થુલા ની ખીચડી(thula ni khichdi recipe in gujarati)

#india2020
થુલા ની ખીચડી એ વિસરાતી વાનગી મા ની એક વાનગી છે
આ થુલા ની ખીચડી માં ખૂબ જ ફાઇબર હોય છે જે ખાવા માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને એનો ડાયટ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે
થુલા ની ખીચડી(thula ni khichdi recipe in gujarati)
#india2020
થુલા ની ખીચડી એ વિસરાતી વાનગી મા ની એક વાનગી છે
આ થુલા ની ખીચડી માં ખૂબ જ ફાઇબર હોય છે જે ખાવા માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને એનો ડાયટ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જો એક વાટકી ની ખીચડી બનાવી હોય તો 1/2વાડકી થુલું અને તેની ઉપર 1/2વાડકી મગની દાળ લેવી અને એક તપેલીમાં પંદર-વીસ મિનિટ માટે પલાળવી આ પલળે ત્યાં સુધીમાં કાંદા, બટાકા, ગાજર બધું શાક સમારીને તૈયાર કરી લેવો આદુ, મરચા, લસણ, તજ, મરી લવિંગ બધો મિક્સરમાં ક્રશ કરીને પેસ્ટ તૈયાર કરી લેવી
- 2
હવે એક કૂકરમાં પાંચથી છ ચમચી વઘાર માટે ઘી મૂકવુ ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ, આખા મરચાં અને તમાલપત્રનો વઘાર કરવો રાઈ તતડે એટલે તેમાં હિંગ નાંખવી અને પછી બધા શાકભાજી નાખવા અને સાંતળવા દેવા શાકભાજી સાંતળાઈ એટલે બે-ત્રણ મિનિટ પછી આદુ-મરચા-લસણની જે પેસ્ટ તૈયાર કરી હોય તે નાખવી પછી બે મિનિટ તેને સાંતળવું
- 3
પછી થુલુ મગની દાળને ૪થી ૫ વાર પાણીથી ધોઈને એક એક વાટકી ખીચડી એ ચાર ગણુ પાણી લઈને કુકરમા રેડવું પછી તેમાં સ્વાદાનુસાર મીઠું હળદર અને લાલ મરચું નાખો લાલ મરચું બહુ જ ઓછું આખું જેથી કરીને થુલાની ખીચડીનો કલર જળવાઈ રહે પછી કુકર બંધ કરીને આઠ થી નવ સીટી મારવી
- 4
કૂકર ઠંડું પડે એટલે આ છોલા ની ખીચડી ને સર્વિંગ બાઉલમાં કાઢીને તેને મોળા દહીં સાથે અથવા કઢી સાથે સવૅ કરી શકાય છે આ બહુ જ સરસ અને ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ની ખીચડી (Dudhi Ni Khichdi Recipe In Gujarati)
#GA4#Week7આ ખીચડી મા બટેટા ની જગ્યા એ દૂધી નો ઉપયોગ કર્યો છે.જે હેલ્થ માટે પણ ખૂબ જ સારી. Bhakti Adhiya -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1ગુજરાતી વઘારેલી ખીચડી એ બધા લોકો ની ભાવતી વાનગી છે. ગમે ત્યારે ખાવ પચવામાં હલકી ફૂલકી ને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ. શિયાળા માં સરસ તાજા શાકભાજી મળે એટલે ખીચડી ખાવા ની વધારે મજા પડે. કેહવાય છે કે ખીચડી ના ચાર યાર ઘી, પાપડ,દહીં ને અથાણું. Komal Doshi -
મિક્સ વેજ ની દલીયા ખીચડી (Mix Veg Daliya khichdi recipe in Gujarati)
