મેથી ફરસી પૂરી (Methi Farsi Poori Recipe In Gujarati)

મેથી એ બહુ જ ગુણકારી છે. મેથી શરીર ના ઘણા રોગો ને નાશ કરે છે અને ઘણી રીતે ફાયદાકારક પણ છે. શિયાળામાં તો ભરપૂર પ્રમાણ માં મેથી મળે છે અને એને અલગ અલગ રીતે રસોઈમાં વાપરવામાં આવે છે. હવે વાત કરીએ પૂરી ની તો પૂરી એ ગુજરાતી નો પ્રખ્યાત નાસ્તો કહેવાય છે. અને પૂરી ને મેથી સાથે બનાવવામાં આવે તો એનો ટેસ્ટ પણ બહુ જ સારો આવે છે. અહીં મેં મેથી ની ફરસી પૂરી બનાવી છે. જે ટેસ્ટ ની સાથે ગુણકારી પણ છે અને એકદમ સોફ્ટ ક્રિસ્પી છે.
સવારની કે સાંજની ચા સાથે નાસ્તા માટે નો આ એક બેસ્ટ ઓપ્શન છે.
મેથી ફરસી પૂરી (Methi Farsi Poori Recipe In Gujarati)
મેથી એ બહુ જ ગુણકારી છે. મેથી શરીર ના ઘણા રોગો ને નાશ કરે છે અને ઘણી રીતે ફાયદાકારક પણ છે. શિયાળામાં તો ભરપૂર પ્રમાણ માં મેથી મળે છે અને એને અલગ અલગ રીતે રસોઈમાં વાપરવામાં આવે છે. હવે વાત કરીએ પૂરી ની તો પૂરી એ ગુજરાતી નો પ્રખ્યાત નાસ્તો કહેવાય છે. અને પૂરી ને મેથી સાથે બનાવવામાં આવે તો એનો ટેસ્ટ પણ બહુ જ સારો આવે છે. અહીં મેં મેથી ની ફરસી પૂરી બનાવી છે. જે ટેસ્ટ ની સાથે ગુણકારી પણ છે અને એકદમ સોફ્ટ ક્રિસ્પી છે.
સવારની કે સાંજની ચા સાથે નાસ્તા માટે નો આ એક બેસ્ટ ઓપ્શન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો અને સોજી ને મિક્સ કરી ને તેમાં જરૂર પ્રમાણે મીઠું, હળદર, જીરું, અજમો તથા તેલ અને ઘી નું મોંયણ કરી બરાબર મિક્સ કરી લો. મુઠ્ઠી વળે એવો લોટ તૈયાર થશે. હવે એમાં સમારેલી મેથી ઉમેરી મિક્સ કરી લો અને જરૂર પ્રમાણે પાણી રેડી લોટ બાંધી લો. અને ૨૦-૨૫ મિનિટ માટે સેટ થવા મૂકી દો.
- 2
હવે મોટા ગુલ્લાં કરી ને પરોઠા જેવો જાડો રોટલો વણો. હવે તેની પર તેલ કે ઘી ગ્રીસ કરો અને મેંદો આછો ભભરાવો. અને રોલ વાળી લો.
- 3
હવે રોલ નાં એકસરખા કાપા પાડી નાના લુવા તૈયાર કરો. અને હથેળી ની મદદ થી થોડા પ્રેસ કરી ને પૂરી વણી લો.
આ રીતે બધી જ પૂરી વણી ને તૈયાર કરી લો. - 4
હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે ધીમા મીડીયમ તાપ પર બધી પૂરી ને તળી લો.
