/૨ કપતીખી બુંદી
  17. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર સ્પ્રિંકલ કરવા
  18. જીણા સમારેલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૩૦-૪૦ મિનિટ
  1. 1

    સૌ પહેલા ઇડલી ના કૂકરમાં ઈડલી બનવા મૂકી દો.. અને બની જાય એટલે થોડી ઠંડી થવા દો. અને એક બાઉલમાં દહીં લઈ તેને બરાબર હલાવીને રાખો.

  2. 2

    મિક્સરમાં જીરું,લીલું મરચું,આદુ,કોપરાનું છીણ, નાખીને પેસ્ટ બનાવી લો. જરૂર હોય તો પાણી નાખો. પછી એ પેસ્ટને દહીં માં મિક્સ કરીને મીઠું નાખી બરાબર હલાવી મિક્સ કરી લો.

  3. 3

    હવે એક પેનમાં તલ ગરમ કરવા મુકો. ગરમ થાય એટલે તેમાં રાઈને તતડવા દો. રાઈ તતડે એટલે તેમાં અડદની દાળ નાખો અને તેને લાઈટ બ્રાઉન થવા દો અને પછી તેમાં લીમડો નખીને ગેસ બંધ કરીને તે વઘારને દહીં માં નાખીને મિક્સ કરી લો. અને ટોપિંગ માટેની તૈયારી કરી લો.

  4. 4

    સર્વિંગ માટે એક પ્લેટમાં ઈડલી લઈ તેના પર દહીં નાખો. પછી તેના પર ગાજર અને બીટનું છીણ નાખો. પછી તેના પર લાલ મરચું પાઉડર સ્પ્રિંકલ કરો. અને તેને લીલા ધાણા અને તીખી બુંદીથી ગાર્નિશ કરો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
પર
Vadodara
I just love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes