કેરટ પનીરી મોદક (Carrot Paneeri Modak Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#GC
#COOKPADINDIA
#COOKPADGUJ
ગણેશ ચતુર્થી ના ઉત્સવની ઉજવણી લડ્ડુ વિના અધુરી છે.લાડવા ચુરમાના, ચોખાના, બુંદીયા, ચોકલેટી વગેરે બને.
પણ આજે મેં ગાજર અને પનીર ના હેલ્ધીએસ્ટ લડ્ડુ ,મોદક બનાવ્યા છે.

કેરટ પનીરી મોદક (Carrot Paneeri Modak Recipe In Gujarati)

#GC
#COOKPADINDIA
#COOKPADGUJ
ગણેશ ચતુર્થી ના ઉત્સવની ઉજવણી લડ્ડુ વિના અધુરી છે.લાડવા ચુરમાના, ચોખાના, બુંદીયા, ચોકલેટી વગેરે બને.
પણ આજે મેં ગાજર અને પનીર ના હેલ્ધીએસ્ટ લડ્ડુ ,મોદક બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપગાજરનું છીણ
  2. ૧ કપછીણેલું પનીર(ગાયનું)
  3. ૧/૨ કપખાંડ
  4. ૧ ટેબલસ્પૂનકાજુ બદામ પિસ્તા નો ભૂકો
  5. ૧/૨ ટીસ્પૂનઈલાયચી પાઉડર
  6. ૧ ટેબલસ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગાજર ને ધોઈ અને છીણી લેવા. પનીરને પણ છીણી લેવું.મેં અહીં ગાયનું પનીર લીધું છે.

  2. 2

    નોનસ્ટીક પેનમાં એક ટીસ્પૂન ઘી મૂકી તેમાં ગાજરનું છીણ એડ કરો. ધીમા તાપે તેને કુક કરો. ગાજરમાંથી છૂટેલું પાણી મળે નહીં ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહેવું.

  3. 3

    ગાજરનું બધું જ પાણી બળી જાય એટલે તેમાં ખાંડ એડ કરો. ધીમા તાપે હલાવતા રહો. ખાંડનું પાણી છૂટશે. તે બળી જાય ત્યાં સુધી ધીમા ગેસે હલાવતા રહેવું.

  4. 4

    હવે તેમાં એક કપ છીણેલું પનીર એડ કરો. ધીમા તાપે હલાવતા રહી સરસ મિક્સ કરી દો. પાંચથી સાત મિનિટ સુધી ગેસ ઉપર હલાવતા રહેવું. સરસ ફ્લેવર આવે અને લચકાદાર મિશ્રણ તૈયાર થાય એટલે તેમાંથી એક નાનો ગોળો લઈ તેને હથેળીમાં ગોળ વાળી જુઓ. જો લાડવા ની જેમ વળી જાય તો તૈયાર થયું છે. હવે ગેસ ઓફ કરી એક પ્લેટમાં કાઢી ઠંડું કરવા મૂકો.

  5. 5

    હવે તેમાં કાજુ,બદામ, પિસ્તાનો ભૂકો,ઈલાયચી પાઉડર નાખી બધું મિક્સ કરી, મસળી અને સ્મુધ કરી લેવું.ત્યારબાદ તેના મનપસંદ આકારના લાડવા અથવા મોદક તૈયાર કરવા. મેં અહીં લાડવાના બીબા ની મદદથી તૈયાર કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
Amazing
So creative U r!
Love the U r representing your all dishes 😍

Similar Recipes