- 5
તૈયાર છે ચા સાથે નું બેસ્ટ ઓપ્શન મેથી ની પૂરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીનો તહેવાર આવે એટલે બધા અલગ અલગ પ્રકારના નાસ્તા બનાવે છે. એમાં ફરસી પૂરી એ ભારતનો જાણીતો તળેલો નાસ્તો છે. બધા નાસ્તા બનાવી એ પણ મારા ફેમિલીમાં બધાનો ફેવરેટ નાસ્તો ફરસી પૂરી છે. ફરસી પૂરી મેંદા અને ઘઉંના લોટમાંથી બને છે. અહીં મેં મેંદાના લોટમાંથી ફરસી પૂરી બનાવી છે મેંદાના લોટમાંથી બનતી પૂરી ખસ્તા બને છે. આ પૂરીનો લોટ બાંધવા માટે ઘીનું મુઠ્ઠી પડતું મોણ નાખવામાં આવે છે. પરફેક્ટ માપ સાથે લોટ બાંધશો તો પૂરી પરફેક્ટ બનશે. Parul Patel -
ત્રિકોણી ફરસી પૂરી (Triangle Farsi Poori Recipe In Gujarati)
#DTR#cookpad_gujarati#cookpadindiaફરસી પૂરી એ ભારત નો જાણીતો તળેલો નાસ્તો છે જે સામાન્ય રીતે મેંદા, ઘઉં ના લોટ થી બને છે પણ અન્ય લોટ ના ઉપયોગ થી પણ બની શકે છે. પણ મેંદા ના લોટ થી બનતી પૂરી સરસ ફરસી અને ખસ્તા બને છે. સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ મેંદો તથા તળેલો નાસ્તો બન્ને હાનિકારક છે. પરંતુ તહેવાર હોય તો થોડું તળેલું તો ખવાય જ ને? 😊 Deepa Rupani -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#SFRમિત્રો, સાતમ આઠમનો તહેવાર હોય અને ફરસી પૂરી ન બને એ કેવી રીતે શક્ય છે? ફરસી પૂરી શ્રાવણ મહિનામાં આવતા તહેવારનું સ્પેશિયલ ફરસાણ છે. Ruchi Anjaria -
ફરસી મેથી પૂરી (Farsi Methi Puri Recipe In Gujarati)
ચા સાથે જો આવી ફરસી મેથી પૂરી મળી જાય તો ચાની રંગત ઓરજ આવે અને કંદોઈ જેવી મળતી methi puri હવે ઘરે જ બનાવો#GA4#Week2 Rajni Sanghavi -
ફરસી પૂરી(Farsi poori Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી માં નવા નવા નાસ્તા અને મિઠાઈ ખાવા ની તો મજા આવે છે પણ બધાં ભેગા થઈને બનાવાની મજા જ કંઈ અલગ છે. આજે મેં પડવાળી ફરસી પૂરી બનાવી છે એ પણ સમોસા શેપ માં. સવાર માં કે સાંજે ચા સાથે ખાવાની મજા આવે છે. Rinkal’s Kitchen -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ફરસી પૂરીતહેવાર આવતા ની સાથે જ બધી બહેનો નાસ્તા બનાવવા મા લાગી જાય. એમા ફરસી પૂરી તો બધા ની ફેવરિટ. ચા કોફી સાથે ખાવાની મજા આવે . મારા સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
મેંદા રવા ફરસી પૂરી (Maida Rava Farsi Poori recipe in Gujarati)
#GA4#Week9#Maida#Fried#Puri ફરસાણ બનાવવાની વાત આવે એટલે પૂરી બનાવવા નો વિચાર સૌથી પહેલા આવે. ફરસી પૂરી ઘણી બધી રીતે બને છે જીરું નાખીને, મરી નાખીને, અજમો નાખીને ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. મેંદા ની પૂરી ને થોડી વધુ ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવા માટે મેં આજે તેમાં રવો પણ ઉમેર્યો છે રવા અને મેંદામાંથી બનતી આ પૂરી દરેક પ્રસંગમાં સારી લાગે છે ખાસ કરીને તહેવારો ના સમયે, બાળકોને લંચબોક્સમાં આપવામાં, લગ્ન પ્રસંગમાં મહેમાનોને જમાડવામાં તેમ ઘણી બધી રીતે આ પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. ફરસી પૂરી ને બનાવ્યા પછી તે લાંબા સમય સુધી બગડતી પણ નથી તેથી તેને ડ્રાય સ્નેક્સ તરીકે બનાવી ને પણ સાચવી શકાય છે. Asmita Rupani -
ફરસી પૂરી(Farsi poori recipe in gujarati)
