વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#CB1 Week 1
છપ્પન ભોગ
ખીચડી એક લોકપ્રિય ભારતીય વ્યંજન છે. જે દાળ અને ચોખા ને એક સાથે પકવી ને બનાવાય છે.ચોખા અને મગ ની દાળ ની ખીચડી બીમાર લોકો માટે બનાવવા માં આવે છે. ખીચડી ઘણા અલગ અલગ પ્રકાર થી બનાવવામાં આવે છે. વઘારેલી મસાલા ખીચડી ખૂબ સ્વાદિષ્ટ અને ઝડપથી સરળ રીતે બનતી હોય છે. કૂકર માં બનાવવામાં વધુ સમય નથી લાગતો. દહીં, પાપડ અને સલાડ સાથે બપોરના કે રાતના ભોજનમાં પીરસી શકાય. આજે મે બાસમતી ચોખા અને છોતરવાળી મગ ની દાળ માં ઘી અને મસાલા નાખી ને ખુબજ ચટપટી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧/૨ કપમગની છોતરાવાળી દાળ
  2. ૧/૨ કપચોખા
  3. ૨ નાની ચમચીમીઠું
  4. ૧/૪ નાની ચમચીહળદર
  5. ૧/૨× ૮ કપ પાણી
  6. વઘાર માટે :
  7. ૩ મોટી ચમચીઘી
  8. ૧ નાની ચમચીજીરૂ
  9. સુકુ લાલ મરચું
  10. ૬-૭ લીમડા ના પાન
  11. ૧/૨ નાની ચમચીહિંગ
  12. કળી લસણ + ૧" આદુ + ૨ લીલા મરચા તાજા વાટી ને લેવા
  13. મીડિયમ સાઈઝ નો કાંદો ઝીણો સમારેલો
  14. મોટું ટામેટું ઝીણું સમારેલું
  15. ૧ નાની ચમચીમીઠું
  16. ૧/૪ નાની ચમચીહળદર
  17. ૧ નાની ચમચીલાલ મરચું પાઉડર
  18. ૨ નાની ચમચીધાણજીરૂ
  19. ૧ નાની ચમચીસંભાર પાઉડર
  20. ૧/૨ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    દાળ ચોખા ધોઈ ને માપ નું પાણી નાખી દસ મિનિટ પલાળી રાખો. હવે મીઠું અને હળદર નાખી કૂકર માં ૪ - ૫ સિટી વગાડી ગેસ બંધ કરો.

  2. 2

    એક કડાઈ માં ઘી ગરમ કરવા મૂકો. એમાં જીરૂ નાખો. જીરૂ ફૂલે એટલે લીમડો અને સુકુ લાલ મરચું નાખો. હિંગ નાખો. હવે વાટેલા આદુ મરચા લસણ નાખી થોડું સાંતળી લો.

  3. 3

    હવે કાંદા નાખી ધીમા તાપે ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. હવે ટામેટા નાખો. હળદર અને મીઠું નાખી ધીમા તાપે ટામેટા નરમ પડે ત્યાં સુધી સાંતળો.

  4. 4

    હવે લાલ મરચું, ધાણાજીરું અને સંભાર પાઉડર નાખી બરાબર ભેળવી લો. ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળો.

  5. 5

    હવે 1/2 કપ પાણી નાખો. પાણી ઉકળે એટલે કૂકર માં બાફેલી ખીચડી નાખી બરાબર ભેળવી લો.

  6. 6

    હવે ગરમ ગરમ સ્વાદિષ્ટ વઘારેલી મસાલા ખીચડી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes