ફરસી પૂરી(Farsi poori recipe in gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#સાતમ
#પોસ્ટ1
ફરસી પૂરી નાસ્તા માં બધાને ખૂબ પસંદ આવે છે માટે લોકો તહેવાર માં નાસ્તા બનાવે તેમાં એક આ નાસ્તો તો હોય જ. આ પૂરી બનાવવી ખૂબ સરળ છે. ક્રિસ્પી કરારી પૂરી અને ચા ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.

ફરસી પૂરી(Farsi poori recipe in gujarati)

#સાતમ
#પોસ્ટ1
ફરસી પૂરી નાસ્તા માં બધાને ખૂબ પસંદ આવે છે માટે લોકો તહેવાર માં નાસ્તા બનાવે તેમાં એક આ નાસ્તો તો હોય જ. આ પૂરી બનાવવી ખૂબ સરળ છે. ક્રિસ્પી કરારી પૂરી અને ચા ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
6 લોકો
  1. 1 કિલોમેંદો
  2. 1/4 કપરવો
  3. 4 ટેબલસ્પૂનઘી
  4. 4 ટેબલસ્પૂનતેલ
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 2 ટીસ્પૂનશેકેલ જીરું
  7. 1 ટીસ્પૂનમરી પાઉડર
  8. જરૂર મુજબ પાણી
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    એક કથરોટ માં મેંદો અને રવો ચાળી લો.

  2. 2

    હવે તેમાં મીઠું, શેકેલ જીરું અને મરી પાઉડર ઉમેરી લો.

  3. 3

    ઘી અને તેલ ઉમેરી ને લોટ બરાબર મિક્સ કરી લો. હવે પાણી ઉમેરી ને થોડી કડક એવી કણક બાંધી લો. કણક ને ઢાંકી ને 10 મિનિટ રાખો.

  4. 4

    ત્યારબાદ કણક માંથી નાના નાના લુઆ પાડી લો. લુઆ માંથી પૂરી વણી લો.

  5. 5

    પૂરી માં કાણા કરી લેવા જેથી તળતી વખતે ફૂલે નહિ.

  6. 6

    આવી રીતે બધી પૂરી વણી લો.

  7. 7

    હવે ગરમ તેલ માં પૂરી તળવા માટે મૂકો. પૂરી મધ્યમ તાપે ગોલ્ડન અને કરારી થાય એવી તળી લો.

  8. 8

    તૈયાર છે ફરસી પૂરી. હવાચુસ્ત ડબ્બા માં ભરી ને એક મહિના સુધી રાખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર

Similar Recipes