ગાર્લિક બ્રેડ (garlic bread without yeast & oven recipe in gujarati)

Dolly Porecha
Dolly Porecha @cook_23519178

ગારલિક બ્રેડ એ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. ગારલિક બ્રેડ જૂદી જૂદી રીતે બનાવવામાં આવે છે અને આકાર આપવા માં આવે છે. અહીં Domino's style ગારલિક બ્રેડ ઓવેન તેમજ યિસ્ટ ના ઉપયોગ વિના બનાવવામાં આવેલ છે.

ગાર્લિક બ્રેડ (garlic bread without yeast & oven recipe in gujarati)

ગારલિક બ્રેડ એ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. ગારલિક બ્રેડ જૂદી જૂદી રીતે બનાવવામાં આવે છે અને આકાર આપવા માં આવે છે. અહીં Domino's style ગારલિક બ્રેડ ઓવેન તેમજ યિસ્ટ ના ઉપયોગ વિના બનાવવામાં આવેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીમેંદો
  2. ૧ ચમચીખાંડ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧ ચમચીદહીં
  5. ૧ ચમચીલીંબુનો રસ
  6. ૧/૪ ચમચીબેકિંગ પાઉડર
  7. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  8. ૧ ચમચીમિક્સ ફ્લેક્સ
  9. તેલ
  10. ગરમ દૂધ
  11. સ્ટફીગ માટે
  12. ૫૦ ગ્રામ ખમણેલું મોઝરેલા ચીઝ
  13. ૧ ચમચીરેડ ચીલી ફ્લેક્સ
  14. ૧ ચમચીગારલિક ફ્લેક્સ
  15. ૩ ચમચીગારલિક બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેંદામાં બધાં જ મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ગરમ દૂધ નાખીને મૂલાયમ લોટ બાંધી લો. લોટ ને ૧ કલાક રેસ્ટ આપવું.

  2. 2

    એક કલાક બાદ લોટમાંથી મોટા લૂઆ કરી ઝાડો રોટલો વણી લો. તેના પર ગારલિક બટર લગાવો. અડધા ભાગમાં ચીઝ પાથરો. તેના પર ગારલિક ફ્લેક્સ અને ચીલી ફ્લેક્સ છાંટી લો.

  3. 3

    રોટલા ની ફરતે કિનારી પર પાણી લગાવી દો. અને એક ભાગ ને સ્ટફ્ડ ભાગ ઉપર વાળી ને બરાબર ચોંટાડી દો. સ્ટફ્ડ કરેલ બ્રેડ પર ગારલિક બટર લગાવીને ચીલી ફ્લેક્સ અને ગારલીક ફ્લેક્સ છાંટી લો.ચપ્પુ વડે ઊભા કાપા પાડી દો.

  4. 4

    કૂકરમાં તળિયે મીઠું નાખી સ્ટેન્ડ મૂકી કૂકરને ધીમા તાપે ૧૦ મિનિટ મૂકી ઢાંકીને ગરમ કરવા મૂકો. કૂકરની સીટી અને રીંગ કાઢી નાખવા. કાણાં વાળી પ્લેટ માં તેલ લગાવી દો અને ગારલીક બ્રેડ મૂકી દો.

  5. 5

    કૂકરમાં સ્ટેન્ડ પર ધીમે તાપે બેક થવા મૂકી દો. ગોલ્ડન બ્રાઉન થાય એટલે સવૅ કરો.

  6. 6

    નોંધ: સ્ટફીગ માં બાફેલી મકાઈ પણ નાખી શકાય. ગારલિક બટર ના હોય તો રેગ્યુલર બટર માં લસણની પેસ્ટ ઉમેરવી. લોટ માં પણ લસણ ની પેસ્ટ ઉમેરી શકાય. અહીં લોટમાં ગારલિક ફ્લેક્સ અને ચીલી ફ્લેક્સ નાખી લોટ બાંધેલ છે. જ્યારે કાપા પાડો ત્યારે નીચે સુધી કટ ના થાય તે ધ્યાન રાખવું જેથી બેક થતાં બ્રેડ છૂટી ના પડે. ઝીણી સમારેલી કોથમીર પણ નાખી શકાય. ગારલિક બ્રેડ ને માયો અથવા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dolly Porecha
Dolly Porecha @cook_23519178
પર

Similar Recipes