#સાતમ#પોસ્ટ1ફરસી પૂરી નાસ્તા માં બધાને ખૂબ પસંદ આવે છે માટે લોકો તહેવાર માં નાસ્તા બનાવે તેમાં એક આ નાસ્તો તો હોય જ. આ પૂરી બનાવવી ખૂબ સરળ છે. ક્રિસ્પી કરારી પૂરી અને ચા ખૂબ જ સરસ કોમ્બિનેશન છે. Shraddha Patel -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DTR#Diwali_Special#cookpadgujarati ફરસી પૂરી એક ક્રિસ્પી પૂરી છે જે સ્વાદમાં લાજવાબ છે. ગુજરાતીમાં “ફરસી” નો મતલબ ક્રિસ્પી થાય છે અને માટે તેના નામ પ્રમાણે તે એકદમ ક્રિસ્પી હોય છે. તેને મેંદો, મરી, જીરું અને અન્ય મસાલાઓથી બનાવવામાં આવે છે. પહેલાના સમયમાં તેને વિશેષ નાસ્તાના રૂપે ખાસ કરીને તહેવારો દરમિયાન બનાવવામાં આવતી હતી. આ પૂરી મીઠું અને ખાટુ કેરીનું અથાણું અથવા ચા અને કોફીની સાથે સૌથી સરસ લાગે છે. ફરસી પૂરી ગુજરાતમાં સૌથી વધારે લોકપ્રિય છે, જેને દિવાળીના તહેવારમાં પણ ઘણા લોકો બનાવે છે. Daxa Parmar -
ફરસી પુરી (Farsi puri recipe in Gujarati)
ફરસી પુરી એ ખૂબ જ સ્વાદિષ્ટ તળેલા નાસ્તા નો પ્રકાર છે જે મેંદા અને રવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફરસી પુરી ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘી નો ઉપયોગ કરવાથી આ પુરી ક્રિસ્પી અને ફરસી બને છે.મારી મમ્મી ના હાથ ની પુરી મને ખૂબ જ ભાવતી અને આજે પણ આ મારો અને મારા બાળકો નો ફેવરિટ નાસ્તો છે.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
ફરસી પૂરી (Farsi Poori In Gujarati)
#DFTદિવાળી નાસ્તા માંઅલગ અલગ પૂરી બનાવા માં આવે છે.ગુજરાત માં ફરસી પૂરી પણ નાસ્તા માં બનાવામાં આવે છે.તે ઉપર થી કિ્સપી અને અંદર થી સોફ્ટ હોય છે.જે ચા જોડે સવઁ કરી શકાય છે. Kinjalkeyurshah -
મેથી ની પૂરી (Methi Poori Recipe in Gujarati)
દિવાળી માં દર વર્ષે નાસ્તા માં આ સાતપડી ખાસ બને. આ ખૂબ ફરસી અને સાત પડ ની બને છે. આ એક જ જાત ની બિસ્કિટ કે પૂરી કહી શકાય, આ ચાહ સાથે ખાવા ની ખૂબ મઝા આવે છે.#કૂકબૂક Ami Master -
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
#Methiમેથી સ્વાદે કડવી પણ ગુણે બવ મીઠી, જી હા મેથી શરીર માટે ગુણકારી તો ખરા જ પછી સીઝન માં તાજી તાજી લાવી ને ખાવાની માજા જ કઈંક ઔર છે. મેથી ની ભાજી ને શાક, ભજીયા, થેપલા, મુઠીયા, વડી કેટલુંય બનાવીયે મેં નાસ્તા માટે પૂરી બનાવી જેને ખાવાની મજા આવે છે. Bansi Thaker -
ફરસી મસાલા પૂરી (Farsi Masala Poori Recipe In Gujarati)
આ પૂરી ખૂબ જ ટેસ્ટી ફરસી અને ખાવામાં સોફ્ટ બને છે. Falguni Shah -
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#choosetocook : ક્રિસ્પી ફરસી પૂરીઘરમાં કાંઈને કાંઈ નાસ્તો તો જોઈએ જ . હું બધા જ નાસ્તા ઘરે જ બનાવું. બધાને ઘરે બનાવેલા નાસ્તા જ ભાવે. તો આજે મેં મસાલા ફરસી પૂરી બનાવી.મારો સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
આજ નાં સમય માં તો મેંદા માંથી ઘણી વાનગી ઓ બને છે, પણ આપણા દાદી નાની નાં સમય માં મેંદા માંથી બહુ ઓછી વાનગી ઓ બનાવતા હતા, તેમાં ની ફરસી પૂરી એક પ્રખ્યાત, બધાં નાં ઘરે બનતી અને નાના મોટા દરેક ને ભાવતી વાનગી છે. Shweta Shah -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#dinner#breakfastસવારે નાસ્તામાં અથવા તો સાંજના ડિનરમાં ગરમા ગરમ ફરસી પૂરી ચા સાથે, અથાણા સાથે કે દૂધ સાથે ખાવાની મજા જ ઓર છે. વડી કકરા લોટ ની પૂરી એ ફૂલવાની સાથે થોડી ક્રિસ્પી પણ બને છે તેથી વધુ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#RC2ગુજરાતીઓ ના નાસ્તા માં એક ઓર વધારો થાય છે.સુકો નાસ્તો..ટ્રાવેલ માં સાથે હોય તો ચા સાથે કે પછી એકલું ખાવાની પણ મજા આવે છે..કેમ કે એસોલટી છે તો નાના મોટા દરેક નો ફેવરિટ છે.. Sangita Vyas -
મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