#FAM#daliya khichdiમિક્સ વેજ ની હેલ્ધી દલીયા ખીચડી દેખાવમાં પણ સરસ લાગે છે અને તેનો સ્વાદ ની તો વાત જ ન કરો . આ દલીયા ખીચડી ડાયાબિટીસ અને જેને વેટ ઓછું કરવું હોય તેના માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ખીચડી ખાવાથી જલ્દી પચી જાય છે તેથી વડીલો માટે પણ ખૂબ ફાયદાકારક છે. Jayshree Doshi -
બાજરી ની ખીચડી (bajri ni khichdi recipe in gujarati)
# વેસ્ટ# ગુજરાત#india2020# વિસરાતી વાનગી Hiral Panchal -
દલીયા ખીચડી(Daliya khichdi recipe in Gujarati)
#GA4#Week7અહીંયા મેં ઘઉંના ફાડાની ખીચડી બનાવી છે એને દલિયા ખીચડી પણ કહેવામાં આવે છે. આ ખીચડી શરીર માટે ખૂબ જ પૌષ્ટિક છે અને વજન ઉતારવા માટે પણ આ ખીચડી ખાઈ શકાય છે જેને ડાયાબિટીસ ની તકલીફ હોય એ પણ આ ખીચડી ખાઈ શકે છે માટે આ ખીચડી ખૂબ જ હેલ્ધી છે. Ankita Solanki -
કાઠીયાવાડી ખીચડી (Kathiyawadi Khichdi Recipe In Gujarati)
શાકભાજી, મસાલા થી ભરપુર આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
ઘઉં ના ફાડા ની ખીચડી
#ઇબુક૧#પોસ્ટ૩૮આ ખીચડી નાના તેમજ મોટા માટે ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. અને બનાવવા ની રીત પણ ખૂબ જ સરળ છે... Sachi Sanket Naik -
બાજરા ની ખીચડી(Bajara Khichdi Recipe In Gujarati)
#GA4#Week24#BAJARA#COOKPADINDIA#COOKPADGUJRATI બાજરાની ખીચડી એ રાજસ્થાન નું પરંપરાગત ભોજન છે. બાજરી ઉષ્ણ સ્વરૂપ ની હોય છે, પચવામાં ભારે હોય છે આથી તે ખાધા પછી જલ્દીથી ભૂખ લાગતી નથી તેમાં ગ્લુટેન ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે આથી મેદસ્વિતા ડાયાબિટીસ વગેરે રોગોમાં ઉપયોગી છે. Shweta Shah -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujarati#cookpad સ્વામિનારાયણ સંપ્રદાયની ખીચડી વિશ્વભરમાં પ્રખ્યાત છે. ખાસ કરીને સ્વામિનારાયણના મંદિરમાં પ્રસાદ તરીકે મળતી ખીચડી, તેમના પ્રેમવતીમાં મળતી ખીચડી અને અક્ષરધામમાં મળતી સ્વામિનારાયણ ની ખીચડી નો સ્વાદ ખુબ મનભાવક હોય છે. મેં આજે આ સ્વામિનારાયણ ની ખીચડી ઘરે બનાવી છે. આ ખીચડીમાં આપણા મનપસંદ શાકભાજી ઉમેરી શકાય છે. ખાસ કરીને ગાજર, વટાણા, ફ્લાવર, બટાકા જેવા શાકભાજીનો ઉપયોગ આ ખીચડીમાં થતો હોય છે. આ ખીચડી બનાવવા માં ચોખા કરતા દાળ નો ઉપયોગ થોડો વધુ કરવામાં આવે છે. આ ખીચડી ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. Asmita Rupani -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 Week 1 છપ્પન ભોગ ખીચડી એક લોકપ્રિય ભારતીય વ્યંજન છે. જે દાળ અને ચોખા ને એક સાથે પકવી ને બનાવાય છે.ચોખા અને મગ ની દાળ ની ખીચડી બીમાર લોકો માટે બનાવવા માં આવે છે. ખીચડી ઘણા અલગ અલગ પ્રકાર થી બનાવવામાં આવે છે. વઘારેલી મસાલા ખીચડી ખૂબ સ્વાદિષ્ટ અને ઝડપથી સરળ રીતે બનતી હોય છે. કૂકર માં બનાવવામાં વધુ સમય નથી લાગતો. દહીં, પાપડ અને સલાડ સાથે બપોરના કે રાતના ભોજનમાં પીરસી શકાય. આજે મે બાસમતી ચોખા અને છોતરવાળી મગ ની દાળ માં ઘી અને મસાલા નાખી ને ખુબજ ચટપટી બનાવી છે. Dipika Bhalla -
-
લહસુની પાલક ખીચડી (Lahsooni Palak Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujaratiભારતમાં લોક પ્રિય વાનગી તરીકે ખીચડીને ગણવામાં આવે છે. ખીચડી ચોખા અને દાળ વાપરીને બનાવમાં આવે છે. ખીચડી પચવામાં હલકો ખોરાક છે અને બનાવવામાં સરળ હોવાથી તુરંત બની જાય છે. આજે પણ ખીચડી ગુજરાતી ના ઘરોમાં બનવામાં આવે છે. પરંતુ સાદી ખીચડી ઘણાને પસંદ નથી હોતી. ત્યારે ખીચડીમાં અલગ અલગ વેજીસ તથા મસાલા નો ઉપયોગ કરી નવીનતા લાવી તેના સ્વાદમાં ચેન્જીસ લાવી ખીચડી ને વધારે હેલ્ધી બનાવી શકાય છે. મેં અહીં લહસુની પાલક ખીચડી બનાવી છે. જેમાં લસણ અને પાલક ની પ્યુરી ઉમેરી ઘીનો ડબલ તડકો લગાવી ને સ્વાદિષ્ટ ખીચડી બનાવી છે. Ankita Tank Parmar -
ફાડા ની વઘારેલી ખીચડી (Fada Vaghareli Khichdi Recipe in Gujarati)
#Week21# vaghareli khichadi#cookpadgujarati ચીઝી ગાર્લિક ફાડાની ખીચડી ,ચોખાની ખીચડી કરતા ખૂબ જ ટેસ્ટી લાગે છે . ખીચડી માં આખું લસણ નાખવું અને તે ખીચડી સાથે j બાફવી. અને સર્વ કરતી વખતે ચીઝ નાખવું. ખુબજ સરસ લાગે છે . ચોક્કસ ટ્રાય કરજો. SHah NIpa -
-
ફરાળી સામા ની ખીચડી(sama ni khichadi recipe in gujarati)
આજે મારા ઘર ના લોકો ને શનિવાર હોવાથી મે તેમના માટે સામા ની ખીચડી બનાવી. Vk Tanna -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકોદરી એક પ્રકારનું ધાન્ય છે. તેનો ઉપયોગ ઘણા પૌષ્ટિક તત્વો ની પૂર્તિ કરે છે. કોદરી એ ડાયાબિટીસ નો રામબાણ ઈલાજ છે. કોદરી માં ઉચ્ચ પોલીથેનીલ, ફાઇબર રહેલા છે. તે પચવામાં ભારે નથી .શરીરને બળ આપે છે.વજન ઘટાડવા માટેકોદરીની ખીચડી બેસ્ટ ઓપ્શન છે. Neeru Thakkar -
ઘઉંના ફાડાની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઘઉંના ફાડાની વાનગી તો વર્ષોથી રસોડા નો ભાગ છે .ખીચડી બનાવો. લાપસી બનાવો .થુલી બનાવો. આ સ્વાસ્થ્યનો ખજાનો છે .આ ઘઉંના ફાડા માં પ્રોટીન ,વિટામિન તથા ફાઇબર પુષ્કળ છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ફાઇબર નિયંત્રિત કરે છે.કેલેરી ઓછી છે .આ તમામ પોષક તત્વોને પરિપૂર્ણ કરે છે. Neeru Thakkar -
ફાડા ની ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
#GA4#khichdi#week7ઘઉં ના ફાડા ની ખીચડી એક હેલ્થી વાનગી છે જેને નાનાં મોટા દરેક ખાઈ સકે છે સ્પેશિયલ જેમને ડાયાબટીસ હોય એના માટે બઉ સારી છે. Jagruti Sagar Thakkar -
-
કાઠીયાવાડી કઢી ખીચડી.(Kathiyavadi kadhi khichdi in Gujarati.)