#MBR4#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ગરમાગરમ ચા કે કોફી સાથે નાસ્તા માટે એકદમ મસાલેદાર અને ક્રિસ્પી મેથીની પૂરી દરેકને ખૂબ પસંદ પડે છે. મેથીના સ્વાદથી સભર આ પૂરી ૧૦/૧૫ દિવસ સુધી સરસ રહેતી હોવાથી તમે પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકો છો. Riddhi Dholakia -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#શ્રાવણ- શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો.. તેમાં દરેક દિવસે એક ખાસ વાનગી બનતી હોય છે.. એમાં પણ સાતમ,આઠમ અને નોમ નો અનેરો ઉત્સાહ અને મહિમા છે.. આ દિવસોમાં દરેક ઘર માં નાસ્તા, ફરસાણ, મીઠાઈઓ બનતી હોય છે. હવે બહારના નાસ્તા, ફરસાણ કે મીઠાઈઓ નું ચલણ વધતું જાય છે પરંતુ આજે પણ ઘણા ઘરો માં આ બધું ઘેર બનાવવાની પ્રથા ચાલુ છે.. અને ઘેર આ બધી વાનગીઓ બનાવવાની અલગ જ મજા છે.. અમે પણ વર્ષોથી ઘેર જ બધું બનાવીએ છીએ. આ વખતે પણ બધું બનાવ્યું છે તેમાંની એક વાનગી ફરસી પૂરી અહી પ્રસ્તુત કરેલ છે.. Mauli Mankad -
મેથી ની ફરસી પૂરી (Methi Farsi Poori recipe in Gujarati)
#GA4#Week19#Methi...મેથીની ભાજી માં ઘણl પૌષ્ટિક તત્વો રહેલા છે. આ રીતે બનાવતા તેના સ્વાદમાં પણ વધારો થાય છે. અને શિયાળામાં ચા સાથે ખાવાની મજા જ અલગ છે. Niral Sindhavad -
મેથીની પૂરી (Methi Poori Recipe In Gujarati)
#GA4#Week19Methiમેથી અને કોથમીર ની ક્રિસ્પી પૂરી Bhavika Suchak -
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#week9મેંદા ની પૂરી લગભગ ગુજરાતી ઘરે બનતી જ હશે અને નાસ્તા નો એક બેસ્ટ વિકલ્પ પણ તો ચાલો આજે પૂરી Dipal Parmar -
લેયર્ડ ફરસી પૂરી (Layered Farsi Poori Recipe In Gujarati)
#DFTદિવાળી એટલે ફરસાણની વણઝાર.. આજે મેં લેયર્ડ ફરસી પૂરી બનાવી.. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ પૂરી બની છે. Dr. Pushpa Dixit -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
મેંદા ના લોટ અને ચણાના લોટને લઈ ફરસી પૂરી બનાવી આ પૂરી બહુ જ સરસ લાગે છે#RC1 Rajni Sanghavi -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#MAઆ ફરસીપૂરી અમારા અનવલાઓ ની ઓળખ કહો તો ચાલે દરેક શુભ પ્રસંગે બનાવાય છે. હું આ પૂરી મારી મમ્મી પાસે શીખી છું. આજે મારી મમ્મી કરતા પણ સરસ બને છે. મોંમાં મૂકે એટલે ઓગળી જાય એવી છે આ પૂરી. મારી રેસીપી થી તમે પણ જરૂર બનાવાજો. Manisha Desai -
પૂરી (Poori Recipe in Gujarati)
#week9#GA4#પૂરી( મેથી ની પૂરી) શિયાળો આવે એટલે મેથી ની ભાજી જોઈ ખુશ થઈ જવાય છે .ઘણા ને મેથીની ભાજી કડવી લાગે છે પણ ગુણકારી પણ એટલી જ છે. તેની પૂરી બનાવ્યે તો જરા પણ કડવી લાગતી નથી.ચા સાથે તો જોરદાર લાગે છે.તો ચાલો જોઈએ તેની રીત. Anupama Mahesh -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
હમણાં પર્યુષણ ચાલે છેતો રોજ અલગ અલગ નાસ્તા બનાવી ને રાખે છે લોકો સરસ મજાની નવી રેસિપી શીખવા મળે છેમે અહીં ફરસી પૂરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#PR chef Nidhi Bole -
મેથી ધઉં ની ફરસી પૂરી (Methi Wheat Flour Farsi Poori Recipe In Gujarati)
#MBR3#week3 નાસ્તા માટે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પૂરી માં થોડું વેરીએશન કરી અને મે મેથી પૂરી બનાવી છે જે ખુબ જ ટેસ્ટી બને છે. Varsha Dave -
# ફરસી પડ વાળી પૂરી(Farsi pad vadi puri)
#સ્નેક્સ આ સ્નેક્સ ચા અને મસાલા દૂધ સાથે ખાવાની અલગ જ મજા છે 15-20 દિવસ સુધી આ પૂરી ને સ્ટોર કરીને ખાવાની મજા કંઈક જુદી છે આને. એકલી પણ ખૂબ જ સારી લાગે છે.આની પાછળ એક બીજું પણ યાદ છે આ રેસિપી મારા મ્મમી ની છે. હું એક વર્કિંગ વુમન છું અને મને ચા સાથે આ પૂરી ખાઇને બીજું કામ કરું છું Patel chandni
More Recipes
ટિપ્પણીઓ (8)