#TT1Post 1 ખીચડી એક પોષ્ટીક આહાર છે.આજે મે ચોખા, ઘઉંના ફાડા અને ફોતરાંવાળી લીલી મગનીદાળ નો ઉપયોગ કરી કાઠીયાવાડી ખીચડી બનાવી છે. Bhavna Desai -
મસાલા ખીચડી અને કઢી (Masala Khichdi Kadhi Recipe In Gujarati)
મસાલા ખીચડી અથવા વઘારેલી ખીચડી એ ગુજરાતની ખૂબ જ લોકપ્રિય ડીશ છે. આ એક કમ્ફર્ટ ફૂડ છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મસાલા ખીચડી ને કઢી સાથે ખાવાની અલગ જ મજા છે. મેં અહીંયા મારી કઢીની રેસિપી શેર કરી છે જે ગુજરાતી કઢી કરતા અલગ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ ખીચડી ની રેસિપી પણ મારી પોતાની છે જે એકદમ અલગ અને મજેદાર છે.#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
કચ્છી સ્મોકી ખીચડી
#JSR#RB8આ ખીચડી ચોમાસા ની સિઝનમાં જેને ગેસ- વાયુની તકલીફ હોય તેને માટે બેસ્ટ છે કારણ સંચળ, મરી, અજમા એમાં નાખવાથી એ મુશ્કેલી પડતી નથી. Jigna buch -
ખીચડી-કઢી (khichdi-kadhi recipe in gujarati)
#સુપરશેફ4#વીક4 આ ખીચડી ખાવા એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે.જ્યારે ભૂખ લાગી હોય અને ફટાફટ જમવાનું જોઈતું હોય તો ખીચડી- કઢી ફટાફટ બની જાય છે. Yamuna H Javani -
પાલક પનીર ખીચડી(palak paneer khichdi recipe in Gujarati)
ખીચડી એક એવી વસ્તુ છે જે બધાના ઘરે બનતી જ હોય છે, ખીચડીને સુખપાવની પણ કહેવાય છે અને પાલક પનીર છે તે લગભગ બધાને પસંદ હોય છે તો આજે આપણે પાલક પનીર અને ખીચડી નું અલગ જ કોમ્બિનેશન બનાવીશું અને તેનો મસ્ત મજાનો સ્વાદ મળીશું#sep#GA4#week 2Mona Acharya
-
રતાળુ સાબુદાણા ની ફરાળી ખીચડી (Ratalu Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#Faradi#Sabudaana#cookpadgujarati#cookpadindiaશિવરાત્રી એ ફરાળ ખવાય છે અને હવે ફરાળ માં પણ અલગ અલગ વાનગી બને છે. તો મેં આજે રતાળુ નો ઉપયોગ કરી સાબુદાણા ની ખીચડી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Alpa Pandya -
મસાલા ખીચડી (Masala Khichdi Recipe in Gujarati)
ખીચડી એ એક એવી વાનગી છે કે જે બધા ની પ્રિય હોય. અમારા ઘરે તો બધા ને આવી મસાલા ખીચડી ખૂબ જ ભાવે.અમે ક્યાંક બહાર જઈ ને આવીએ કે કોઈ ફંકશન પતાવી ને આવીએ ત્યારે અમારા ઘરે ખીચડી જ બને.આજે હું તમારી સમક્ષ મસાલેદાર , વેજિટેબલ થી ભરપૂર કાઠિયાવાડી મસાલા ખીચડી લઈ ને આવી છું.આ ખીચડી ને આપણે દાળ ખીચડી પણ કહી શકીએ છીએ. Gopi Shah -
વેજિટેબલ, ઘઉ નાં ફાડા અને મગ ની દાળ ની ખીચડી
#goldenapron3#ડિનર#ફાડા માંથી ફાઇબર અને દાળ માંથી પૉટીન મળતું હોવાથી આ ખુબ જ હેલધી રેસિપી છે. ડાયટ મા પણ ચાલે.અત્યારે લોકડાઉન નાં સમય મા થોડું લાઈટ મેનુ બનાવું હોય તો ફાડા ખીચડી અને સાથે દહીં બેસ્ટ ઓપ્શન છે. Bhakti Adhiya -
ભૈડકુ ખીચડી (Bhaidku Khichdi Recipe In Gujarati)
આજે મે ભૈડકુ ખીચડી બનાવી છે, આને થુલી પણ કહેવાય છે,અને ખાવા માં પણ ખૂબ જ સરસ લાગે છે, Arti Desai -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#Linlmaખીચડી એક હેલ્ધી અને પૌષ્ટિક આહાર છે.મેં ચાર પ્રકારની દાળ અને ચોખા નો ઉપયોગ કરી ખીચડી બનાવી છે. તેમાં જે વેજીટેબલ્સ ઉપયોગ કરવો હોય તે નાખી અને પૌષ્ટિક બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